મગફળીના ઉંચા ભાવ, છતાં નિકાસ ઘટી
मूंगफली की कीमतों भारी, लेकिन निर्यात में गिरावट
peanut prices
10 મે 2022
(દિલીપ પટેલ)
2020-21માં 6.39 લાખ ટન મગફળીની નિકાસ થઈ હતી. આ વર્ષે 7 લાખ ટન નિકાસની ધારણા હતી. પણ તે ખોટી ઠરી છે. મગફળાની તેમાં 40 ટકા ભાવ વધ્યા હોવા છતાં નિકાસ ઘટી છે.
એપ્રિલથી જાન્યુઆરી 2020-21માં માંડ 5.44 લાખ ટન મગફળીની નિકાસ થઈ શકી હતી. જેની નિકાસ કિંમત 4500 કરોડ હતી.
2021-22માં એપ્રિલ-જાન્યુઆરી સુધીમાં 4.42 લાખ ટન નિકાસ થઈ હતી. જે માત્ર 4 હજાર કરોડ રૂપિયાની નિકાસ કિંમત હતી.
આમ આ વર્ષે મઘફળીના સારા ભાવ હોવા છતાં નિકાસમાં મોટો ઘટાડો થયો છે. 1 હજાર કરોડ રૂપિયાની ઓછી નિકાસ થઈ છે.
સિંગતેલના ડબ્બાનો ભાવ 2530 હતો તે 2580 થયો છે. કપાસિયા તેલ ડબ્બાનો ભાવ 2520 હતો તે 2580 થયો.
2021માં ચીનમાં મગફળીની ઊંચી માંગના લીધે છ લાખ ટન સિંગતેલની નિકાસ થઇ, વિશ્વમાં ભારત મગફળીના વાવેતરની દ્રષ્ટિએ પ્રથમ અને ઉત્પાદનની દ્રષ્ટિએ બીજા સ્થાને રહી હતી. ગયા વર્ષે પૂરના કારણે પાડોશી દેશોમાં મગફળીનું ઉત્પાદન ઓછું થતાં ભારતમાંથી સિંગતેલની નિકાસ વધી હતી. અમેરિકા સાથેના વેપાર યુદ્ધને કારણે ચીને અમેરિકાથી આયાત થતાં માલ ઉપર 25 ટકા ડયૂટી લાદી હતી.
2021-22 માટે ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ મળીને કુલ 19.79 લાખ હેક્ટરમાં મગફળીનું વાવતર અને 45 લાખ ટન ઉત્પાદનની ધારણા કૃષિ વિભાગની છે. જેમાં ચોમાસામાં 43.84 લાખ ટન થયું હોવાની ધારણા છે.
દેશમાં 83 લાખ ટન મગફળી પેદે થવાની ધારણા હતી.
ઉનાળુ મગફળી
ઉનાળામાં 53 હજાર હેક્ટરમાં વાવેતરની સામે 1.17 લાખ ટન ઉત્પાદનની ધારણા બાંધવામાં આવી હતી. ઉનાળામાં સામાન્ય રીતે 49 હજાર હેક્ટરમાં વાવેતર થતું હોય છે. તેની સામે હાલ 61 હજાર હેક્ટરનું વાવેતર છે. જેમાં 1.43 લાખ ટન મગળફી પાકવાની ધારણા છે. ઉનાળામાં સૌરાષ્ટ્રમાં નહીં પણ બનાસકાંઠામાં સૌથી વધારે વાવેતર 24 હજાર હેક્ટર થયું છે.
1100થી 1400 ભાવ હાલ છે. ભારે તેજી છે.
છૂટક બજારમાં એક લીટર મગફળી તેલનો ભાવ 182.50 રૂપિયા હતો. 2020માં એક લિટર મગફળી તેલનો ભાવ 147 રૂપિયા હતો. જે 2021માં વધીને 176.28 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
એક મહિનામાં મગફળી સહિતના વિવિધ તેલના ભાવમાં 25થી 40 ટકાનો વધારો થયો હતો.