2021માં ગટર અને ઉદ્યોગોનું ટ્રીટ કર્યા વગરનું પાણી સીધું સાબરમતીમાં ઠાલવવામાં આવે છે. સાબરમતીના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ કરોડો ક્યાં ગયા તેનો કોઈ હિસાબ નથી. 2011 ફેજ 2 માટે 2 હજાર કારોડ કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યા હતા. શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીનાં વિસ્તારોનાં ગટરનાં પાણીને સુએજ નેટવર્ક અને મેઈન લાઇન થકી એસટીપીમાં લઇ જવાની હતા. એસટીપીમાં ગટરનાં પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવાની યોજના એનઆરસીપી સમક્ષ રજૂ કરાઈ હતી. જેના માટે અંદાજે 2 હજાર કરોડનાં વિવિધ પ્રોજેક્ટસ એનઆરસીપી સમક્ષ મોકલાયા છે.
2025માં એવી જ હાલત છે.
રાજયે રાજય રાજય વચ્ચે ઔધોગિક વિકાસ અર્થે નકકી કરેલ ધોરણ હળવા કરવાની અનિચ્છનીય હરીફાઈ રાખવા માટે પોતાની અલગ જળ નીતિ બનાવી નથી.
રાજય સરકાર દ્વારા દરેક નદીઓને સરોવરો સંકલિત જળ સૃષ્ટિની તેમજ જળમાં રહેલા પ્રદુપણ સ્તરની ઓળખ કરી ન હતી.
રાજ્યના 831 ભીના વિસ્તારો પૈકી માત્ર 7 વિસ્તારોમાં ઉભા થયેલા જોખમો અંગે અભ્યાસ કરવામાં આવેલ હતો.
રાજય સરકાર દ્વારા સરોવરોના જળમાં થયેલ પ્રદુષણનું વિશ્લેષણ કર્યું ન હતું.
વર્ષ 2009-10 દરમિયાન પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું હતું.
પાણી નિકાલના સ્થળે જળ પ્રદુષણનાં સ્તર અંગેનો અભ્યાસ કર્યા વગર જ રાષ્ટ્રીય સરીતા સંરક્ષણ યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો.
170માંથી 158 શહેરી સ્થાનિક સંસ્થાઓએ ગટરનાં પાણીનું શુદ્ધિકરણ કરાતું હતું.
રાજયની 4 મુખ્ય નદીઓને શુદ્ધિકરણ યોજના હેઠળ પસંદ કરવામાં આવી ન હતી. સાબરમતી નદી શુધ્ધીકરણ યોજનાની દેખરેખ અંગેની વ્યવસ્થાઅપુરતી હતી.
ગટરનું અશુદ્ધ પાણી, ઘરેલુ કચરો, કતલખાનાઓનો બગાડ ઈત્યાદી ગોરવા તળાવમાં ઠાલવવામાં આવતું હતું. આ તળાવ ઉભરાવાથી વહેતું પાણી ગોત્રી તળાવનાં જળને પણ પ્રદૂષિત કરતું હતું.
નાના પાયાના ઔધોગિક એકમો માટે સાર્વજનિક શુદ્ધિકરણ યંત્રણા ઉભી કરવામાં આવી હતી.
ઔધોગિક એકમો વ્યક્તિગત રીતે તેનું પાણી સાર્વજનિક સુધ્ધીકરણ યંત્રણામાં મોકલતા પહેલા
નેશનલ ગ્રીન વોલન્ટીયર્સ (સાબરમતી સરિતા સંરક્ષણ યોજના)
કાંઠાનું ધોવાણ અટકાવી
સરકાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ માહિતી આપવામાં આવેલી ન હતી
સાબરમતી સરિતા સંરક્ષણ યોજનાની સંચાલન અને જાળવણીની વિગતો આપી ન હતી.
સાબરમતી સરિતા સંરક્ષણ યોજના હેઠળ ઉભી કરાયેલ અસક્યામતો
ઉભી કરેલ અસ્કયામતોનું સમયાંતરે નિભાવ રખરખાવ અને ચોખ્ખાઈ અંગે કોઈ પગલા લીધા છે કેમ?
તેની વિગતો ન હતી.
મુખ્યમંત્રી સચિવના વડપણ હેઠળ રાજ્ય સ્તરની સ્ટીયરીંગ કમીટી રચના કરવામાં આવેલ છે કેમ તે અંગેની ખાતરી દસ્તાનેજો રાખ્યા ન હતા.
રાજ્ય સરકારે દરેક નદી અને સરોવર સંલગ્ન જળ સૃષ્ટિ કે જે નષ્ટ થવાથી સમગ્ર પર્યાવરણને વિપરીત અસર થઈ શકે, તેની મોજણી ઓળખ કરવી જરૂરી હતી.
સરકારના જળ સંશોધન વિભાગ રાજ્યની બધી નદીઓ નદીઓ અને સરોવરની મોજવી અનુક્રમ ૧૯૯૩ અને ૨૦૦૩-૦૫ દરમ્યાન કરી હતી. અને મોજણીના અંતે રાજયના જળ સ્ત્રોતની યાદી જાહેર કરી હતી, GPCB જેવી જળ-ગુણવત્તા ની ચકાસણી કરતી સંસ્થાઓ એ જળ રાજયની ૨૬] નદીઓમાં
કામગીરીનું ઓડિટ
જળ પ્રદૂષણ અંગે બાયો-મોનીટરીંગ સ્ટેશન થકી નદીઓ/સરોવરોના થયેલ પ્રદૂષણ અંગેની દેખરેખ રખાતી હતી.ભૂગર્ભજળમાં નાઈટ્રેટ ફ્લોરાઈડ અને ક્ષાર પ્રમાણની ઓળખ પણ મેળવવામાં આવી હતી.
