વાવાઝોડા પહેલા આંબા પરથી કેરી ખરી ગઈ, ખેડૂતોને 2 હજાર કરોડના નુકસાનની અંદાજ

ગાંધીનગર, 17 મે 2021

વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ભારે પવનથી આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે તેવો અંદાજ હતો. જેમાં 50 ટકા કેરી આંબા પરથી ઉતારીને બજારમાં વેચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ રૂપિયા 3 હજાર કરોડની કેરી વેચાઈ ગઈ હતી. હવે 3 હજાર કરોડની કેરી આંબા પર હતી. જેમાં રૂપિયા 2000થી 2200 કરોડ રૂપિયાની કેરીનું નુકસાન ખેડૂતોને થયું હોવાનું અનુમાન ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.

આ વર્ષે ગુજરાતના તમામ વિસ્તારોમાં 1.66થી 1.70 લાખ હેક્ટરમાં કેરીના બગીચા
છે. જેમાં 12 લાખ મેટ્રિક ટન કેરી પાકવાનો અંદાજ હતો. જોકે જેમાં 40થી 50 ટકા કેરી વેચાઈ ગઈ છે.

5 મે 2021ના દિવસથી ગુજરાતનું સૌથી મોટું તાલાલા કેરી બજાર થયું તેને હજું 12 દિવસ થયા ત્યાં વાવાઝોડું આવ્યું છે. 30થી 44 દિવસ માટે જ આ બજાર ખુલે છે.
સરેરાશ ભાવ રૂપિયા 450નો રહ્યો છે. 2020માં 10 કિલોના 6.78 લાખ બોક્સ, 2019માં 8.30 લાખ પેટી કેરી વેચાઈ હતી. તાલાલામાં લગભગ રૂપિયા 30 કરોડની કેરી વેચાય છે. તાલાલા બજારની બહાર 3 ગણી પેટી ખાનગીમાં વેચાય છે. આમ તાલાલામાં 100 કરોડની આસપાસ કેરીનો વેપાર હોય છે. જે બહારના પ્રદેશમાં બે ઘણા ભાવે વેચાય છે.

કેરીનો પાક આ વખતે ઓછો હતો. અવીરત ઠંડી, વારંવાર વાતાવરણમાં પટલો, 3 ભારે પવન વાળા વાવાઝોડા આવી ગયા છે. હવે ચોથુ વિનાશક વાવાઝોડું આવી ગયું છે. જેમાં પારાવાર નુકસાન થયું છે.

આંબા પરથી 50 ટકા જેવી કેરી ઉતરી ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.  50 ટકા કેરી આંબા પર હતી તે 98 ટકા ખરી ગઈ છે. ખરેલી કેરીનો ભાવ 50 ટકા માંગ મળતો હોય છે. જે મોટા ભાગે તો નકામી જાય છે.

ગુજરાતમાં કેરીના બગીચા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેસર કેરી પાકે છે. બગીચા મોટાભાગે આખા વેચી દેવામાં આવે છે. ખરીદનારા મોટા ભાગે મજૂર વર્ગ હોય છે. તેઓ આંબા પરથી કેરી ઉતારીને બજારમાં વેચવા મોકલે છે. ખેતરના માલિકને આખા બગીચાનો ભાવ નક્કી કરીને તે આપી દેવામાં આવતા હોય છે. જોકે, વાવઝોડું આવતાં ખેડૂતોને તેમના બગીચાની પૂરી રકમ નહીં મળે.

આમ એકંદરે રૂપિયા 2 હજારથી 2200 કરોડની ખોટ ખેડૂતો કે તેના કોન્ટ્રાક્ટરને ગઈ છે. 2 હજાર કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે તે સરકારે આપવું જોઈએ એવું ખેડૂતો માને છે. કારણ કે વાવાઝોડુ એ ડીઝાસ્ટર છે.

