21 દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો.
તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24×7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.
સમગ્ર રાજ્યમાં ૬૮ જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે. ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં પ૯ હજાર કિવન્ટલ શાકભાજીની આવક રહી છે. ૧૩૬૫૫ કિવન્ટલ બટાટા, ૪૩પ૦ કિવન્ટલ ડુંગળી, ૬૯૦૦ કિવન્ટલ ટમેટા અને ૩૪૦૦૦ કિવન્ટલ લીલા શાકભાજી આવ્યા હતા.
રાજ્યમાં ૬૧૦ કિવન્ટલ કેળાં, ૯૭૦ કિવન્ટલ સફરજન અને ૧૧૦૦ કિવન્ટલ અન્ય ફળફળાદિ સહિત ર૬૮૦ કિવન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે.
૬૦ લાખથી વધુ પરિવારોના ૩.રપ કરોડ જેટલા લોકોને એપ્રિલ-ર૦ર૦માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનીંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.
રાજ્યમાં દૈનિક પપ લાખ લીટર દૂધ પાઉચનું વિતરણ થઇ રહ્યું છે. જરૂર જણાયે દૂધના ટ્રેટા પેક પાઉચ અને સ્કીમ્ડ મિલ્ક પાવડર મળી રહેશે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આરોગ્ય વિભાગનો કંટ્રોલરૂમ છે જ તે ઉપરાંત, અન્ન-નાગરિક પુરવઠો, પોલીસ, વાહન વ્યવહાર, બંદરો, સાયન્સ ટેકનોલોજી શહેરી વિકાસ, પંચાયત અને ઊદ્યોગ વિભાગના અધિકારીઓ પણ 24×7 કાર્યરત છે.
આ વિભાગોના એક એક નોડલ ઓફિસર્સની સંકલન માટે નિમણૂંક કરવામાં આવી છે.