સરોવરને સંલગ્ન જલચર સૃષ્ટિની ઓળખ કે સરોવરના પ્રદુષણના સ્તરની ઓળખ કરી ન હતી-
નદીઓ અને સરોવરની પાણીની ગુણવત્તાની માનવજીવન પર થતી અસર અંગે કોઈ માહિતી મેળવી ન હતી
નદીઓ, સરોવરો, ભૂગર્ભ જળમાં રહેલા મલીન તત્વોના સ્તરની આકારણીય કરેલ ન હતી.
મુલ્યવાન પ્રાણી સૃષ્ટિ અને માનવજીવન ને ન પુરી શકાય તેવું નુકસાન થઈ શકે તેમ છે તે અંગે સરકારને કોઈ જાણકારી ન હતી.
જરૂરી પરીક્ષણ 2094 સરોવર કે તળાવો પૈકી માત્ર 19માં જ તપાસ કરવામાં આવતા હતી સરકાર પાસે માનવ વસાહતની નદી કે સરોવરમાં પાણીની ગુણવત્તા પર થતી અસરો અંગે કોઈ માહિતી ન હતી નદીઓ, સરોવરો, ભૂગર્ભજળની મલીનતા અંગે આકારણી પણ કરવામાં આવી ન હતી.
ન્યુટ્રીયન્ટ,વોટર ટેમ્પરેચર, એસીડીફીકેશન, અને પેથોજેનિક, ઓર્ગેનીઝમ જેવા નદીના પાણીની ગુણવત્તાને અસર કરતા તત્વો છે.
પરંતુ ગુજરાત સરકારે સ્થાનિક સ્થિતિને અનુકૂળ નદી, સરોવર, અને ભુગર્ભ જળ પ્રદૂષણ અંગે કોઈ નીતિ નક્કી કરેલ નથી. ઔધોગીક કચરાનું શુદ્ધિકરણ ફરજિયાત બનાવ્યું છે. કૃષિ પ્રવૃત્તિને કારણે થતાં જળ પ્રદૂષણને અટકાવવા માટે કોઈ આયોજન કરવામાં આવેલું નથી.
સમીક્ષા બેઠકમાં 2011માં સરકારે જણાવ્યું હતું કે, દરેક રાજ્યોની અલગ અલગ નિતીઓને કારણે રાજ્યો રાજ્યો વચ્ચે આંતરિક હરીફાઈ વધશે જેમ કે કેટલાક રાજ્યો ઔદ્યોગિક વિકાસ અથ નકકી થયેલ ધોરણો હળવા બનાવશે.
આંતરરાજ્ય હરીફાઈનો મુદ્દો જળપ્રદુષણ અને પર્યાવરણ સંરક્ષણના પરીપ્રેલયમાં વ્યાજબી ન હતો.
ભીની જમીન
ગુજરાતમાં 27 હજાર ચો.કી. ભીની જમીન છે. કે જેમા વિરલ વનસ્પતી અને જીવ સૃષ્ટિ વિકાસ પામી છે. શિયાળા દરમિયાન સ્થળાંતર કરતા પક્ષીઓનો આવાસ બની રહે છે. આ ભીના વિસ્તારની સુરક્ષા માટે નદી અને સરોવરના જળ પદૂષણને કારણે ઉભા થતાં જોખમ અંગે મોજણી કરવી જરૂરી બને છે. પરંતુ સપ્ટેમ્બર- 2011 સુધી આવી કોઈ મોજણી કરવામાં આવી ન હતી.
નદી અને સરોવર
સરકારે નદીના જળ પ્રદૂષણને કારણે મુખ્ય જળચર પ્રાણીઓ,પક્ષીઓ, વૃક્ષો અને પ્રાણીઓ પર ઉભા થયેલા જોખમો અંગે કોઈ મોજણી કરેલી ન હતી. વનસ્પતિ જળચરોની પ્રજાતિની ન પુરી શકાય તેવી ખોટ, તેની વસાહતનો નાશ અને પર્યાવરણીય અસમતુલા ઉભી થવાનો ખતરો ઉભો થયો છે.
ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન અને રીસર્ચ (ગીર) ફાઉન્ડેશન દ્વારા 831 ભીના વિસ્તાર પૈકી 7 કે જે 0.84 ટકા સ્થળોનો અભ્યાસ કરેલો હતો. 40 સ્થળોનો અભ્યાસ વિચારણા હેઠળ હતો. સપ્ટેમ્બર 2011માં 200 સ્થળોની રીમોટ સેન્સીંગ આધારિત સૂચિ બનાવવામાં આવી છે.
મોજણી જળ પ્રદૂષણને કારણે ઉભા થતા જોખમો ને બદલે પર્યાવરણીય બાબતો પર કેન્દ્રિત થયું હતું.
પાણીજન્ય રોગો 2009-10
જાહેર આરોગ્ય પરના જોખમો અંગેનો અભ્યાસ ન થયો.
રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ- 2006માં જળ દ્વારા ઉભા થતા સામાજીક જોખમોના નિયમનની વાત કરાઈ છે. આથી સરકાર દ્વારા નદીઓ સરોવર અને ભૂગર્ભજળ પ્રદૂષણને કારણે, થતાં પાણીજન્ય રોગોની જન આરોગ્ય પર ઉભા થતા જોખમો અંગે મોજણી કરવી જરૂરી હતી.
