26 જાવ્યુઆરી 2024
ખેતી
10 કરોડ નાના ખેડૂતોને પ્રાથમિકતા આપી છે. ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. 2 લાખ 80,000 કરોડ રકમ આપી છે. 10 વર્ષોમાં, બેંકોમાંથી ખેડૂતોને લોનમાં ત્રણ ગણો વધારો થયો છે.
ખેડૂતોએ રૂપિયા 30 હજાર કરોડનું વીમા પ્રીમિયમ અપાયું હતું. જેમાં 1.5 લાખ કરોડ રૂપિયાનો ક્લેમ મળ્યો છે.
10 વર્ષમાં ખેડૂતોને ડાંગર અને ઘઉંમાં લઘુતમ ટેકાનાં ભાવ તરીકે રૂ. 18 લાખ કરોડ અપાયા છે. જે, 2014 પહેલાના 10 વર્ષ કરતા 2.5 ગણા વધારે છે. તેલીબિયાં અને કઠોળની એમએસપી માટે રૂ. 1.25 લાખ કરોડ આપી છે.
કૃષિ નિકાસ 4 લાખ કરોડ રૂપિયા થઈ છે.
10 વર્ષોમાં 11 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ખાતર માટે આપ્યા છે.
કિસાન સમૃદ્ધિ કેન્દ્ર 1.75 લાખ છે .
8,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ) બનાવી છે.
સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. 2 લાખ સહકારી મંડળીઓ સ્થપાઇ રહી છે.
મત્સ્ય
મત્સ્યઉદ્યોગમાં 38 હજાર કરોડ રૂપિયાની યોજનાઓથી 10 વર્ષમાં માછલીનું ઉત્પાદન 95 લાખ મેટ્રિક ટનથી વધીને 175 લાખ મેટ્રિક ટન થયું છે. આંતરિક મત્સ્યઉદ્યોગનું ઉત્પાદન 61 લાખ મેટ્રિક ટનથી વધીને 131 લાખ મેટ્રિક ટન થયું છે. મત્સ્યપાલન નિકાસ 30 હજાર કરોડ રૂપિયાથી વધીને 64 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.
દૂધ
10 વર્ષમાં માથાદીઠ દૂધમાં 40 ટકાનો વધારો થયો છે.
ભારત સતત બે ત્રિમાસિક ગાળા માટે 7.5 ટકાથી વધુનો વિકાસ દર છે.
સંપત્તિ સર્જકો અને ખાનગી ક્ષેત્રની ક્ષમતાઓમાં વિશ્વાસ છે.
વેરા – વેપાર – બેંક
ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ ઘડવામાં આવ્યો હતો.
જીએસટીના રૂપમાં એક દેશ એક ટેક્સ કાયદો છે.
10 વર્ષમાં કેપેક્સ 5 ગણું વધીને 10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
600 અબજ અમેરિકન ડોલરથી વધારેનો ફોરેક્સ ભંડાર છે.
વિશ્વની સૌથી મજબૂત બેંકિંગ પ્રણાલીઓમાંની એક બની ગઈ છે.
બેંકોની એનપીએ બે આંકડામાં રહેતી હતી તે આજે 4 ટકાની આસપાસ છે.
મેક ઇન ઇન્ડિયા અને અખંડ ભારત અભિયાન.
રમકડાંની આયાતના બદલે ભારત મેડ ઇન ઇન્ડિયા રમકડાંની નિકાસ કરે છે.
ભારતને ટોચના પાંચ અર્થતંત્રમાં પરિવર્તિત થયું.
નિકાસ લગભગ 450 અબજ ડોલરથી વધીને 775 અબજ ડોલરથી થઈ ગઈ છે.
એફડીઆઈનો પ્રવાહ બમણો થઈ ગયો છે.
ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોના વેચાણમાં 4 ગણો વધારો થયો છે.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા લગભગ 3.25 કરોડથી વધીને લગભગ 8.25 કરોડ થઈ ગઈ છે
દેશમાં માત્ર કેટલાક સો સ્ટાર્ટ અપ હતા જે આજે વધીને એક લાખથી થઈ ગયા છે.
94 હજાર કંપનીઓનું રજિસ્ટ્રેશન 1 લાખ 60 હજાર થઈ ગઈ છે.
ડિસેમ્બર 2017માં 98 લાખ લોકો જીએસટી ભરતા હતા, આજે તેમની સંખ્યા 1 કરોડ 40 લાખ છે.
ઉદ્યોગ
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
40,000થી અનુપાલનને દૂર કરવામાં આવ્યા.
કંપની એક્ટ અને લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટની 63 જોગવાઈઓને ફોજદારી ગુનાઓની યાદીમાંથી દૂર કરવામાં આવી છે.
