अमेरिका में घुसने के लिए गुजराती 1 हजार करोड़ डॉलर खर्च करते हैं, गुजराती लोग शोषक हैं, Gujaratis spend 1000CR dollars to enter America, Gujaratis are exploiters
વડોદરા, 9 ઓગસ્ટ 2023
અમેરિકામાં ગેરકાયદે ઘુસતા ભારતીયોમાં સૌથી વધુ ગુજરાતી અને પંજાબીઓ હોય છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસતા ગુજરાતીઓનું શોષણ કરનારા પણ ગુજરાતીઓ જ કરે છે. ગુજરાતીઓ 1 હજાર કરોડ ડોલર અમેરિકામાં ઘુસવા ખર્ચતા હોવાનું અનુમાન છે.
અમેરિકામાં ડ્રગ્સ પછી બીજા નંબર હ્યુમન ટ્રાફિકિંગનો 15 હજાર કરોડ ડોલરનો સૌથી મોટો વ્યવસાય છે. ડ્રગ્સની જેમ જ આ વ્યવસાયને મોટા માફિયા કન્ટ્રોલ કરી રહ્યા છે.
અમેરિકામાં માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) સામે હ્યુમન એડવાઇઝરી કાઉન્સિલના પૂર્વ સદસ્ય અને વડોદરાના મૂળ વતની હેરાલ્ડ ડિસોઝાએ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમેરિકામાં ગેરકાયદે ઘુસી આવેલા લોકો માટે અમેરિકા કઇ રીતે નર્ક બની જાય છે તે અંગે સમજણ આપી હતી. તેઓ આ મુદ્દે લડત આપી રહ્યાં છે.
હેરાલ્ડ ડિસોઝા પોતે 20 વર્ષ પહેલા અમેરિકામાં ઉચ્ચ પગારની નોકરીની લાલચમાં હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બન્યા બાદ અમેરિકામાં રહીને જ લડત ચલાવી અને અસંખ્ય હ્યુમન ટ્રાફિકિંગના ચક્કરમા ફસાયેલા અસંખ્ય પીડિતોને ન્યાય અપાવ્યો છે. તેઓ કહે છે કે ‘અમેરિકામાં ડ્રગ્સ પછી બીજા નંબર હ્યુમન ટ્રાફિકિંગનો 15 હજાર કરોડ ડોલરનો સૌથી મોટો વ્યવસાય છે. ડ્રગ્સની જેમ જ આ વ્યવસાયને મોટા માફિયા કન્ટ્રોલ કરી રહ્યા છે.
હ્યુમન ટ્રાફિકિંગ સામે અમેરિકામાં હજુ કાયદા કડક નથી તેની સામે અવાજ ઉઠાવ્યો છે અને હ્યુમન ટ્રાફિકિંગ કરનારાને 30 વર્ષ સખત કેદની સજાની માગ કરી છે. લાખો રૃપિયા એજન્ટોને આપીને અમેરિકામાં આવે છે. અમેરિકા લિગલી સ્વર્ગ છે તો ઇલલિગલી નર્ક છે.
અહી મોટેલ, ગેસ સ્ટેશન, રેસ્ટોંરા,કન્વેનિયન્સ સ્ટોર, એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રમાં ગુજરાતીઓનો કબજો છે. અમેરિકામાં મજુરી મોંઘી છે એટલે ગેરકાયદે ઘુસતા લોકોને અહી ગુલામની જેમ રાખવામાં આવે છે. ફક્ત ખાવાનું અને રહેવાનું આપવામા આવે છે. 14 કલાક મજુરી કરાવે છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસતા ગુજરાતીઓનું શોષણ ગુજરાતીઓ જ કરે છે.
બરાક ઓબામાં પ્રેસિડેન્ટ હતા ત્યારે તેઓએ હેરાલ્ડ ડિસોઝાની હ્યુમન એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂંક કરી હતી. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેઓની નિમણૂંક કરી હતી.
https://allgujaratnews.in/gj/rajiv-gaba/