નદી, સરોવર અને ભૂગર્ભ જળમાં રહેલા આર્સેનીક, ઝીંક, આર્યન, મરક્યુરી,કોપર, કોમીયમ કડીમીયમ, લેડ અને સેન્દ્રિય પ્રદુષકીની હાજરીને કારણે થતાં પાણીજન્ય અને જળ આધારિત રોગોના ખતરા અંગેની સરકાર દ્વારા કોઈ મોજણી કરવામાં આવી ન હતી.
પીવાના તેમજ અન્ય ઉપયોગમાં લેવાથી ઉભા થતા હકારાત્મક પરિણામો કોઈ મોજણી કરવામાં આવી ન હતી.
પાણીજન્ય રોગો તેમજ તે થકી થયેલા મૃત્યુ ઘણા હતા.
અતિસારનું ઉંચુ રહયુ હતું
રાષ્ટ્રીય સરિતા સંરક્ષણ યોજનાનો અમલ
ભારત સરકાર દ્વારા ડિસેમ્બર 1996માં રાષ્ટ્રીય સરિતા સંરક્ષણ યોજના શરૂ કરવામાં આવી હતી. યોજના થકી મહાનદીઓના જળની ગુણવતામાં સુધારવાનો હતો.
ખુલ્લી ગટર દ્વારા નદીમાં વહી જતા પાણીને આંતરીને તેને શુદ્ધિકરણ માટે વાળવું
નદીતટ પર જાહેરમાં મળપ્રવૃત્તિ થતી રોકવા સસ્તા સંડાસનું બાંધકામ.
સ્મશાનમાં વીજ દહનની વ્યવસ્થા કરવી.
રાજયની 170 સ્થાનિક સંસ્થાઓ પૈકી 158 કે જે 93 ટકા સ્થાનિક સંસ્થા પાસે ગટરના પાણીના શુદ્ધિકરણની કોઈ સવલત ન હતી.
અશુદ્ધ પાણી 9 શહેરો તળાવો છોડતા હતા, 18 પાલિકા ભૂગર્ભ મેદાનમાં પાણી છોડતી હતી.
40 પાલિકા નદીઓમાં પાણી છોડી દેતી હતી.
26 પાલિકા કુદરતી વહેણાઓમાં ગટરનું પાણી છોડી દેતી હતી.
9 પાલિકા સમુદ્ર ખાડીમાં ગટરનું પાણી છોડતી હતી.
8 સ્થાનિક સંસ્થાઓ ગટરના પાણી સિંચાઈ તરીકે વાળતી હતી.
5 પાલિકા સંસ્થા અંગેની કોઈ માહિતી મળી શકી ન હતી.
170 સ્થાનિક સંસ્થાઓમાંથી 46 સ્થાનિક સંસ્થાઓ ગટરના પાણી નદીમાં વહાવી દેતી હતી. જેમાં 6 સંસ્થાઓ પાસે ગટરના પાણીના શુદ્ધિકરણ માટેની યંત્રણા હતા.
13 ટકા સંસ્થા ગંદા પાણીના શુદ્ધિકરણ માટેની સુવિધા ઉભી કરેલી હતી.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા ગુજરાત રાજ્યની ચાર મહાનદી અતી પ્રદુપીત જાહેર કરવામાં આવી છે. આ પૈકી માત્ર સાબરમતી નદી જ રાસસંયો હેઠળ શુદ્ધિકરણ માટે આવરી લેવાઈ હતી. અન્ય નદીઓ માટે સરકાર શું કરે છે તે અંગે કોઈ જવાબ આપ્યો ન હતો.
દમણગંગા નદી ગુજરાત અને સંઘ પ્રદેશ દાદરા અને નગરહવેલી માંથી પસાર થાય છે.
ગુજરાતની હદ નજીકના સંઘ પ્રદેશમાં આવેલા દારૂના કારખાનાઓ દ્વારા અશુધ્ધ ધનિષ્ઠ સેન્દ્રીય તત્વોવાળો કચરો નદીમા વહેવડાવી દેવામાં આવે છે.
અમદાવાદ 1995
1995માં ગુજરાત સરકારે પ્રદૂષણ નિવારણ યોજના હેઠળ સાબરમતી નદીની પસંદગી કરેલી હતી. આ યોજના માત્ર અમદાવાદ શહેરમાં જ અમલમાં મુકાઈ હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ યોજનાનો અમલ કરવાનો હતો.
યોજનાની મંજુર થયેલ કિંમત રૂ. 101.95 કરોડની હતો. પછી ઘટાડીને 93 કરોડ કર્યો હતો. સમગ્ર યોજના 13 પેટા યોજનામાં વેચાયેલી હતી. બધી પેટા યોજનાઓ માર્ચ 2008માં તમામ ખર્ચ થઈ ગયો હતો.
13 પૈકીની રૂ. 89.63 કરોડના ખર્ચ વાળી 9 પેટા યોજનાની ઓડિટ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બે ગટરના પાણી શુદ્ધ કરવાની યંત્રણા (STP)નું બાંધકામ, ત્રણ આંતરીક ફેરબદલી અને વળાંકની યોજના, બે મુખ્ય પંમ્પિંગ સ્ટેશન બાંધકામ, એક સસ્તા સંડાસના બાંધકામ અને એક પશ્ચિમ તરફથી મુખ્ય ગટર લાઈનના બાંધકામનો સમાવેશ થતો હતો.