જન વિશ્વાસ અધિનિયમ દ્વારા વિવિધ કાયદાઓ હેઠળની 183 જોગવાઈઓને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવી છે.
કોર્ટની બહાર વિવાદોના સુખદ સમાધાન માટે મધ્યસ્થતા કાયદો બનાવવામાં આવ્યો છે.
વન અને પર્યાવરણીય મંજૂરીઓમાં હવે 75 દિવસથી ઓછો સમય લાગે છે જ્યારે તે પહેલાં 600 દિવસનો સમય લેતો હતો.
ફેસલેસ એસેસમેન્ટ સ્કીમથી ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં પારદર્શિતા આવી છે.
આપણા એમએસએમઇ ક્ષેત્રને પણ સુધારાઓથી ઘણો લાભ થઈ રહ્યો છે.
એમએસએમઇ અને નાના ઉદ્યોગસાહસિકો
અત્યારે ઉદ્યોગ અને ઉદ્યાન સહાયક પોર્ટલ પર 3.5 કરોડ એમએસએમઇની નોંધણી થઈ છે.
એમએસએમઈ માટે 5 લાખ કરોડની ગેરન્ટી મંજૂર કરવામાં આવી છે.
ઈન્ટરનેટ – 10 વર્ષમાં
બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યામાં 14 ગણો વધારો થયો છે.
2 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડવામાં આવી છે.
ગામડાઓમાં 4 લાખ કોમન સર્વિસ સેન્ટર ખોલવામાં આવ્યા.
મોબાઈ ફોન
ભારત મોબાઇલ ફોનનું વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક દેશ છે.
10 વર્ષમાં મોબાઇલ ફોનના ઉત્પાદનમાં પાંચ ગણો વધારો થયો છે.
ડિજિટલ સિસ્ટમ
દુનિયાના કુલ રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી 46 ટકા ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે.
ગયા મહિને યુપીઆઈ દ્વારા રૂ. 18 લાખ કરોડના 1200 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.
ડીબીટી મારફતે રૂ. 34 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા છે.
જનધન આધાર મોબાઇલ (જેએએમ)ના કારણે રૂ.1.75 લાખ કરોડની રકમના 10 કરોડ નકલી લાભાર્થીઓ પકડાયા.
ડિજિલોકરમાં યુઝર્સને અત્યાર સુધીમાં 6 અબજથી દસ્તાવેજો જારી કરવામાં આવ્યા છે.
આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા હેઠળ આશરે 53 કરોડ લોકોની ડિજિટલ હેલ્થ આઇડી ઊભી કરવામાં આવી છે.
માર્ગો બંદરો
10 વર્ષમાં
ભારતને તેનો સૌથી મોટો દરિયાઈ પુલ અટલ સેતુ મળ્યો.
ભારતને તેની પ્રથમ નમો ભારત ટ્રેન અને પ્રથમ અમૃત ભારત ટ્રેન મળી.
ભારત વિશ્વમાં સૌથી ઝડપી 5 જી રોલઆઉટ સાથેનો દેશ બન્યો.
એક ભારતીય એરલાઇન કંપનીએ વિશ્વની સૌથી મોટી વિમાન ડીલને અંજામ આપ્યો હતો.
ગામડાઓમાં 3.75 લાખ કિલોમીટર નવા રસ્તા બનાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ 90 હજાર કિલોમીટરથી વધીને 1 લાખ 46 હજાર કિલોમીટર થઈ છે.
ચાર માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈમાં 2.5 ગણો વધારો થયો છે.
હાઈ-સ્પીડ કોરિડોરની લંબાઈ 500 કિલોમીટરથી વધીને 4 હજાર કિલોમીટર છે.
એરપોર્ટની સંખ્યા 74થી વધીને 149 થઈ ગઈ છે.
મોટા બંદરો પર કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા બમણી થઈ ગઈ છે.
હવાઈ મુસાફરીમાં ગરીબ અને મધ્યમ વર્ગને 3 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે.
વાહનો
2014 પહેલાના 10 વર્ષમાં આશરે 13 કરોડ વાહનોનું વેચાણ 10 વર્ષમાં 21 કરોડ થયું.
2014-15માં 2 હજાર ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધીને 2023-24ના ડિસેમ્બરમાં 12 લાખ થયું છે.
રેલવે – 10 વર્ષમાં
મેટ્રો ટ્રેન 5 શહેરોથી વધીને 20 શહેરોમાં આવી.
25 હજાર કિલોમીટર રેલવે ટ્રેક નાખવામાં આવ્યા હતા.
રેલવેનું 100 ટકા વિદ્યુતીકરણ ખૂબ જ નજીક છે.
સેમી હાઈસ્પીડ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેન 39 રૂટ પર ચાલે છે.
