અમદાવાદ, 5 નવેમ્બર 2020
મંદી અને કોરોનાના કારણે ચૂંટણી પ્રચારમાં લોકોની સભાઓ કરવા કરતાં સોશિયલ મિડિયામાં લોકો સાથેનો સંપર્ક એકદમ વધી ગયો છે. ગુજરાતમાં પેટા ચૂંટણી થઈ તેમાં સૌથી વધું લોકપ્રિય નેતા એવા હાર્દિક પટેલે પ્રત્યક્ષ સભાઓ કરતાં તેના સોશિયલ મિડિયામાં જોનારાઓ સૌથી વધું છે. ભાજપ અને કોંગ્રેસના કોઈ એક વ્યક્તિના ભાષણ સૌથી વધું સાંભળેલા હોય એવા યુવા નેતા હાર્દિક પટેલ એક માત્ર છે. મહિને તેના 30 લાખ વ્યુઅર્સ ફેસબુક પર છે. પણ આ ચૂંટણીમાં તેમાં વધારો થયો હતો.
33 લાખ ફોલોઅર્સ
હાર્દિક પટેલના ફેસબુક 11.40 લાખ, 15.70 લાખ ટ્વીટર, 2.66 લાખ ઈન્ટાગ્રમ પર ફોલોઅર્સ છે. કૂલ મળીને 33 લાખ ફોલોઅર્સ છે. છેલ્લે તેમણે કેશુભાઈ પટેલની વિદાયનો ફોટો શેર કર્યો તો તેને 8 લાખ લોકો સુધી રીચ બતાવે છે. allgujaratnews.in
8 દિવસમાં ફેસબુક પર 35 લાખ રીચ
હાર્દિક પટેલે 19 સભા કરી તે તમામ સભાની રીચ લગભગ 35 લાખ થઈ છે. તેની રેલી કરતાં રોડ શો સોશિયલ મિડિયામાં સૌથી વધું પ્રિય જોવા મળ્યો છે. પણ તેની સામે સોશિયલ મિડિયાના ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ મળીને કૂલ એક કરોડ લોકો સુધી તે પહોંચ્યા હોવાનું અનુમાન છે. allgujaratnews.in
તેની સામે ફેસબુક પર મોરબીમાં 2.5 લાખ રીચ, ઘાટીલા 1.50 લાખ, બગસરા 1.50 લાખ, કરજણ 1.97 લાખ, કપરાડા 2.43 લાખ, ડાંગ 1.96 લાખ, ગઢડા 1.45 લાખ, ચૂડા 1.68 લાખ જેની રીચી તેની સભાની હતી. આટલા લોકો સુધી તેની વાત પહોંચી હતી.
સભામાં સમાપ્ત
હાર્દિકની કરજણની સભામાં સૌથી વધું 10 હજાર લોકો હાજર હતા. બગસરામાં 5 હજાર, સામાપરમાં 1500 લોકો હતા. તેની સામે તેની જાહેર સભા, રોડ શો, રેલીમાં 1500થી 10 હજાર સુધી લોકો આવ્યા હતા. તેની બધી 19 સભા કે રોડ શો મળીને 50થી 60 હજાર લોકો આવ્યા હશે.
આમ હવે રેલી-રોડ શો કરતાં સોશિયલ મિડિયા ચૂંટણી માટે શ્રેષ્ઠ પ્રચારનું સાધન આ કોરોના યુગમાં જોવા મળ્યું છે. allgujaratnews.in
સૌથી વધું નફો
આમ થવાના કારણે વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીએ 3 મહિનામાં સૌથી વધુ નફો મેળવ્યો છે. મંદી છતાં ટેકનોલોજી કંપનીઓની આવક અને નફામાં નવેમ્બર 2020માં અસાધારણ વધારો નોંધાયો છે. દુનિયાની મોટી 5 ટેકનોલોજી કંપનીઓ માઈક્રોસોફ્ટ, એપલ, ફેસબૂક, એમેઝોન અને ગૂગલે મળીને 3 મહિનામાં 52 અબજ અમેરિકી ડોલર એટલે કે રૂ.3900 અબજ નફો કર્યો છે. તેની આવક 20 હજાર કરોડ થઈ છે.
ગુગલ
ગૂગલ (આલ્ફાબેટ)ની આવકમાં 14 ટકા વધી છે. સર્ચ એન્જીન તરીકે 92 ટકા કરતા વધારે લોકો ગૂગલનો ઉપયોગ કરે છે. એપલની 3 મહિનાની આવક 63.5 અબજ ડૉલરથી વધીને 64.7 અબજ ડૉલર થઈ છે.
ફેસબુક
ફેસબૂકની આવક 19.8 અબજ ડૉલરથી વધીને 21.5 અબજ ડૉલર થઈ છે. જેના ગ્રાહકો 2.74 અબજ થયા છે. ફેસબૂક પર પક્ષપાત કરવાનો આક્ષેપ થયો છે. મોટી કંપનીઓએ ફેસબૂક પર જાહેરખબરો બંધ કરી દીધી છે. ફેસબૂકના ડેઈલી એક્ટિવ યુઝર્સ 3 મહિના પહેલા 1.79 અબજ હતા એ વધીને 1.82 અબજ થયા છે. allgujaratnews.in
માઈક્રોસોફ્ટ
માઈક્રોસોફ્ટને 3 મહિનાની આવક 37.2 અબજ ડૉલર, નફો 14 અબજ ડૉલર થયો છે.
એમેઝોન
એમેઝોનની 37 ટકા વધારે આવક થઈ, અઢી લાખ નવી નોકરીઓ આપી હતી. એમેઝોન પાસે અત્યારે 11.3 લાખ ફૂલટાઈમ કર્મચારીઓ છે.