[:gj]સરકાર ઠન ઠન ગોપાલ: દારૂની જેમ હવે તમાકુ પર પણ કોવિડ સેસ[:]

[:gj]કોવિડ-19 અને લોકડાઉનની સીધી અસર GST કલેકશન પર પડી રહી છે. કેન્દ્ર પાસે રાજ્યોને GSTનું વળતર ચુકવવા માટે ફંડ નથી. બીજી બાજુ, રાજ્યોની નાણાકીય સ્થિતી પણ સારી નથી. એટલે રાજ્યોની આવક વધારવા માટે સરકાર હવે તબાકુ અને પાન મસાલા પર નવો સેસ લગાવવાની તૈયારીમાં છે.

આ સેસને કોવિડ સેસનું નામ પણ આપી શકાય છે. તેનાથી વાર્ષિક 50,000 કરોડ રૂપિયાની વધારાની વસુલાત થઇ શકશે. આના માટે રાજ્યો સાથે વાતચીત શરૂ થઇ ચુકી છે. સહમતિ બન્યા પછી જુલાઇમાં થનારી GST કાઉન્સીલની મીટીંગમાં તેના પર કંઇક જાહેરાત થઇ શકે છે.

એક અધિકારી અનુસાર, કોવિડ સંકટના લીધે રાજ્યોને દર મહિને GST વળતર ચુકવવું કેન્દ્ર માટે મોટો પડકાર બની ગયો છે. આજ કારણ છે કે કેન્દ્ર હવે તમાકુ અને પાન મસાલા પર નવો સેસ લગાડવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. સેસ લગાડવામાં અર્થ છે કે તેનાથી જે કંઇ પણ આવક થશે તે રાજ્યોના ભંડોળમાં જશે.

સુત્રો અનુસાર, જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે. તેના અનુસાર તંબાકુ અને પાન મસાલા પરનો આ નવો સેસ ટેમ્પરરી હશે. હાલમાં પાન મસાલા પર જીએસટી ઉપરાંત 60 ટકા કોમ્પનસેશન સેસ લાગે છે. તંબાકુ પર 60 ટકા, સિગારેટ પર 12.5 ટકા, ગુટખા, જર્દા અને ખૈની પર 160 ટકા સેસ લાગે છે આનો મતલબ એવો છે કે જે નવો સેસ તંબાકુ અને પાન મસાલા પર લાગશે, તે કોમ્પનસેશન સેસ ઉપરાંત હશે.[:]