મોદી રાજમાં અમદાવાદમાં દેશાંતર પરવાના વધ્યા

Immigration permits increased in Ahmedabad under Modi’s rule मोदी राज में अहमदाबाद में इमिग्रेशन परमिट बढ़े

એક વર્ષમાં 8.12 લાખ પાસપોર્ટ ઈશ્યુ કરાયા

અમદાવાદ 2025
2022 સુધીમાં ગુજરાતમાં 67 લાખ 61 હજાર પરવાના હતા. જે દેશમાં છઠ્ઠા ક્રમે હતા. જેમાં 3 વર્ષમાં 25 લાખ વધી ગયા છે. આમ કુલ 92 લાખ પાસપોર્ટ છે. જે 2026 સુધીમાં 1 કરોડ પાસપોર્ટ થઈ જશે.
અમદાવાદની રિજનલ પાસપોર્ટ ઑફિસ (RPO)થી 2024ના એક વર્ષમાં 8.12 લાખ પાસપોર્ટ અપાયા હતા. દરરોજ સરેરાશ 2225 વ્યક્તિને અમદાવાદથી પાસપોર્ટ ઈશ્યુ થયા છે. 7 વર્ષમાં 45.39 લાખ પાસપોર્ટ બનાવવામાં આવ્યા હતા. મોદી વડાપ્રધાન બન્યા પછી 75 લાખ લોકોને દેશાંતર પરવાના માત્ર અમદાવાદમાં અપાયા હતા. હિંદુસ્તાનની બહાર જવા માટે પાસપોર્ટ મેળવવો પડે છે. અનિચ્છનીય વ્યકતિઓને પાસપોર્ટ મળતો નથી. પાસપોર્ટ દેવો કે ન દેવો તે સરકારની ઈચ્છા ઉપર છે.

પાસપોર્ટ એટલે કે એક દેશથી બીજે દેશ જવાની પરવાનગીનો કાગળ; દેશાંતર જવા માટેનો પરવાનો. દેશની સરકાર પાસેથી પાસપોર્ટ કે અધિકારપત્ર મેળવ્યા વિના કોઈ પરદેશ જઈ શકતો નથી.

અમદાવાદ પ્રાદેશિક દેશાંતર પરવાના કચેરીને વર્ષ 2023માં 8.70 લાખ, જ્યારે 2024માં 7.92 લાખ અરજી મળી હતી. દેશાંતર પરવાનાની માગમાં થયેલા ઘટાડાનો ઉપયોગ સ્પેશિયલ પેન્ડન્સી ડ્રાઇવ દ્વારા કરાયો હતો. 2023માં ગુજરાતમાં સરેરાશ રોજના 2800 પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા.

દેશાંતર પરવાના માટે અરજદારોની રાહ જોવાનો સમય ઘટે તેના માટે સરકાર વધારે કામ કરે છે. દેશાંતર પરવાનોએ સરકાર દ્વારા જારી કરાયેલો ઔપચારિક મુસાફરી દસ્તાવેજ છે, જે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતા પ્રમાણિત કરે છે. વિદેશમાં પ્રવેશવા અને અસ્થાયી રૂપે રહેવાની, સ્થાનિક સહાય અને રક્ષણ મળે છે.

અમદાવાદની દેશાંતર પરવાના કટેરીમાં અરજી અને પરવાના અપાયા તેની વિગતો.
વર્ષ અરજી પાસપોર્ટ ઈશ્યુ
2018 – 7,27,652 – 8,17,031
2019 – 6,91,794 – 6,93,765
2020 – 3,13,432 – 3,13,461
2021 – 4,32,957 – 4,26,561
2022 – 6,43,308 – 6,24,384
2023 – 8,70,273 – 8,52,294
2024 – 7,92,762 – 8,12,435
કુલ 44,72,178 – 45,39,931

વિદેશમાં સ્થાયી થવા, અભ્યાસ કરવા અને ફરવા જવાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. આ જ કારણ છે કે પાસપોર્ટ અરજદારોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાંથી 2022ની સરખામણીએ 2023માં 80% જેટલા વધુ પાસપોર્ટ અપાયા હતા.

ગુજરાતમાં વર્ષ 2021માં 5.14 લાખ જ્યારે નવેમ્બર 2023સુધી 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. આમ, 2 વર્ષમાં 80% જેટલો વધારો નોંધાયો હતો.
2020થી નવેમ્બર 2023સુધી ગુજરાતમાંથી 25.72 લાખ પાસપોર્ટ અપાયા હતા.

પાસપોર્ટની અરજી કરનારા મોટાભાગના 12મું પાસ કે તાજેતરમાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તેવા યુવાનો છે.

દેશમાં 2022માં 1.17 કરોડ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. કેરળ 14.11 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 13.78 લાખ સાથે બીજા, ઉત્તર પ્રદેશ 12.56 લાખ સાથે ત્રીજા સ્થાને હતા.

91 ટકા લોકો પાસે પાસપોર્ટ નથી. પરવાનો ધરાવતાં 20 લાખ લોકોમાં 25 ટકા અમદાવાદના છે.
ડાંગમાં સૌથી ઓછી સંખ્યા 1,452 છે.

દેશના 50 ટકા પાસપોર્ટ મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાંથી અપાય છે. જ્યાં સમૃદ્ધિ છે. લોકો વિદેશ ફરવા જાય છે.

ભારતમાં 521 પાસપોર્ટ કચેરી છે. 6 દિવસમાં તે પાસપોર્ટ મળી જાય છે.
ભારતે 8 વર્ષમાં 4 કરોડ વિઝા આપ્યા હતા.

અમદાવાદ, સુરત, રાજકોટ, ચોથા ક્રમે મહેસાણા પાસપોર્ટ મેળવનારાઓમાં છે.

2022માં જિલ્લામાં પાસપોર્ટ ધારકો
જિલ્લા પાસપોર્ટ ધારકો
અમદાવાદ 16.15 લાખ
સુરત 10.97 લાખ
વડોદરા 6.89 લાખ
રાજકોટ 3.87 લાખ
આણંદ 2.88 લાખ
મહેસાણા 2.72 લાખ
ગાંધીનગર 2.58 લાખ
કચ્છ 2.15 લાખ
નવસારી 1.77 લાખ
ખેડા 1.65 લાખ
ભાવનગર 1.34 લાખ
જૂનાગઢ 1.09 લાખ
બનાસકાંઠા 1.06 લાખ
સાબરકાંઠા 90,925
પંચમહાલ 85,831
રાજ્યમાં 2022માં કુલ 67,61,930