HVN કંપનીએ 18 લાખનું ફુલેકુ ફેરવ્યું : એક ના ડબલ કરવામાં મૂડી ગુમાવી

July 28th, 2018 ગુજરાત રાજ્યનો બોર્ડ ગણાતો જિલ્લો નર્મદા 100 ટકા આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે એટલે આ ભોળા અને આદિવાસીઓ ને લોભામણી લાલચ આપી કેટલાક ભેજાબાજો બોગસ કંપનીઓ ખોલી છેતરપીંડી કરે છે,પણ આદિવાસીઓ જાગે એ પહેલા આ ભેજાબાજો ભૂગર્ભ માં ઉતરી જાય છે.આવોજ એક વધુ કિસ્સો નર્મદા જિલ્લામાં ફરી બન્યો છે.જેમાં ડેડીયાપાડા ના ફુલસાર ગામના 49 લોકો એક ખાનગી કંપની નો શિકાર બન્યા અને 5 વર્ષ માં ડબલ કરવા કોઈએ 2 હજાર,3 હજાર 4 હજાર રૂપિયા મુક્યા પણ પાંચ વર્ષ પુરા થતા મુદત પાકી ત્યારે ખબર પડી કે કંપની ઉઠી ગઈ છે.ત્યારે રાજપીપલા ની કાનૂની સહાય અને સામાજિક વિકાસ કેન્દ્ર ની મદદ થકી આ તમામ લોકોએ જિલ્લા પોલીસ વડા ને લેખિત રજૂઆત કરી કુલ 11 સામે છેતરપિંડી નો કેશ નોંધી કાયદેસર ની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

નર્મદા જિલ્લામાં દાહોદ ના એક દંપતી દક્ષા ફાડેડીયા ચેરેમેન અને અજીતસિંહ ફાડેડીયા વાઇસ ચેરમેન એ HVN કંપની ફાઇનાન્સ કરે છે અને પાંચ વર્ષ માં ડબલ કરી આપે છે એમ કહી જિલ્લામાં પોતાના 10 જેટલા એજન્ટો ઉભા કરી તેમની પાસે કલેકશન કરાવવામાં આવતું જેમાં ફુલસાર ના ઉકડ વેસ્તા વસાવા,ભરત ધીરા વસાવા,હસમુખ ગિમીયા વસાવા આ ત્રણ પાસે ડેડીયાપાડા માં શરૂઆત કરાવી,આ સાથે ગરુડેશ્વર ના ઇન્દ્રવર્ણા નો તડવી રવિન્દ્ર ગુરજી,સોઢાલીયાના જયંતિ બારીયા,જેસલપોર ના કાંતિ બારીયા,દાહોદના રમેશ બારીઆ,વડોદરા ના ગણેશ બારિયા,આ તમામ ને પગાર ઉપર નોકરી આપી હતી,હાલ ડેડીયાપાડા ના ફુલસાર ગામના 49 લોકોએ છેતરપિંડી ને લઈને ફરિયાદ કરી છે,હાલ તમામ એજેન્ટો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય આદિવાસીઓની હાલત કફોડી થવા પામી છે,ફાડેડીયા દંપતી કરોડોનું ફુલેકુ ફેરવી દીધું હશે પણ હાલ આ દંપતી સાથે તમામ એજન્ટો નો પણ સંપર્ક આ લોકો કરી રહ્યા છે પણ કોઈનો સંપર્ક થતો નથી.જેથી પોલીસ તપાસ માંજ સમગ્ર પ્રકરણ બહાર આવી શકે તેમ છે,