લશ્કરના ગોલ્ડન કટાર વિભાગે IIM અમદાવાદ ખાતે 25 જાન્યુઆરી 2020ના “તમારા સૈન્યને ઓળખો’ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે પણ ખુલ્લો હતો. આ કાર્યક્રમમાં મરાઠા બેંડ અને ગોરખા બેંડ તેમજ પાયદળ દ્વારા બટાલિયન સ્તરે ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન હતું.
ઉપરાંત એન્જિનીયર્સ, સિગ્નલ્સ, મેડિકલ અને EMEના જવાનોના સહયોગી સાધનો પણ હતા.
આ કાર્યક્રમ આવા પ્રકારનું પ્રથમ આયોજન હતું. જેમાં તમામ ઉંમર, વર્ગ અને વ્યવસાયના લોકોમાં ઉત્સાહ પેદા કર્યો હતો. નાયબ GOC ગોલ્ડન કટાર ડિવિઝન અને AFPના ચેરપર્સન બ્રિગેડીયર અજીત મીલુ, પ્રો. પરવિન્દર ગુપ્તા એ હાજરી આપી આ કાર્યક્રમની શોભા વધારી હતી. શો સ્ટોપર્સ બે સૈન્ય બેંડ હતા જે માર્શલ ધુન વગાડવા ઉપરાંત ડ્રમર્સ કોલ પણ કરે છે.
સશસ્ત્ર દળ કાર્યક્રમ (AFP)એ સશસ્ત્ર દળના પ્રસંગ કરેલા અધિકારીઓ માટે IIM અમદાવાદ ખાતે પૂર્ણ સમયનો રેસિડેન્શિઅલ બિઝનેસ મેનેજમેન્ટ પ્રમાણપત્ર અભ્યાસક્રમ છે. જે તેમને સૈન્ય જીવનમાંથી કોર્પોરેટ જીવનમાં સ્નાતક થવા દે છે. હાલના AFPની શરૂઆત ઓક્ટોબર 2019માં થઈ હતી અને માર્ચ 2020ના રોજ સમાપન થશે. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના લાભાર્થે ઓફિસર્સ ઓફ આર્મડ ફોર્સિસ પ્રોગ્રામ (AFP)-19 ની વિનંતીથી કાર્યક્રમ થયો હતો.