1300 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે.
મુસાફરોને 50 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. વર્ષે 60 હજાર કરોડ રૂપિયા અપાય છે.
ગરીબી
10 વર્ષમાં 25 કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
4 કરોડ 10 લાખ ગરીબ પરિવારોને રૂ.6 લાખ કરોડ પાકા મકાનો અપાયા.
11 કરોડ ગ્રામીણ પરિવારોને રૂ. 4 લાખ કરોડના ખર્ચે પાઇપ દ્વારા પાણી.
10 કરોડ ઉજ્જવલા ગેસ જોડાણો રૂ.2.5 લાખ કરોડમાં અપાયા.
80 કરોડ દેશવાસીઓને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. બીજા 11 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેથી ગરીબ લોકોને સબસિડીવાળું રાશન મળતું રહે.
2014 પહેલાના 10 વર્ષમાં ફુગાવાનો દર 8 ટકાથી 10 વર્ષમાં 5 ટકા પર જળવાઈ રહ્યો છે.
રૂપિયા 2 લાખ આવકવેરો વધારીને 7 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નથી.
કરદાતાઓએ છેલ્લાં 10 વર્ષમાં રૂ. 2.5 લાખ કરોડની બચત કરી છે.
દવાખાનું
હોસ્પિટલોમાં મફત સારવાર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની આપવામાં આવી છે.
જન ઔષધિ કેન્દ્રોએ દવાઓની ખરીદી પર 28 હજાર કરોડ રૂપિયાની બચત કરી.
કોરોનરી સ્ટેન્ટ, ની ઇમ્પ્લાન્ટ, કેન્સરની દવાઓના ભાવમાં પણ ઘટાડો કરી 27 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે.
વર્ષે કિડનીના 21 લાખ દર્દીઓને નિ:શુલ્ક ડાયાલિસિસ આપવામાં આવે છે. દરેક દર્દીને વર્ષે રૂપિયા 1 લાખની વચત થાય છે.
જીવન જ્યોતિ વીમામાં ગરીબોને રૂ. 16,000 કરોડ દાવાઓ મળ્યા છે.
કાયદા
સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો. આનાથી તેલંગાણામાં સમમક્કા સરક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપનાનો માર્ગ મોકળો થયો.
76 જૂના કાયદા પણ રદ કરવામાં આવ્યા હતા.
પડોશી દેશોના લઘુમતીઓને નાગરિકત્વ આપવા માટે કાયદો ઘડ્યો.
વન રેન્ક વન પેન્શનનો પણ અમલ કર્યો છે.
ઓઆરઓપી લાગુ થયા પછી ભૂતપૂર્વ સૈનિકોને અત્યાર સુધીમાં આશરે રૂ. 1 લાખ કરોડ મળ્યાં છે.
ભારતના સંરક્ષણ દળો માટે પ્રથમ વખત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
લશ્કર – ઈસરો
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનો ધ્વજ ફરકાવનારો પ્રથમ દેશ બન્યો.
ભારતે આદિત્ય મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું અને તેનો ઉપગ્રહ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સુધી પહોંચી ગયો.
સંરક્ષણ ઉત્પાદન એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.
સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત છે.
યુદ્ધ વિમાન તેજસ વાયુસેનાની તાકાત બની રહ્યું છે.
સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન ભારતમાં થશે.
એરક્રાફ્ટ એન્જિન બનાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ડિફેન્સ કોરિડોરનો વિકાસ થશે.
સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી.
યુવા સ્ટાર્ટ-અપ્સ માટે પણ અંતરિક્ષ ક્ષેત્રને ખુલ્લું મૂક્યું છે.
મહિલાઓ
10 કરોડ મહિલાઓને રૂ. 8 લાખ કરોડની બેંક લોન અને રૂ. 40,000 કરોડની નાણાકીય સહાય આપી છે.
2 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે. 15 હજાર ડ્રોન અપાશે.
મેટરનિટી લીવ 12થી 26 અઠવાડિયા અપાય છે.
સશસ્ત્ર દળોમાં મહિલાઓને કાયમી કમિશન આપ્યું છે.
સૈનિક સ્કૂલ અને નેશનલ ડિફેન્સ એકેડમીમાં મહિલા કેડેટ્સને એડમિશન આપવામાં આવ્યું છે.
નૌકાદળના જહાજોના કેપ્ટન છે.
મુદ્રા યોજનામાં 46 કરોડથી લોનમાંથી 31 કરોડ મહિલાઓને લોન આપવામાં આવી છે.
શૌચાલય
11 કરોડ શૌચાલયોનું નિર્માણ અને ખુલ્લામાં શૌચક્રિયાને નાબૂદ કરવાથી અનેક રોગો થતા અટક્યા છે. શહેરી વિસ્તારમાં દરેક ગરીબ પરિવારને દર વર્ષે મેડિકલ ખર્ચ પર 60 હજાર રૂપિયા સુધીની બચત થઈ રહી છે.
