ચીન સાથે ચાલી રહેલ તનાવ વચ્ચે ભારતીય વાયુસેનાને મજબુતી મળી છે. બ્રહ્મોસ મિસાઇલને હાલમાં જ કોમ્બેટ કલીયરન્સ મળતા જરૂર પડયે તૈનાત કરી શકાશે. આ વર્ષે જાન્યુઆરીમાં બ્રહ્મોસ અને સુખોઇ-30નું ખતરનાક કોમ્બીનેશન સામે આવ્યું હતું.
બ્રહ્મોસને ફલીટ રીલીઝ કલીયરન્સ મળતા મિસાઇલ ગમે તે મિશનમાં ઉપયોગમાં લઇ શકાશે. ફલીટ રીલીઝ એ કોઇપણ મિસાઇલ કે હથીયારનું અંતિમ પગથીયુ છે, જે મંજુરી મળ્યા બાદ યુધ્ધ માટે પુરી રીતે તૈયાર હોવાનું ગણવામાં આવે છે.
બ્રહ્મોસ એ સુપર સોનીક લેન્ડઅંટેક ક્રુઝ મિસાઇલ છે. જે 3000 કિ.મી.ની રેન્જમાં દુશ્મનને ભેદી શકે છે. સુખોઇ-30 સાથે જાન્યુઆરીમાં જ પરિક્ષણ કરાયેલ. ચીને ભારત સાથેના તનાવ બાદ સરહદે સૈન્ય સંખ્યા વધારવાની સાથે હથીયારો પણ ગોઠવ્યા છે. ભારતીય સેના ચીનને ભરી પીવા પુરી રીતે તૈયાર છે અને બોફોર્સ તોપની પણ તૈનાતી થઇ ચુકી છે.