ગાંધીનગર, 01 ઓગસ્ટ 2020
ગુજરાત સરકાર નવા ફુલ ફળના નવા બગીચા બનાવવા માટે જે લક્ષ્યાંક નક્કી કરેલા અને તે માટે નાણાં પણ ફાળવી આપેલા હતા, પણ તેને પૂરા કરી શકાયા નથી.
રૂ.7.68 કરોડના ખર્ચે 122 નર્સરી બને તે માટે ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું હતું. પણ માંડ 62 નર્સરી બની અને તે પણ 42 લાખ રૂપિયા પૈસા આપવામાં આવેલા હતા.
વળી ફળોના 11200 હેક્ટર વિસ્તારમાં બગીચા બનાવવા માટે નકકી કરાયું હતું. તે માટે કૃષિ મંત્રીએ રૂ.27.75 કરોડ રકમ ફાળવી હતી. પણ માંગ 6120 હેક્ટરમાં એટલે કે 50 ટકા બગીચા બની શક્યા અને તેની પાછળ માંગ 12 કરોડ આપવામાં આવ્યા હતા. ફૂલોના બગીચા 685 હેક્ટર વધારવાના હતા જે 298 હેક્ટર માંડ થઈ શક્યા હતા. આવું જ મરીમસાલામાં થયું છે. 350 હેક્ટરમાં મરામસાલાની સહાય આપવાની હતી તેની સામે 99 હેક્ટર થઈ શકી હતી.
શાકભાજી માટે 7500 હેક્ટરમાં સહાય આપવાની હતી જેમાં 5526 હેક્ટરમાં સહાય આપી શકાઈ હતી.
ગુજરાતમાં ખાનગી વેપારીઓ દ્વારા કુલ 12 કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂ.95.62 કરોડ ખર્ચ ખાનગી લોકોએ કરેલું હતું. પણ સરકારે તેમાં રૂ.46 કરોડ ખર્ચને માન્ય ગણીને રૂ.17 કરોડની સબસીડી વેપારીઓને આપી હતી. જેમાં સૌથી વધુ સબસીડી તીરુપતી બાલાજી એગ્રી લીંકને રૂ.1.43 કરોડ, ઈસ્કોન બાલાજી ફુડ કંપનીને 1.83 કરોડ અને રાધે કોલ્ડ સ્ટોરેજને 1.43 સબસાડી આપવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી ચાલતા 16 કોલ્ડ સ્ટોરેજની કુલ 5.46 કરોડની કિંમતમાં 1.67 કરોડ સબસીડી આપી હતી. આમ આધુનિક કક્ષાના તમામ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાં આવી રહ્યાં છે અને સરકારે ઉત્તર ગુજરાતના પ્રોજેક્ટ ને જ સબસીડી આપી હોવાનું જણાય છે.