પાણી
પાઇપવાળા પીવાના પાણીના પુરવઠાથી દર વર્ષે લાખો બાળકોનો જીવ બચી રહ્યો છે. 100 ટકા સંસ્થાગત ડિલિવરીના કારણે માતાના મૃત્યુ દરમાં તીવ્ર ઘટાડો થયો છે.
આદિવાસી
આદિવાસી માટે રૂ. 24,000 કરોડના ખર્ચ સાથે યોજના છે. સિકલ સેલ એનિમિયા એક કરોડ ચાલીસ લાખ લોકોની તપાસ કરવામાં આવી છે.
84 લાખ લોકો વિશ્વકર્મા યોજના સાથે જોડાઈ ચૂક્યા છે.
શેરી વિક્રેતાઓને 10 હજાર કરોડ રૂપિયાની લોન આપી છે.
મેડિકલ
અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં ઓબીસી માટે સેન્ટ્રલ ક્વોટા હેઠળ 27 ટકા અનામત આપી.
આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના 10 સંગ્રહાલયો બનાવવામાં આવી રહ્યા છે.
14 ક્ષેત્રો માટે પીએલઆઈ યોજનામાં 9 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું છે.
૩ બલ્ક ડ્રગ પાર્ક બન્યા છે.
ઇંધણ
10 વર્ષમાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતા 81 ગિગાવોટથી વધીને 188 ગિગાવોટ થઈ છે. વિશ્વમાં ચોથા સ્થાને છીએ. સૌર ઊર્જાની ક્ષમતામાં 26 ગણો વધારો થયો છે. પવન ઊર્જાની ક્ષમતા બમણી થઈ છે.
વિન્ડ પાવરની ક્ષમતામાં વિશ્વમાં ચોથા ક્રમે છીએ. સૌર ઊર્જાની ક્ષમતામાં પાંચમા સ્થાને છીએ.
એલઇડી બલ્બના કારણે વીજળીનાં બિલમાં રૂ. 20,000 કરોડની બચત થઈ છે.
10 વર્ષમાં 11 નવા સોલાર પાર્ક બનાવવામાં આવ્યા છે. 9 સોલાર પાર્ક બની રહ્યાં છે.
સોલાર રૂફટોપ માટે 1 કરોડ પરિવારોને સહાય આપવામાં આવશે.
10 નવા પરમાણુ ઊર્જા પ્લાન્ટને મંજૂરી આપી છે.
હાઇડ્રોજન ઊર્જામાં લદ્દાખ અને દમણ-દીવમાં બે પ્રોજેક્ટ શરૂ કર્યા છે.
12 ટકા ઇથેનોલ મિશ્રણ થાય છે. 20 ટકા ઇથેનોલ મિશ્રણ હવે થશે. સરકારી કંપનીઓએ એક લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની ઇથેનોલની ખરીદી કરી છે.
બંગાળની ખાડીમાં નવા બ્લોકમાં તેલનું ઉત્પાદન શરૂ થયું છે.
ઊંડા દરિયાઇ ખાણકામ માટે ડીપ ઓશન મિશનની શરૂઆત કરવામાં આવી છે.
10,000 કિલોમીટરની ગેસ પાઇપલાઇન પાથરવામાં આવી છે.
શાળા
શાળામાં 6 હજાર શ્રી વિદ્યાલયો શરૂ થયા છે. ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓની નોંધણી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની નોંધણીમાં આશરે 44 ટકા, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની નોંધણીમાં 65 ટકાથી અને ઓબીસીમાં 44 ટકાથી વધુનો વધારો થયો છે.
10,000 અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરી 1 કરોડથી વિદ્યાર્થીઓને ફાયદો થયો છે.
10 વર્ષમાં 16 એઈમ્સ અને 315 મેડિકલ કોલેજોની સ્થાપના થઈ છે. 157 નર્સિંગ કોલેજો થશે. 10 વર્ષમાં એમબીબીએસની બેઠકોની સંખ્યા બમણી થઈ છે.
પ્રવાસન
એક વર્ષમાં 8.5 કરોડ લોકો કાશીમાં આવ્યા હતા. 5 કરોડથી લોકો મહાકાલ આવ્યા હતા. 19 લાખથી લોકો કેદાર ધામ ગયા હતા.
રમત
ભારતે એશિયન ગેમ્સમાં પહેલી વખત 100થી મેડલ્સ જીત્યા હતા.
પેરા એશિયન ગેમ્સમાં પણ 100 થી ચંદ્રકો જીત્યા હતા.