ગાંધીનગર, 27 નવેમ્બર 2020
દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત 13 ટકા યોગદાન આપે છે. રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37 ટકા ફાળો એટલે કે 11 ગીગાવોટ ઉત્પાદન છે. દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 89230 મેગાવોટ છે. તેની સામે ગુજરાતે 11264 મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી સેકટરમાં 65 ગીગાવોટની ક્ષમતા પ્રાપ્ત થઇ શકશે.
https://www.youtube.com/watch?v=tsCylHcjusI&feature=youtu.be
રોજગારી સર્જન માટે પણ એક મોટા સેકટર તરીકે ઊભરી આવ્યું છે. સ્વચ્છ ઊર્જા ગ્રીન કલીન એનર્જી માટે રાજ્યમાં સોલાર રૂફટોપ યોજમાં 1.70 લાખ રહેણાંક મકાનોને સૌર ઊર્જા વપરાશ થઈ રહી છે. રેસીડેન્શીયલ રૂફટોપ યોજનામાં 65 હજાર લાભાર્થીઓને આપીને 190 કરોડ રૂપિયાની સબસિડી આપી છે.
2010માં ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની શરૂઆત થઈ હતી. હવે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં 5 હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે.
રાજ્યના ખેડૂતોને સૂર્ય ઊર્જા કેટલી મળે છે તે અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મૌન છે.
100 જેટલી કંપનીઓ દ્વારા તેમની ટેકનોલોજીનું પ્રદર્શન આ વર્ચ્યુઅલ સમિટમાં કરવામાં આવ્યું છે તેમજ વિવિધ દેશો-પ્રદેશોના પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રી, સાયન્ટીસ્ટ અને ઇન્વેસ્ટર્સ સહિત 25 હજારથી વધુ લોકો વર્ચ્યુઅલ સહભાગી થયેલા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય આયોજીત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.