ગુજરાતના પ્રત્યેક કુટુંબે 8 વર્ષમાં 25 લાખ રૂપિયા વેરો ચૂકવ્યો, પ્રજાને શું મળ્યું 

गुजरात में हर परिवार ने 8 साल में 25 लाख रुपए टैक्स चुकाए, लोगों को क्या मिला?

In Gujarat, every family paid Rs 25 lakh tax in 8 years, what did people get?

અમદાવાદ, 27 ઓગસ્ટ 2022

દેશની પ્રજા 21 હજાર રૂપિયા વેરો કેન્દ્ર સરકારને ચૂકવે છે. ગુજરાત સરકારને 42 હજાર દર વર્ષે સરેરાશ પ્રત્યેક વ્યક્તિ વેરા ચૂકવા છે. જો કેન્દ્ર અને રાજ્યના વેરા ગણવામાં આવે તો રૂ.63 હજાર દરેક વ્યક્તિ વેરાના ચૂકવે છે.

વળી સ્થાનિક સરકારના વેરા ગણવામાં આવે તો અમદાવાદમાં દરેક વ્યક્તિ 11 હજાર કરવેરા અમદાવાદ મહાનગર પાલિકાને ચૂકવે છે. આમ ગણીએ તો 50 ટકા શહેરી પ્રજા ત્રણેય સરકારો સાથે માથાદીઠ 74 હજાર વેરો વર્ષે ચૂકવે છે. ઘર દીઠ ગણવામાં આવે તો 3 લાખ 70 હજાર વેરો સરકારને ચૂકવે છે. ગુજરાતના દરેક કુટુંબે ભાજપની મોદી અને આનંદી, રૂપાણી અને ભૂપેન્દ્ર સરકારોને 8 વર્ષમાં 25 લાખ રૂપિયા વેરો આપ્યો છે. જેમાં મોટો હિસ્સો પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખોરાકમાં ચૂકવ્યો છે.

આ વેરો સીધો અથવા આટકતરો છે. ખરીદી પર વેરો, સેવા પર વેરો, જીએસટી, આવકવેરા સહિત 28 પ્રકારના વેરા ચૂકવે છે. તેમાં આવકના હિસાબે ગરીબ 10 ટકા, શ્રીમંત 40 ટકા અને મધ્યમ વર્ગ 60 ટકા પ્રમાણે વેરાનું ભારણ ગણી શકાય.

26-08-2022ના રોજ ગુજરાતની સાર્વજનિક યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉદ્યોગ, શિક્ષણ જગતના અગ્રણીઓ અને સુરતની અન્ય પ્રસિદ્ધ હસ્તીઓ સાથે વાતચીત કરતાં કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને IT તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ભારતની કરવેરાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. રૂ. 22 લાખ કરોડથી વધીને રૂ. 27 લાખ કરોડ વેરા થઈ ગયા છે. ભારતની અર્થવ્યવસ્થામાં કરવેરાની ઓછી આવક નથી. આવકમાં ચોખ્ખા વધારાને પરિણામે મૂડી ખર્ચ વધીને રૂ. 7.5 લાખ કરોડનો થયો છે.

લાભાર્થીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની શક્તિ મારફતે સીધા જ તેમના ખાતામાં આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 8 વર્ષે ભારત વિશેની પરંપરાગત વાતો ધરમૂળથી બદલી નાખી છે.