- ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિકારો સહિત સૌને પાંચ કિલોમીટર વિસ્તારમાં બેન્ક બનાવો
- ‘નલ સે જલ’, સોલાર રૂફટોપ, મત્સ્યોદ્યોગથી બ્લ્યુ ઇકોનોમીના ક્ષેત્રોમાં બેન્કો ફાયનાન્સ સહયોગ કરે
- નાબાર્ડે માઇક્રો ઇરીગેશન માટે મંજુર કરેલા રૂ. ૭૬૪ કરોડ રાજ્યના કિસાનો માટે લાભદાયી બનશે
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020
પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમીના લક્ષ્યાંકમાં દોઢ ટ્રિલીયન ડોલરનો લક્ષ્ય ગુજરાત નક્કી કરીને એકસપોર્ટ ઓરિએન્ટેડ હોલીસ્ટીક એપ્રોચથી પાર પડાશે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કૃષિકારો સહિતના સૌને પાંચ કિ.મી. વિસ્તારમાં બેન્કીંગ સેવાઓ મળે તેવું આયોજન કરીને અંતિમ વ્યકિત સુધી ફાયનાન્સ પહોચાડવાનું દાયિત્વ બેન્કોએ નિભાવવું જરૂરી છે. ગ્રામીણ ક્ષેત્રના ગરીબો સહિત છેવાડાના માનવીઓની મૂળભૂત આર્થિક-નાણાંકીય આવશ્યકતાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સેવાઓનો વ્યાપ વિસ્તારવા બેન્કો કામ કરે એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં નાબાર્ડ આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારમાં સંબોધનમાં જણાવ્યું હતું.
ગુજરાતે કૃષિ ઉત્પાદન, રોજગારી સર્જન, FDI, પ્રોડકશન આઉટપૂટ અને એકસપોર્ટ સહિતના ક્ષેત્રોમાં અગ્રેસરતાથી દેશનું દિશાદર્શન કર્યુ છે. સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી રાજ્યના હરેક વર્ગના વિકાસની પ્રતિબદ્ધતા રાજ્ય સરકારની છે.
રાજ્યમાં વ્યકિતગત માથાદીઠ આવક વૃદ્ધિ માટે નાબાર્ડ જેવી કૃષિ-ગ્રામીણ વિકાસ બેન્કોનો સહયોગ આવશ્યક છે. નાબાર્ડે ગુજરાતમાં ૮૪ ટકા ક્રેડીટ લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. હજુ પણ જે જિલ્લાઓમાં લક્ષ્યાંક પાર ન પડયો હોય ત્યાં નાબાર્ડ અને અન્ય બેન્કો એગ્રેસીવલી ઇનીશ્યેટેીવ્ઝ લે તે જરૂરી છે.
.
મત્સ્યોદ્યોગથી બ્લ્યુ રિવોલ્યુશન માટેના આયોજનોમાં ફાયનાન્સીંગ હેતુસર નાબાર્ડ સહિતની બેન્કો આગળ આવે તેવી અપિલ એ કરી હતી.
‘‘નલ સે જલ’’ યોજના તહેત પેય જળ પહોચાડવા, માઇક્રો ઇરીગેશન તથા સોલાર રૂફટોપ જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમોમાં અને અર્બન-રૂરલ બંને ક્ષેત્રોના ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ અને સખીમંડળો, સેલ્ફ હેલ્પ ગૃપને માઇક્રો ફાયનાન્સીંગ માટે બેન્કોનો સહયોગ મળવો જોઈએ. માઇક્રો ફાયનાન્સ માટે બેન્કોને ૩૬૦ ડિગ્રી ચેન્જ લાવી ફાયનાન્સીંગ માટે બેન્કર્સ કામ કરે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશના ધરતીપુત્રોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના સંકલ્પમાં નાબાર્ડ સૌથી મોટું યોગદાન આપે છે.
ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, સેલ્ફ હેલ્પ ગૃપ સહાય, કિસાન કલ્યાણ યોજનાઓ, એગ્રીકલ્ચર ફાયનાન્સમાં ફંડીંગનું કામ નાબાર્ડ સુપેરે નિભાવે છે. એટલું જ નહિ, આ વર્ષમાં મોટા પ્રોજેકટમાં પ્રત્યક્ષ – સીધી રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભૂં કરવામાં પણ તેની મહત્વની ભૂમિકા છે.
નાયબ એ નાબાર્ડે ૭૬૪ કરોડ રૂપિયા માઇક્રો ઇરીગેશન માટે મંજુર કર્યા છે તે રાજ્યના કિસાનો માટે લાભદાયી બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. ગ્રામીણ વિસ્તારોના SHG ગૃપને નાણાંકીય સહાય અને રોજગારી વૃદ્ધિના કાર્યોમાં નાબાર્ડ હજુ વધુ સહયોગ કરે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.
કૃષિમંત્રી આર. સી. ફળદુ, રાજ્યમંત્રીઓ સર્વ જયદ્રથસિંહ પરમાર, ઇશ્વરસિંહ પટેલ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
એ કૃષિ-ગ્રામીણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા બેન્કીંગ કર્મીઓનું અને ધિરાણ સહાય રીપેમેન્ટમાં અગ્રેસર રહેલી SHG બહેનોનું સન્માન કર્યુ હતું.
નાબાર્ડના ચીફ જનરલ મેનેજરએ સ્ટેટ ક્રેડીટ સેમિનારનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. રિઝર્વ બેન્કના રિજીયોનલ ડિરેકટર પાણીગ્રહીએ બેન્કોની સકારાત્મક ભૂમિકાની છણાવટ કરી હતી.