અમદાવાદ, 31 માર્ચ 2023
અમદાવાદમાં માહિતી ખાતીના સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય નિવૃત્તિ થયા છે. હિમાશુ વ્યાસ ગુજરાતના જાણિતા પત્રકારના પુત્ર છે. ગાંધીનગરના પત્રકારોમાં પ્રિય રહ્યાં છે. તેમનો સાલસ સ્વભાવ અને માહિતી આપવામાં હંમેશ મદદરૂપ રહ્યાં છે. તેમણે આરોગ્યની કટોકટીમાં ફસાયેલા ઘણાં પત્રકારોને સરકારી નિયમો પ્રમાણે મદદ કરી હતી. પોતાના સુદીર્ઘ કાર્યકાળ દરમિયાનના ઘણા પ્રસંગો અને ક્ષણો યાદ કરતા હિમાંશુ ઉપાધ્યાય ભાવુક થયા હતા.
સંપૂર્ણ સ્ટાફ પરિવાર વતી નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી નવી ઇનિંગ્સ માટે હિમાંશુ ઉપાધ્યાયને શુભેચ્છા પાઠવી હતી. 30 વર્ષમાં માહિતી વિભાગમાં અનેકવિધ ભૂમિકાઓમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન આપતાં રહ્યાં હતા.
માહિતી વિભાગના ઉતર ગુજરાત વિભાગના સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયને ઉત્તર ગુજરાત વિભાગના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, અરવલ્લી, હિંમતનગર, ભાવનગર, બોટાદ જિલ્લાના માહિતી પરિવારના અધિકારી કર્મચારીએ નિવૃત્તિ શુભેચ્છા પાઠવી હતી.
માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ હિમાંશુ ઉપાધ્યાય સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા હતા.
માહિતી વિભાગના સંયુક્ત સચિવ કે.એલ.પટેલ અને નાયબ સચિવ દીપ પટેલ, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ વગેરે તથા નિવૃત્તિ જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે અમદાવાદ જિલ્લા માહિતી કચેરીમાનભેર વિદાય આપી હતી.