ગુજરાત સરકાર પાસે માંડ એક હજાર વેન્ટીલેટર છે

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા વ્યાપ સામે આરોગ્યતંત્ર સંક્રમિત વ્યક્તિઓની સારવાર સુશ્રુષા માટે સંપૂર્ણ સજજ છે. આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ કહ્યું કે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ 4000 બેડની ક્ષમતા સાથે ઊભી કરીને સારવાર શરુ કરી છે.
તેમણે કહ્યું કે આ મહાનગરોની કોવિડ હોસ્પિટલ ઉપરાંત રાજ્યમાં જિલ્લા મથકો ઉપર 25 સરકારી અને 31 ખાનગી હોસ્પિટલ જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી તેમજ જિલ્લા કલેકટર દ્વારા કોવીડ હોસ્પિટલ તરીકે માન્યતા અપાયેલી હોય તેવી તેમજ 3 પ્રાયવેટ હોસ્પિટલ સાથે 10 હજાર બેડની કુલ ક્ષમતા કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટે ઊભી કરેલી છે.
ડો .જયંતી રવિએ જણાવ્યું કે કોરોનાની સારવાર માટે જરૂરી એવા મોંઘા વેન્ટિલેટરની વિશ્વ આખામાં તીવ્ર માંગ છે એવા સમયે રાજ્યમાં હાલની સ્થિતીએ સરકારી હોસ્પિટલોમાં 1061 વેન્ટિલેટર તેમજ ખાનગી હોસ્પિટલોમાં 1700 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત 1000 વેન્ટિલેટર માટે ઓર્ડર આપી દેવાયો છે.