વિદેશ જતા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સંખ્યા 40 ટકા ઘટી

વિદેશનું શિક્ષણ મેળવવા જતાં વિદ્યાર્થીઓમાં 8 ટકા ગુજરાતના Gujarat University’s number of students going abroad for education has declined by 40 percent

અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2025
ગુજરાતમાંથી અમેરિકા, કેનેડા, યુકે, જર્મની અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાંથી 8 લાખ વિદ્યાર્થિઓ વિદેશ ભણવા માટે ગયા હતા જેમાં ગુજરાતના 8 ટકા હતા. તેની સામે વિશ્વમાંથી 40 હજાર વિદ્યાર્થિઓ ભારતમાં અભ્યાસ માટે આવે છે. આમ ભારત શિક્ષણમાં વિશ્વગુરૂ બની શક્યું નથી. ગુજરાતના 64 હજાર વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ ગયા હતા.

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષમાં વિદેશી તપાસ વેરીફીકેશન અને ટ્રાન્સક્રિપ માટે અરજીઓ એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં 14 હજાર 864 વિદ્યાર્થીઓએ કરી હતી.
એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં 18 હજાર 237 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.
એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીના એક વર્ષમાં 11 હજાર 71 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.
એપ્રિલ 2025થી ઓગસ્ટ 2025ના પાંચ મહિનામાં 4 હજાર 66 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.
અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા નિયમો બદલાતા ઘટાડો થયો છે.

દેશ
નાના શહેરો અને નગરોમાંથી ઓછી આવક ધરાવતા પરિવારોના 30% બાળકો અભ્યાસ માટે વિદેશ જતા હતા. આ સંખ્યા બમણી થઈને 60% થઈ ગઈ છે. આ બાળકો પોતાનું ઘર કે ખેતીની જમીન ગીરો મૂકીને વિદેશ જતા રહે છે.
ઓછા ખર્ચે ભણી શકાય તે માટે ચાર મોટા દેશો કરતા નાના દેશો વધુ માફક આવે છે. ભારતના ઘણા સ્ટુડન્ટને વિદેશમાં ભણવું છે પરંતુ ખર્ચ કરવાની કેપેસિટિ લિમિટેડ છે તેથી તેઓ યુએસ, યુકે, કેનેડા સિવાયના વિકલ્પો શોધે છે.ઈકોનોમિક રીતે જાેવામાં આવે તો પણદુબઈ, સિંગાપોર, ચિલી, સાઉથ કોરિયા, જર્મની જાય છે.

ભારતમાં આવતાં વિદેશી વિદ્યાર્થિઓ
2021માં 22 હજાર 159 વિદેશી વિદ્યાર્થિઓ ભારત ભણવા આવ્યા હતા.
2022માં ભારત આવેલા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 31,910 હતી.
2023માં 40 હજાર 431 વિદેશી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં આવ્યા હતા. જ્યારે વિદેશમાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 7 લાખ 65 હજાર હતી.

વિશ્વ વિદ્યાલયો ભારતમાં પ્રતિષ્ઠા ધરાવતી નથી
યુનિવર્સિટીઓની સંખ્યા 2014-15માં 760 હતી. 2021-22માં 1168 હતી.
2014-15માં 38,498 કોલેજો હતી. 2021-22માં 45,473 હતી.
ઉચ્ચ શિક્ષણમાં 2014-15માં 3.42 કરોડ વિદ્યાર્થીઓ હતા. 2021-22માં 4.33 કરોડ થયા હતા.

ભારતમાંથી
2023માં 8,92,989 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. પાંચ વર્ષમાં વિદેશ જતા 29 લાખ 33 હજાર 899 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા.
2017માં 4.54 લાખ
2018માં 5.17 લાખ
2019માં 5,86,337
2020માં 2,59,655
2021માં 4,44,553
2022મા 7,50,365
2023મા 8,92,989

કયા રાજ્યના વિદ્યાર્થીઓ
Indian Student Mobility Report 2023 પ્રમાણે આ આંકડા છે.
રાજ્ય વિદ્યાર્થીઓ(%)
પંજાબ 12.05
આંધ્રપ્રદેશ 12.05
તેલંગાણા 12.05
મહારાષ્ટ્ર 12.05
ગુજરાત 8
દિલ્હી/NCR 8
તમિલનાડુ 8
કર્ણાટક 6
અન્ય 33

2022
કયા દેશમાં ગયા
અમેરિકા 4.65 લાખ
કેનેડા 1.83 લાખ
યુએઈ 1.64 લાખ
ઓસ્ટ્રેલિયા 1 લાખ
સાઉદી આરબ 65 હજાર
બ્રિટન 55 હજાર
જર્મની 35 હજાર