મોડી યોજનાઓ
અમદાવાદ મહાનગરપાલિકાએ 730 એમએલડી ગટરના પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ઉભી કરી હતી, જે પૈકી 650 એમએલડીની ક્ષમતાનો વપરાશ થતો હતો. શુદ્ધ કર્યા વગર ગટરના પાણી સાબરમતીમાં (STP બંધ હોયતે સિવાય) છોડવામાં આવતા ન હતા. પરંતુ દાણીલીમડા વિસ્તારમાં ગટર લાઈન ન હોવાથી વરસાદના પાણી નિકાલ કરવાના વ્હેણ થકી ગટરનું અશુદ્ધ પાણી સાબરમતી નદીમાં સીધુજ છોડવામાં આવતું હતું.
આ યોજનાથી સાબરમતી નદીમાં મત્સ્ય ઉછેર કેવો હતો તે પાણીની ગુણવત્તા બતાવી શકે તેમ હતો. તે અંગેની સરકાર દ્વારા કોઈ મોજણી કરવામાં આવી ન હતી. યોજનાના કામો થયા પછી પર્યાવરણમાં થયેલ સુધારાની અને સાબરમતીના જળમાં આવેલા જીવ રાસાયણિક ફેરફાર અંગેની કોઈ માહિતી સરકાર પાસે ઉપલબ્ધ ન હતી.
STP દ્વારા છોડવામાં આવતા ગટરના પાણી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નકકી કરેલા ધોરણો મુજબના ન હતા. જેને કારણે સાબરમતીના પાણીની ગુણવત્તા નિમ્ન રહી હતી. આથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે અમદાવાદ મહાનગરપાલિકને STPમાં જળ શુદ્ધિકરણમાં સુધારો કરવા તેમજ શહેરમાં ભેગા થતા ગટરના પાણીના સમગ્ર જથ્થાને શુદ્ધ કરવા તેમજ ગંદુ પાણી નદીમાં સીધુજ નહી છોડવા માટે તાકીદ કરી હતી.
જુન 2011માં અમદાવાદ મહાનગરપાલિકાએ સાબરમતી નદીના હાંસોલ પૂલના નીચે પાણી (શહેરમાં દાખલ થતી નદી) અને આંબેડકર પુલ નીચેના શહેરની બહાર જતી નદીના પાણીની સ્થિતિ નો ૧૫ મી ડિસેમ્બર 2010નો અહેવાલ રજુ કર્યો હતો. જેમા ડીસોલ્વડ ઓકસીજન (DO) 8.9 અને બાયોકેમિકલ ઓકસીજન ડીમાન્ડ (BOD) કીટેકટેબલ સ્તરથી નીચે (નદીનું દાખલ સ્થળ) અને DO 3.9 અને BOD 12 (નદીની બહારનું સ્થળ) દર્શાવેલ હતું. પરંતુ સાબરમતીના પાણીમાં FCOL અને TCOLની હાજરીને કારણે રહેલી મલીનતા અંગે મહાનગરપાલીકાએ ચુપકદિ સાધી હતી.
નદીના પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ ભયજનક સ્થિતિએ વધ્યું હતું. જે BOD- 5થી 87 (290 ટકા) FCOL 23થી 4300 (860 ટકા) અને TCOL 93થી 24000 (480 ટકા) જેટલું માન્ય ધોરણો અનુક્રમે 30.500 અને 5000 સામે નદીએ શહેરની સીમા છોડી તે સ્થળે નોંધ્યું હતું.
આમ નદીના પ્રદુષણના પ્રમાણમાં વધારો થયો હતો જેને કારણે સાબરમતી શુદ્ધિકરણ યોજનાનો ઉદ્દેશ માર્યો ગયો હતો. નકકી કરેલા પરીમાણો સિદ્ધ ન થવા અંગેના કારણો દફતર પર મળ્યા ન હતા.
સપ્ટેમ્બર 2011માં ચાર સાર્વજનિક જળ શુદ્ધિકરણ યંત્રણા (CETP)માં ઔદ્યોગિક કચરાની શુદ્ધિ નીયત ધોરણો પ્રમાણેનો ન હોઈ, મહા પાઈપલાઈન દ્વારા વહેતુ અશુદ્ધ પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ધારાધોરણો મુજબનું ન હતું.
સાર્વજનીક જળ શુદ્ધિકરણ યંત્રણા (CETP)ની ક્ષમતામાં વધારો કરી તેના દ્વારા ઔદ્યોગિક કચરા વાળા પાણીની શુધ્ધતાની ગુણવત્તા સુધારી મહાપાઈપલાઈનના પાણીની ગુણવત્તા સુધારવાની યોજના હાથ ધરવામાં આવેલી છે. આથી સ્પષ્ટ થતું હતું કે, સઘળા જ પરિબળોને ધ્યાનમાં લીધા વગર જ સાબરમતી સરિતા સંરક્ષણ યોજના હાથ ધરાઈ હતી અને તેટલે અંશે આયોજન અને યોજનાના વ્યા૫મા ખામી રહી હતી.
સાબરમતી સરિતા સંરક્ષણ યોજનાનું આયુષ્ય 20થી 25 વર્ષનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારે ઉભી થયેલી અસ્કયામતોની કામગીરીની, તેમજ તેના મહત્તમ ઉપયોગ અંગેની જાણકારી માટે કોઈ મોજણી કરી હોય તેવું દફતર ઓડિટ દરમિયાન રજૂ કરવામાં આવ્યુ ન હતું. આથી મીલ્કતો ઉભી કરવામાં રૂ. 95 કરોડનો ખર્ચ કર્યા પછી પણ સરકારને તેની અસરકારક કામગીરીની જાણ ન હતી.