કેરી ફળ પર વરસાદનાં છાંટા પડે એટલે તે ખરાબ થઈ જાય છે. આંબા પરથી કેરી નીચે પટકાય એટલે પોચી થઈ જાય અને ફળ ખરાબ થઈ જાય છે. વૃક્ષ પરથી નીચે પટકાયેલી 90 ટકા કેરી નકામી થઈ જાય છે.

રાહુલ કચ્છડ કહે છે કે હાલ અત્ર તત્ર સર્વત્ર કેરીનું ભારી નુકશાન જોવા મળેલ છે તાલાલા ગીર જે કેસર કેરીનું ઘર ગણાય ત્યાં માત્ર 30% ખેડુતો જ પોતાની કેરી હજુ ઉતારવાની શરૂઆત કરી છે કેમ આ વખતે કેરીમાં મોર બેસવાની શરૂઆત હતી ત્યાંજ એક માવઠું થયેલ જેનાથી કેરીના મોરમાં ભારી નુકશાન જોવા મળેલ અને રોગ જીવાત નો ઉપદ્રવ ના કારણે ખેડૂતો એ દવાઓનો ખુબજ ખર્ચો કરેલ અને હાલ આ વાવા જોડા થી પડ્યા મોર પાટુ જેવું થયું છે હજી આવક ચાલુ થવાની હતી ત્યાં જ આ માવઠા થી તાલાલા ગીર, નવસારી, વલસાડ, જેવા કેરી ના હબ ગણાતા વિસ્તારમાં 70 % નુકશાન થયેલું જોવા મળે છે.

માણાવદર વિસ્તારના ખેડૂત સંજય ભૂત કહે છે કે, વંથલી અને જૂનાગઢ વિસ્તારમાં આંબા પર હજુ 80 ટકા કેરી છે. ફાલ મોડો આવ્યો હોવાથી કેરી મોડી આવી છે. જે તમામને નુકસાન છે.

17 મે 2021
ગુજરાતમાં વાવાઝોડાથી ખેડૂતોને કેરીમાં નુકસાન કરોડ રૂપિયામાં
કિલોનો ભાવ રૂ.50 ગણતાંઅંદાજીતનુકસાની
જિલ્લાનીહેક્ટરઉત્પાદનરૂપિયામાં
જિલ્લોકૂલ જમીનવાવેતરમેટ્રિક ટનકરોડમાં
સુરત251300100496531940 – 45
નર્મદા11300035752663430-33
ભરૂચ31490029332493130 – 35
ડાંગ5650051883538270-80
નવસારી10680033504294835500-600
વલસાડ16430036435247758400-500
તાપી149100596253360100-125
દક્ષિણ ગુ.1663700976467482181170થી1300
અમદાવાદ48740028313841.50-2
અણંદ18380022551420715-20
ખેડા28350062067211-1.25
પંચમહાલ17620017201049210થી 12
દાહોદ22360030621610610થી15
વડોદરા30470041422841415થી20
મહિસાગર12240083148530
છોટાઉદેપુર20660020801372810થી 20
મધ્ય ગુ.1988200149939590443થી50
બનાસકાંઠા69160061632404થી5
પાટણ3604001055400
મહેસાણા348100104952455થી 9
સાબરકાંઠા27160042521555થી10
ગાંધીનગર160200110168048થી10
અરાવલી20270080737204થી5
ઉત્તર ગુજ.203460041032170436થી40
કચ્છ733500104756442180થી100
સુરેન્દ્રનગર62100025011250
રાજકોટ536300755800
જામનગર36620046028063થી6
પોરબંદર11090035529473થી5
જૂનાગઢ358700867558123140-150
અમરેલી538200729162630150-160
ભાવનગર454700587548271130-150
મોરબી347000885620
બોટાદ1997004210
સોમનાથ21700016005114436270-300
દ્વારકા229600875420
સૌરાષ્ટ્ર397930039141292043700થી
ગુજરાત કૂલ989150016635812222912000થી2200
હાલ 30-50 ટકા માલ વેચાઈ ગયો હોવાનો અંદાજ છે.