ઘેર ઘેર લાલ બોટલો લટકાવાય છે. કુતરાઓ ઘરની બહાર ગંદકી કરતા હોય છે જેથી ગૃહીણીઓને ભારે જહેમત ઉઠાવી પડે છે. જેથી આ ટુચકો અપનાવવામાં આવ્યો છે. જે બોટલ મુકવામાં આવતા જ કુતરાની રંજાડ બંધ થઇ છે. ઠેર ઠેર લાલપાણીની બોટલો ઘરે-ઘરે જોવા મળી રહી છે. બોટલો લટકાવી છે ત્યારથી રાત્રે કે દિવસે કુતરા કે અન્ય પ્રાણી ઘરની આસપાસ આવતા નથી તેના કારણે ગંદકી થતી નથી રમતા બાળકોને કરડતા નથી અને કાર પર બેસતા નથી.
મોડાસામાં ઘેર ઘેર લાલ બાટલો લટકાવાય મોડાસા શહેરના લધુમતી વિસ્તાર વહોરવાડ અને કસ્બા વિસ્તારમાં લોકોના ઘરોની બહાર લાલ રંગ ના પાણી ની બોટલો લટકતી દેખાતા અમારા પ્રતિનિધિ એ લાલ બોટલ નું રાજ જાણવાના પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કુતરા ગંદકી કરી જતા હોય છે.
રાજકોટના ગોંડલમાં આવી લાલ રંગનું પાણી ભરેલી બોટલો મૂકવામાં આવી હતી. અમરેલીના ગારીયાધાર શહેરના બ્રહ્માણીનગર, ટોળપાણ, ખોડીયારનગર, બારેડાવાડી, શિવમનગર અને મેઇન બજાર વિસ્તારોમાં ગૃહણીઓએ કુતરાના ત્રાસથી છૂટકારો મેળવવા માટે લાલ રંગ અથવા કંકુ પાણીમાં ભેળવીને ઘરની બહાર બોટલો ભરીને મુકી છે.
પશુ ચિકિત્સક કહે છે કે, આમાં કોઇ પ્રકારનું સાયન્સ નથી પણ લાલ રંગ સાઇકોલોજીક કારણ બની શકે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, 22 જુલાઇથી ઓગસ્ટ દરમિયાન ચાર અઠવાડિયામાં 18,27,299 કૂતરા કરડવાના કેસ ગુજરાતમાં નોંધાયા હતા. આ એક દિવસમાં સરેરાશ 1000 કૂતરા કરડે છે.
સૌરાષ્ટ્રનો ભાવનગર જિલ્લો લોકો માટે સલામત આશ્રયસ્થાન બન્યો, કારણ કે આ સમયગાળામાં એક પણ કેસ નોંધાયો નથી. આઠ મહાનગરપાલિકાઓમાં અમદાવાદની 39003,૨૦ ફરિયાદો નોંધાઈ છે. આ સંખ્યા સુરત અને વડોદરામાં નોંધાયેલા કેનાઇન એટેકના કેસના ત્રણ ગણા અને રાજકોટમાં કેસ કરતાં આઠ ગણા વધારે છે.
2010 થી 2017 ની વચ્ચે અમદાવાદમાં કૂતરા કરડવાના કેસોમાં 87% નો વધારો થયો છે. ત્યારથી અમદાલાદમાં શેરીઓમાં અને કાર પર લાલ રંગની બોટલો મૂકવીનું શરૂં થયું છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમા આ રીતે રંગીન બોટલો લટકે છે.
ગુજરાતની રૂપાણી સરકાર તો માને છે કે ગુજરાતમાં માત્ર 2.10 લાખ કતરા છે. જેમાં 34 હજાર શહેરી વિસ્તારમાં છે.