ગોરવા તળાવ
ગટરના અશુદ્ધ પાણી કે ઔદ્યોગિક કચરા યુક્ત પાણીને જળાશથમા નિકાલ કરવા પર 1974માં પ્રતિબંધ લદાયો હોવા હોવા છતા 10 નગરપાલિકા દ્વારા ગંદા પાણીનો નિકાલ સીધો જ જળાશયોમાં કરવામાં આવતો હતો.
ગૌરવા તળાવની આજુબાજુની ઝૂપડપટ્ટી અને કતલખાનાઓ તેમનો પરગયું, અશુધ્ધ કચરો, અશુધ્ધ અને ગંદુ પાણી, કતલખાનાનો બગાડ ઈત્યાદી તળાવમાં ઠાલવતા હતા. ગોરવા તળાવ છલકાઈ જવાની વહેતું પાણી ગોત્રી તળાવમાં જતું હતું. તે જળાશયોને પણ પ્રદૂષિત કરતું હતું. ગોત્રી તળાવના પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી ન હોઈ ગોરવા તળાવના છલકાવવાથી ગોત્રી તળાવના પાણીમાં થયેલ પ્રદૂષણ અંગેની જાણ ઓડિટને મળી શકી ન હતી.
ઔધોગીક કચરાની શુદ્ધિકરણ યંત્રણાની (CETP)કાર્યક્ષમતા
રાજયમાં સને 2000ના અંતે 3 હજાર મોટા અને રૂા. 1 લાખ 69 લાખ લઘુ ઉદ્યોગોનો સમાવેશ કરતા 83 ઔદ્યોગિક કલસ્ટર હતા.
આ સંખ્યામાં વધારો થઈ સને. 2010ના અંતે 9 હજાર મોટા અને રૂા. 3 લાખ 13 હજાર લઘુ ઉદ્યોગોની થઈ હતી. મોટા ઉદ્યોગો ઔદ્યોગિક કચરાના શુદ્ધિકરણ માટે પોતાના વ્યક્તિગત કચરાના શુદ્ધિકરણની યંત્રણા(ETPS) સ્થાપી શુદ્ધ થયેલા ઔદ્યોગિક કચરાને સલામત રહેતી નદીઓ નહેરો અને દરિયાની ખાડીમાં નિકાલ કરતા હતા. લઘુ ઉદ્યોગો માટે સાર્વજનિક ઔદ્યોગિક કચરાના શુદ્ધિકરણની સ્થાપના (CETP) સંયુકત રીતે કરવામાં આવી છે.
કેન્દ્રની 25 ટકા અને રાજ્યની 25 ટકા સુધીની નાણાંકીય સહાય (CETP) માટે અપાતી હતી. બાકીની રકમનો ફાળો લાભાર્થીઓ એ આપવાનો હતો. લઘુ ઉદ્યોગોની કોઈ અરજી ડીસેમ્બર 2010માં પડતર ન હતી.
પરાંદગી કરાવેલ 13 CETP ઓના દફતરની ચકાસણીમાં જણાવવામાં આવ્યું હતું કે અંકલેશ્વર, સાણંદ, વાપી અને વલસાડ CETPમાં અંદર જતાં પાણીમાં ઔદ્યોગિક કચરાના ધોરણો CPCBના નીયત ધોરણો કરતા ઘણા વપુ હતા. જે દર્શાવે છે, કે વ્યક્તિગત સભ્યો પાણી CETPમાં મોકલતા પહેલા કચરાનું પ્રાથમિક સુધીકરણ યોગ્ય રીતે કરતા ન હતા.
કોઈપણ CETPદવારા નિકાલ કરવામાં આવતા ઔદ્યોગિક શુદ્ધિકરણનું કચરાનું ધોરણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ નકકી કરેલા પ્રમાણે ન હતું. મોટાભાગના ધોરણ સામાન્ય સ્તરથી ઘણા વધુ હતા.
CETPમાં કચરાનું થતું શુદ્ધિકરણ બિનઅસરકારક હતું જેને કારણે તેમાં શુદ્ધ કચરાનો નીકાલ કરવામાં આવતો તેવા કુદરતી જળસ્ત્રોતો પ્રદુષિત થતાં હતાં.
મત્સ્ય ઉદ્યોગ
વેરાવળ CETPમા 59 મત્સ્યોદ્યોગના સભ્યોનું ગંદુ પાણી આવતું હતું, શુદ્ધ કરેલ કચરો પાણીનો આખરી નિકાલ બંદર વિસ્તારમાં ભૂગર્ભ પાઈપલાઈન દ્વારા સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (CSMCRI)ભાવનગર દ્વારા દર્શાવાયેલા અને ગુજરાતપદુષણ નિયંત્રણ દ્વારા મંજુર થયેલા સ્થળે કરવામાં આવતો હતો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના દફતર પરથી અમને જાણવા મળ્યુ કે 411 એકમો કે જેઓ CETP ના સભ્યો ન હતા તે પૈકી એક યા બીજા એકમો કોઈપણ જાતની પુર્વ શુદ્ધિકરણની પ્રક્રિયા વગર અશુધ્ધ પાણી સીધું જ ખુલ્લા વોકળામાં છોડતા હતા. આ હકીકત આરોગ્ય માટે જોખમ કારક બનાવ સાથે જીઆઈડીસી આજુબાજુના વિસ્તારનું પર્યાવરણ ખરાબ કરવા માટે પણ જવાબદાર હતી.
