- આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણ, જો સફળ થાય તો, મોડેલને જાહેર ક્ષેત્રની અન્ય બેંકો પર લાગુ કરી શકાય છે
- જે ગુજરાતમાં બોર્ડ કોર્પોરેશનનું કર્યું તે હવે દેશમાં થઈ રહ્યું છે.
- ગુજરાત બેંકનો વિચાર અમલમાં મૂકાયો નહીં. સરકારી બેંકો ન હોત તો વિકાસ ન હોત.
ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના હેતુથી બનાવવામાં આવેલી અને LICના નાણાંથી ઊભી કરેલી ઈન્ડસ્ટ્રીયલ બેંકને પણ હવે મોદી સરકારે વેંચવા કાઢી છે. આઈડીબીઆઈ બેંક પાસે 47 ટકા હિસ્સો છે, જે હવે સંપૂર્ણ વેચવામાં આવશે. સરકારની માલિકીની બેંકોનું ખાનગી હિસ્સો વધારવો હંમેશાં વિવાદિત મુદ્દો રહ્યો છે. આઈડીવીઆઈ બેંક જો વેચાઈ જશે તો બીજી બેંકો પણ ખાનગીકરણ થઈ જશે.
આઈડીબીઆઈ બેન્ક એલઆઈસીના 21,000 કરોડનું બનેલું હતું. નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી લોન આપવાના હેતુસર આઈડીબીઆઈ બેંક છે, તો ઉદ્દેશ્યને પણ અસર થશે. જેની સ્થાપના દેશમાં 1964 માં થઈ હતી. તે દરમિયાન એલઆઈસીએ 21000 કરોડનું રોકાણ કરીને આઈડીબીઆઈમાં 51% હિસ્સો ખરીદ્યો.
જાન્યુઆરી 2019 માં એલઆઈસીએ આઈડીબીઆઈ બેંકમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો હતો, જ્યારે સરકાર 47 ટકા હિસ્સો ધરાવે છે. આ પછી જ સેન્ટ્રલ બેંકે આઈડીબીઆઈને ખાનગી બેંક જાહેર કરી હતી. હાલ તે ખાનગી બેંકની વ્યાખ્યામાં રિઝર્વ બેંકે મૂકી છે.
ઇન્દિરા ગાંધીએ 50 વર્ષ પહેલા 1969 માં 14 ખાનગી બેન્કોને રાષ્ટ્રીયકૃત કરી હતી, પરંતુ હવે મોદી સરકાર સરકાર વિરુદ્ધ દિશામાં આગળ વધી શકે. તેમણે ગુજરાતમાં જે કર્યું તે હવે દેશમાં કરી રહ્યાં છે.
ગુજરાત બેંક ઊભી કરવામાં 60 વર્ષ નિકળી ગયા અને મોદીએ પણ ગુજરાતના હીતમાં ગુજરાત બેંક ઊભી કરી નહીં. હવે તેઓ દેશની પ્રગતિમાં હિસ્સો ધરાવતી બેંકોને ખાનગી હાથોમાં સોંપી દેવા માટેે આગળ વધી રહ્યા છે. હજું ગરીબી દૂર થઈ નથી અને પૂરતું ઔદ્યોગિકણ થયું નથી. ત્યાં તેને વેંચી મારવા માટે આયોજન થઈ ચૂક્યું છે.
નુકસાનમાં હોય અથવા મૂડી સંકટનો સામનો કરી રહેલી અન્ય બેંકો માટે પણ આ જ નિર્ણય લેવામાં આવી શકે છે. એનપીએની સામનો કરતી પંજાબ નેશનલ બેંક જેવી અન્ય સંસ્થાઓ માટે પણ આવા નિર્ણયો લઈ શકાય છે.
કેન્દ્ર સરકાર પાસે હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની તમામ જાહેર ક્ષેત્રની બેંકોમાં 90 ટકા હિસ્સો છે.