HDFC બેન્કને RBIનો રૂ. એક કરોડનો દંડ

ભારતીય રિઝર્વ બેન્કે એચડીએફસી બેન્કને રૂ.1 કરોડના દંડની કારણ બતાવ નોટીસ મોકલી હતી. ચાલુ ખાતા દ્વારા કરાયેલા નાણાકીય વ્યવહાર ગ્રાહકે જાહેર કરેલી તેમની આવક અને પ્રોફાઇલ કરતાં વધુની હતી. આ ખાતા દ્વારા કરાયેવા નાણાકીય વ્યવહાર અને ગ્રાહકની જાહેર કરેલી આવક, સંપત્તિ અને ગ્રાહકની પ્રોફાઇલથી મેચ કરતી નથી. એમ નોટીસમાં કહેવામા આવ્યું હતું. તમારા ગ્રાહકને ઓળખો નિયમનો પાલન નહીં કરવા બદલ રિઝર્વ બેન્કે એચડીએફસી બેન્ક પર રૂપિયા એક કરોડનો દંડ ફટકાર્યો હતો’એમ મધ્યસ્થ બેન્કે કહ્યું હતું.

2016-17માં બેન્કના સુપરવિઝનમાં જાણવા મળ્યું હતું કે ઇનિશિયલ પબ્લીક ઓફર માટે બિડીંગ કરવા ગ્રાહકો દ્વારા ખોલવામાં આવેલા 39 કરન્ટ ખાતા સબંધીત એચડીએફસી બેન્કે આદેશનું પાલન કરાયું નહતું’. જવાબ અને અંગત સુનાવણીમાં મૌખીક રજૂઆતને ધ્યાનમાં લીધા પછી આરબીઆઇ એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે તમારી પર નાણાકીય દંડ અનિવાર્ય છે. નોટીસમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે તમારી સામે જે પગલાં ભરાય છે તે માત્ર આદેશનું પાલન નહીં કરવા બદલ જ લેવાયા છે અને અમારો ઇરાદો બેન્ક અને તેના ગ્રાહકો વચ્ચે થયેલા કરાર અથવા નાણાકીય વ્યવહારની માન્યતાને રદ કરવાનો નહતો.