સાણંદ CETP
સાણંદ CETPમાં સભ્ય ઔદ્યોગિક એકમોનો કચરો એકઠો કરવામાં આવતો હતો અને સીમેન્ટની ટાંકીમા ભેગા થયેલા પાણીનું ખુલ્લા આકાશમા બાષ્પીભવન કરવામાં આવ્યું હતું. નીચે ઠરેલ ભીના કદડાને ભઠીમા બાળી બચેલો સુકો ભૂકો કોથળામા ભરી તેને ટ્રીટમેન્ટ સ્ટરીલાઈઝેશન ડિસ્પોઝલ ફેસીલીટી (TSDF)ની જગ્યાએ લઈ જવાનો થતો હતો TSDFમાં કચરો વહન થાય તે વચ્ચેના સમયમાં ભીનો કદડો સીમેન્ટના પાકા ઓટા વાળા બંધ છાપરામાં એકઠો કરવાનો થતો હતો આ આખી પ્રક્રિયાની દેખરેખ રાખવાની જવાબદારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની હતી.
સાંણદ CETPની સ્થાપના જીઆઈડીસીમાં આવેલ 49 ઔદ્યોગીક એકમ દવારા સંયુકત રીત સપ્ટેમ્બર ૨૦૦૨મા કરવામાં આવી હતી. CETPના ઓડિટે જાન્યુઆરી 2011માં લીધેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે અશુદ્ધ પાણીનો વિશાળ જથ્થો સંગ્રહ હતો. કોથળામાં ભરેલો ભીનો કદડો ભઠ્ઠીની બાજુમા જમીન પર જ રાખવામા આવ્યો હતો. જેને કારણે ભૂગર્ભ જળમાં પ્રદૂષણ પેસવાનો ખતરો ઉભો થયો હતો.
જીઆઈડીસીની પાઈપલાઈનમાં અશુદ્ધ ઔદ્યોગિક કચરો સીધો જ ઠાલવવામાં આવતા FETPતરફ ઔદ્યોગિક કચરાને લઈ જતી પાઈપ લાઈન બંધ થઈ જતી હતી. ઔદ્યોગિક એકમો દ્વારા ઔદ્યોગિક પ્રદુષલવાળું ગંદુ પાણી ટેન્કર દ્વારા નજીકની દરિયાઈ ખાડીમાં છોડવામાં આવતું હતું.
પ્રદુષીત પાણી પીવાને કારણે જાનવરોના મૃત્યુ થયાના બનાવો સાથે ભૂગર્ભ જળની ગુણવત્તા પર વિપરીત અસર થઈ હતી.
તાપી
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના દફતર પરથી અમે નોંધ્યું હતું કે, હજારા સ્થિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લીમીટેડ ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી. ભારત પેટ્રો-કેમિકલ્સ કંપની લિમિટેડ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, ક્રિન્કો લીમીટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, એસ્સાર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવા મહા ઉદ્યોગો કચરો, શુદ્ધ કર્યા પછીનું પાણીનું પાણી તાપી નદીના મુખ પ્રદેશમાં છોડતા હતા નિકાલ કરેલ પાણીમાં હાઈડ્રોકાર્બનની મોટા પ્રમાણમાં હાજરી હોવાને કારણે 2007-08 અને તે પહેલા મોટા પ્રમાણમાં જળચર પક્ષીઓના મૃત્યુ નોંધાયા હતાં.
ઓગષ્ટ 2009માં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ હજીરા વિસ્તારના ઔદ્યોગિક એશોશીયેશન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફી (NIO)સુચવે તેવા નિશ્ચિત સ્થળે સમુદ્રની મધ્યમાં પાઈપલાઈન દ્વારા સમગ્ર ગંદા પાણીની જળરાશીનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ઔદ્યોગિક એસોસિયેશન દ્વારા પોતાના શુદ્ધ કરેલા પાણીને સમુદ્રની મધ્યમાં છોડવાના સ્થળે છોડવામાં આવતા હતા.
જે જળચર સૃષ્ટિ માટે પાતક એવા ઉંચા હાઈડ્રોકાર્બન સ્તર વાળા પાણીથી નદીના પાણી પ્રદૂષિત થયા હતા.
આ અંગે સરકારે સપ્ટેમ્બર 2011માં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા (NIO)ને તાપી અને મીંઢોળા નદીના મુખ પ્રદેશ માટે સંશોધનાત્મક અને દેખરેખને લગતો અહેવાલ બનાવી આપવાની વિનંતી કરેલી છે.
ધાંગધ્રા કેમિકલ
મીઠા આધારિત કેમીકલ બનાવતી ધાંગધ્રા કેમિકલ લિમિટેડ તેના ઔદ્યોગિક કચરા વાળુ પાણી 22 કી.મી લાંબી પાઈપલાઈન થકી કચ્છના નાના રણમાં નિકાલ કરતી હતી. દફતરની ચકાસણી દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ પાઈપ લાઈનમા ઘણી જગ્યાએ ભંગાણ થવાથી ગંદુ પાણી વરસાદના પાણી સાથે ભળી જઈ હેઠાણમાં રહેલા ચેકડેમમાં સંગ્રહાયેલા પાણીને પણ દૂષિત કરતું હતું. આને કારણે ધાંગધ્રા નજીકની ફુલ્કુ નદીમાં અશુધ્ધ પાણીનું વહેણ હોય નદીકાંઠાની ખેત જમીનને નુકસાન થવાથી તે ખેતી માટે લાયક રહી ન હતી.
