IAS અહંકાર કે મદ ન રાખે, પ્રજાને સરળતાથી મળે – મુખ્ય પ્રધાન

1 જૂન 2019

ભારતીય સનદી સેવા – IASની ૨૦૧૮-19ની બેચના ગુજરાતને ફાળવાયેલા ૯ તાલીમી આઇ.એ.એસ. યુવા અધિકારીઓએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમને મોઢા પર કહ્યું હતું કે, IAS તરીકે ઘણી સત્તાઓ મળશે, પરંતુ અહંકાર કે મદ વિના વિનમ્રતા અને ઇઝીલી એપ્રોચેબલના ગુણો કેળવીને પ્રજાના હિત માટે સત્તા-પદનો ઉપયોગ કરવો જોઇએ.

IAS અધિકારીઓમાં ગુજરાતની એક સહિત ૬ યુવતીઓ પણ સમાવિષ્ટ હતી.

યુવા તાલીમી અધિકારીઓને સલાહ આપતાં કહ્યું હતું કે, આપણું રાષ્ટ્ર બંધારણ સર્વોચ્ચ છે, તેની ભાવનાને અનુરૂપ કાર્ય આ યુવા IASએ કરવાનું છે. સમાજના છેવાડાના – જરૂરતમંદ માનવી સુધી પહોંચવાની તમન્ના અને સનદી અધિકારી તરીકે લોકો સાથે સીધા સંપર્કની જે તક મળી છે. ગુજરાતમાં કામ કરવાની મોકળાશ અને અવસર છે તેનો લાભ લઇ આ યુવા તાલીમી IASએ કાર્યપ્રણાલિમાં નવિનતા, ઇનોવેટિવ મેઝર્સ અને જનહિતલક્ષી સુવિધાઓમાં ઇનોવેશન્સની પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરવા અને પોતે અર્જિત કરેલા જ્ઞાનનો સમાજહિતમાં વિનીયોગ કરશે.

અરજદારની જાતમાં પોતાને મૂકીને તેનું કામ સરળ-ઝડપી પારદર્શી થાય તેવી નેમ સાથે કાર્યરત્ રહીને જ સરકારી સેવાની ઉત્કૃષ્ટતા-સૌજન્યશીલતા વધુ ઊંચે લઇ જઇ શકાશે. આ વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ, સચિવ અશ્વિનીકુમાર તેમજ સ્પીપાના મહાનિયામક અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં.