હવે બાળકોને મનોરંજન પૂરુ પાડશે ડિઝ્ની+ હોટસ્ટાર

13 એપ્રિલ 2020

આ વર્ષે બાળકોને વહેલુ ઉનાળુ વેકેશન મળી ગયુ છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગને લીધે તેઓ ઘરની બહાર જઈ શકતા નથી. હાલમાં જ લોન્ચ થયેલા ડિઝ્ની+ હોટસ્ટાર બાળકોને ઘરમાં જ આકર્ષક મનોરંજન સાથે જોડી રાખશે. ડિઝ્ની+ હોટસ્ટાર વીઆઈપી માટે હિન્દી, તેલુગુ, અને તમિલમાં તેમજ ડિઝ્ની+ હોટસ્ટાર પ્રિમિયમ યુઝર્સ માટે આ તમામ ભાષા ઉપરાંત અંગ્રેજી ભાષામાં મનોરંજનનો લ્હાવો મેળવી શકાશે. વાલીઓ કિડ્ઝ-સેફ મોડમાં વયજૂથ આધારિત કન્ટેન્ટ મેળવી શકશે. જેથી બાળકો શું જોઈ રહ્યા છે. તેની ચિંતા દૂર થશે.

અહીં ડિઝ્ની+ હોટસ્ટાર પર બાળકો માટે ટોપ 10 ફિલ્મો, અને શોની ભલામણ કરવામાં આવી છે.

ધ જંગલ બુક (2016)

ટાઈગર શેરખાનની ધમકી બાદ મોગલી નામનુ બાળક ચિત્તા બઘીરા અને રિંછ બાલુની મદદથી સેલ્ફ ડિસ્કવરીની જર્ની શરૂ કરે છે.

ફ્રોઝન 2

એન્ના, એલ્સા, ક્રિસ્ટોફ, ઓલફ, સ્વેન એરેન્ડેલે છોડી જાદુઈ પ્રાચીન દુનિયામાં મુસાફરી શરૂ કરે છે. પાનખર ઋતુમાં જંગલોમાંથી પસાર થાય છે. જ્યાં તેઓના સામ્રાજ્યને બચાવવા માટે તેઓ એલ્સાની શક્તિને શોધી તેનો ઉપયોગ કરે છે.

ધ લાયન કિંગ

સિમ્બા તેના પિતા રાજા મુફાસાને પોતાના આદર્શ માને છે. તે પોતાના રાજાશાહી વારસાને પોતાનુ ભાગ્ય ગણે છે. પરંતુ રાજ્યમાં તમામ લોકો નવા બચ્ચાની જન્મની નોંધ લેતાં નથી. મુફાસાના ભાઈ સ્કાર અને સિંહાસનના પૂર્વ વારસદાર યોજનાઓ ઘડે છે.

માર્વેલ અલ્ટીમેટ સ્પાઈડરમેન

સ્પાઈડરમેન S.H.I.E.L.D.માંથી ટ્રેનિંગ લેતાં તેના સગીર સાથીઓ સાથે નવી ટીમ બનાવી દુશ્મનો સામે લડાઈ લડે છે.

મિક્કી માઉસ ક્લબહાઉસ

મિક્કી અને તેના મિની, ડોનાલ્ડ, પ્લૂટો, ડૈઝી, ગુફી, પેટે, ક્લારેબેલ, સહિત અન્ય મિત્રો સાથે મળી મસ્તી-મનોરંજન પુરૂ પાડે છે. સાથે સાથે શૈક્ષણિક એડવેન્ચર પણ કરે છે.

ધ ઈન્ક્રેડિબલ હુલ્ક

અમેરિકી સરકારના વૈજ્ઞાનિક બ્રુસ બેનર રાક્ષસની સારવાર કરે છે. જે પોતાનો ગુસ્સો આવે ત્યારે રાક્ષસમાં તબદીલ થાય છે.

ગજુભાઈ

જોલીવુડના સુપરસ્ટાર ગજુભાઈને મળો. જ્યાં બધુ જ આનંદકારક છે. તેઓ બોલિવુડની તમામ બાબતો એક્શન, કોમેડી, ડ્રામા, ડાન્સ, ગીતને આવરી લઈ મનોરંજન પુરૂ પાડે છે. ગજુભાઈ સુપર છે. જેનુ કોઈ એક પરિમાણ નથી.

સિમ્પલ સમોસા

સમોસા હુંફાળા ર્હદય સાથે ઉત્સાહી હીરો છે. જે હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર હોય છે. જેનો તેના નાગરિકોને હંમેશા અનુભવ કરાવે છે. તે સમસ્યાઓને ઉકેલે છે. પરંતુ ઘણીવખત સમોસા પોતાની હીરોગીરીનુ અતિશયોક્તિ કરે છે. પરંતુ તે પરિસ્થિતિનો સામનો કરવા હંમેશા સજ્જ હોય છે.

માર્વેલસ એવેન્જર્સ એસેમ્બલ, માર્વેલ બ્રહ્માંડની સૌથી શક્તિશાળી ટીમ છે. જે પોતાના સાહસની ગાથા વ્યક્ત કરે છે.

લાયન કિંગસ ટીમોન એન્ડ પુમ્બા (Lion King’s Timon & Pumbaa), ટિમોન અને પુમ્બા સાથે લાયનકિંગના વધુ બીજા પાત્રો સાથે મનોરંજન મેળવો.

ડિઝ્ની+ હોટસ્ટાર ભારતમાં પરિવારજનો માટે શ્રેષ્ઠ અજોડ મનોરંજન પૂરુ પાડવાના પ્રતિબદ્ધ સાથે લોન્ચ થઈ છે. જે વિશ્વના શ્રેષ્ઠ સુપરહીરોની ફિલ્મો, અદ્રિતિય એનિમેટેડ ફિલ્મો, બાળકોના લોકપ્રિય પ્રોગ્રામો, હાલમાં જ રિલિઝ થયેલી બોલિવુડ સુપરહીટ ફિલ્મો, હોટસ્ટારના એક્સક્લુઝિવ સ્પેશિયલ શો, અનલિમિટેડ લાઈવ સ્પોર્ટ્સ ચેનલ સાથે ઘણુ બધુ લઈ આવી છે. જાદુઈ દુનિયાની શ્રેષ્ઠ કહાનીઓનો પિટારો લઈ આવ્યુ છે ડિઝ્ની+ હોટસ્ટાર.