પાઈપલાઈનનું સમારકામ માત્ર કાગળ પર જ થયું હોવાની અને ભંગાણ થયેલી પાઇપલાઇનમાંથી ગંદુ પાણી ઘણી જગ્યાએ વરસાદના પાણીમાં ભળી જઈ ચેકડેમમાં વહી જતું હોવાની ફરીયાદ સ્થાનિક ધારાસભ્યએ ઓગસ્ટ 2010માં કરી હતી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરેલી તપાસ અને સ્થળ નિરીક્ષણ દરમિયાન પણ જણાયું હતું કે અશુદ્ધ પાણીનો નદીમાં સીધા જ નિકાલ થતો હતો. શુદ્ધ કરેલ પાણી ફુલ્કુ નદીમા વહાવવાને બદલે તેનો નિકાસ કચ્છના નાના રણમાં કરવાનો અહેવાલ ઓગસ્ટ 2010માં આપ્યો હતો. જેનો સરકારે બચાવ કર્યો હતો.
જેતપુર
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સાથે 1050 એકમો જોડાયેલા છે. એસોસિએશન દ્વારા તેના સભ્ય એકમો માટે સાર્વજનિક જળ શુદ્ધિકરણ યંત્રણા (CETP) સ્થાપવામાં આવેલી છે. ભાદર નદીની સમાંતર બાંધેલા ખુલ્લી ગટર દ્વારા અશુધ્ધ પાણી CETP સુધી વહાવવામાં આવતું હતું. CETPમાં શુદ્ધ થયેલા પાણીને પાઈપલાઈન દ્વારા તળાવમાં લઈ જવામાં આવતું હતું.
ખુલ્લી ગટરમા જામી જતો કદડો નિયમિત રીતે કાઢવામાં આવતો ન હતો. જેને કારણે ગટરમાંથી ઉભરાતું ગંદુ પાણી ભાદર નદીમાં ભળતું હતું. આથી નદીના પાણી પ્રદૂષિત થવા ઉપરાંત કાંઠા પર થતી ખેતીને પણ નુકસાન થયું હતું.
સરકારે સપ્ટેમ્બર 2011માં જણાવ્યું હતુ કે, ગટરના પાણી ઉભરાવા અંગેની કોઈ ફરીયાદ 2011માં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને મળી ન હતી. જે ખોટો જવાબ હતો.
સુરત
કડોદરા, પડેંસરા, પલસાણા અને સચિન (સુરત) જીઆઈડીસીમાં 1051 ઔદ્યોગિક એકમ આવેલા છે. આ એકમોનો અશુદ્ધ ઔદ્યોગિક કચરો પાંચ CETPમાં શુદ્ધ થતો હતો. કચરો શુદ્ધ થયેલું પાણી મીઢોંળા નદીના મુખથકી દરિયાઈ ખાડીમાં ઠલવાતું હતું.
ગંદો કચરો લઇ જતી પાઈપલાઈનમાં થણી જગ્યાએ વારંવાર ભંગાણ થતું હતું. અશુધ્ધ પાણી નદીમાં સીધુ જ વહી જઈ દરિયાઈ ખાડીમાં ભળતું હતું. પરંતુ અશુધ્ધ પાણી નદી અને દરિયાઈ ખાડીમાં ભળી જવાથી થતી વિપરીત અસર અંગે કોઈ મોજણી થઈ ન હોવાથી અશુદ્ધ ગંદકીની જળચર સૃષ્ટિ પર થતી અસર અંગે ઓડિટને ભાળ મળી ન હતી.
જળ ગુણવત્તા સમીક્ષા સમિતિ
રાજય સરકારે જળ પ્રદૂષણને લગતી બાબતોની જવાબદારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને વન અને પર્યાવરણ વિભાગને સોંપી હતી. જળ ગુણવત્તા સમીક્ષા સમિતિ (WORC)ની સ્થાપના 2002ના વર્ષમાં એક મધ્યવર્તી સંસ્થા તરીકે કરવામાં આવી હતી. જે અહેવાલોના સંકલન, અને અમલકર્તા અને પરીક્ષણ સંસ્થાઓની મીટીંગ યોજવા માટે જવાબદાર હતી. પરંતુ ફેબ્રુઆરી 2009મા (WORC) એ રજુ કરેલી ટૂંકી નોંધ દ્વારા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2003 અને 2011ના સમયગાળા દરમ્યાન (WQRC)ની માત્ર છ મીટીંગ યોજાઈ હતી. બાકીના 6 વર્ષમાં એક પણ મીટીંગ કરવામાં આવી ન હતી. તદુપરાંત મીટીંગમાં લેવાયેલા નિર્ણય ઉપર થયેલી કાર્યવાહી અંગેનું કોઈ દફતર ઓડિટને રજુ કરેલું ન હતું.
ભુગર્ભજળના પ્રદૂષણ માટે દેખરેખ માળખું
ફલોરાઈડ, ખારાશ, કલોરાઈડ, આયર્ન, નાઈટ્રેટ જેવા પ્રદુષકોના ભુગર્ભજળ પ્રદુષિત થયેલ હોવા જળ સંસાધન વિભાબ દવાશ ભુગર્ભજળના પ્રદૂષણનો અટકાવ કે નિયંત્રણ અર્થે કોઈ નિષેધાત્મક કે પુનઃ સ્થાપનના કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો ન હતો.
રાજ્ય સરકારે ભુગર્ભજળના પરીક્ષણ માટે પસંદ કરેલી જગ્યાએ કૂવાઓ પણ ખોદ્યા હતા. પરંતુ 443 પૈકીના 86 કૂવા (બોરવેલ) જે 19 ટકા અને 6434 પૈકીના 220 ખુલ્લા કૂવા (34 ટકા) કપુરાઈ ગયા હતાં અથવા તો સુકાઈ ગયા હતા. આ કૂવાને ફરીથી ખોદવા અંગેની કોઈ કાર્યવાહી થઈ ન હતી.
સમાપન
શુદ્ધ,સલામત અને પર્યાપ્ત ચોખ્ખુ પાણીએ સજીવસૃષ્ટિ,માનવજીવન અને અન્ય જાતોની હૈયાતી માટે મહત્વનું તત્વ છે. જળપ્રદુષણ અને મલીને તત્વો,માનવ આરોગ્ય અને ઇકોસિસ્ટમ આધારભૂત પ્રણાલીનો નાશ કરવા સાથે પ્રાકૃતીક જૈવ વિવિધતાની સાંકળ નબળી પાડે છે. જળ પ્રદૂષણનું રોગોની વૃધ્ધિ અને મનુષ્ય, પ્રાણી,,છોડવાઓ અને વનસ્પતિના મૃત્યુંનું નિમિત બને છે. રાજયમાં આવેલી નદી ઓ અને ભૂગર્ભજળની ગુણવત્તા અંગેની સુચી રાજય સરકારે બનાવેલ હતી. પરતું સરોવરોની માત્ર સૂચિ બનાવી તેના પાણીની ગુણવત્તા અંગેની મોજણી કરેલી ન હતી. નદીઓ સરોવરો અને ભૂગર્ભજળમાં ભળી ગયેલા પ્રદૂષણ અને તેની માનવજીવન પર થતી અસરો અંગેની મોજણી કરવામાં આવી ન હતી. નદીઓ અને સરોવરોના જળ પ્રદૂષણને કારણે જેના પર ખતરો ઊભો થઈ શકે છે, તેવા જળચર, પક્ષીઓ, છોડવાઓ અને પ્રાણીઓની ઓળખ સરકાર દ્વારા કરવામાં આવી ન હતી, તદઉપરાંત પ્રદુષિત પાણીને કારણે માનવ જીવન પર ઉભા થયેલા જોખમ અંગે સરકાર તદ્દન અજાણ રહી હતી. આવી કોઈ મોજણી થઈ ન હોવાને કારણે અયોજનની ગુણવત્તા નબળી રહી હતી. તદુપરાંત રાજયએ પ્રદુષણ નિયંત્રણ અંગેની કોઈ નીતિ ઘડી ન હતી.
અમલીકરણમાં ઘણું કરવાનું બાકી હતું. પસંદ કરાયેલા અમદાવાદ સ્થિત સાબરમતી નદી પ્રદુષણ નિયંત્રણ કાર્યક્રમ આમતો કાર્યશીલ હતો પરંતુ તેનાથી પ્રદૂષણનું સ્તર નકકી કરેલા ધોરણો પ્રમાણે નીચુ લાવવામાં સફળતા મળી ન હતી. સાબરમતીના પાણીની હાલની સ્થિતિ ગંદકી જન્ય કે પાણીજન્ય રોગને આમંત્રે તેવી અને શહેરની સરહદ બહારના વિસ્તારમાં સેન્દ્રિય તત્વવાળા પ્રદૂષણ ફેલાવવા જવાબદાર હતી.
ભૂગર્ભજળની બગડતી સ્થિતિ ને અટકાવવા માટેના કોઈ પગલા સરકાર દ્વારા ભરવામાં આવ્યા ન હતા ઉદ્યોગો દવારા ગેરકાયદે છોડવામાં આવતા અશુદ્ધ ઔદ્યોગિક કચરા મુક્ત પાણી પર અંકુશ લેવાના પગલાંઓમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ નિષ્ફળ ગયું હતું. પાણીની ગુણવત્તા પર યોગ્ય દેખરેખની વ્યવસ્થા ઉભી કરી ગુલ્લવતા અંગે ચોકસાઈ રાખવાની કોઈ વ્યવસ્થા ન હતી. રાજયના જળ પ્રદૂષણ નિયંત્રણ પર દેખરેખ રાખવા જવાબદાર એવી WQRCની કામગીરી બરાબર ન રહી. તેની જુજ મીટીંગ જ યોજવામાં આવી અને તેના આદેશના પાલન અંગેનું કોઈ દફતર નિભાવવામાં આવ્યું ન હતું.
ભલામણો
દરેક નદી અને સરોવર સંલગ્ન જળચરની પ્રજાતિની ઓળખ કરવી જરૂરી છે.
જળાશયોના પદુષણને કારણે જેના પર જોખમ ઊભું થયેલું છે. તેવી વનસ્પતિ અને જળચર સૃષ્ટિ, અને પ્રાણીઓની ઓળખ કરવી જરૂરી છે.
નદીઓ, સરોવરો અને ભુગર્ભજળને પ્રદુષિત કરતા પ્રદુષકોની સંપૂર્ણ મોજણી કરી, પ્રદુષણમાં વધારો કરતી માનવીય પ્રવૃત્તિઓ ઓળખી કાઢવી જરૂરી છે.
WQRC દવારા જળ પ્રદૂષણ ને લગતા કાર્યક્રમોનું અમલીકરણ અને તેની દેખરેખ વ્યવસ્થા સુદૃઢ બનાવવી જરૂરી છે.
કેન્દ્રિય સહાયનો લાભ લેવા માટે જેમા સુધારવાની જરૂર છે. તે વધારેમાં વધારે નદીઓ અને સરોવર રાસસંયો અને રાષ્ટ્રીય સરોવર સંરક્ષણ યોજનામાં આવરી લેવા જરૂરી છે.
ગટર અને ઔદ્યોગિક કચરાના શુદ્ધિકરણ માટેનું માળખું સુદૃઢ બનાવવું જરૂરી છે. તેમજ હયાત STP અને CETPમાં મલીનતાના ધોરણો જળવાઈ રહે તેવી સુધારણા કરવી જરૂરી છે.