અમદાવાદમાં લોકોની આવક એક વર્ષમાં 3.85 ટકા વધી

Income of people in Ahmedabad increased by 3.85 percent in a year, अहमदाबाद में लोगों की आय एक साल में 3.85 फीसदी बढ़ी

અમદાવાદ, 10 જાન્યુઆરી 2024

અમદાવાદમાં વેરાની આવક 4466 કરોડ થઈ હતી. મિલકત વેરા પેટે રૂ. 1127 કરોડની આવક થાય છે. મિલકતોની આવક વધી છે. લોકોની આવક માંડ 3.85 ટકા વધી છે. પણ શ્રીમંત લોકો વાહનો વધારે ખરીદીને મેટ્રો રેલ, બીઆરટીએસ, એએમટીએસ બસને પડકાર ફેંકી રહ્યાં છે.

વેરો ન ભરતાં હોવાથી 8 હજાર મિલકતો સીલ કરવામાં આવી હતી. 31 ડીસેમ્બર સુધી 8212 મિલકતો સીલ કરવામાં આવી હતી. મધ્યઝોનમાં 903, ઉત્તર 1174, દક્ષિણ ઝોન- 1229, પૂર્વ ઝોન- 1586, પશ્ચિમ ઝોન- 1551, ઉત્તપ પશ્ચિમ- 990 અને દક્ષિણ પશ્ચિમ – 779 મિલકતો સીલ કરવામાં આવી હતી. માર્ચ 2023 સુધીમાં એક લાખ મિલકતોને સીક કરાઈ હતી.

આવક

31 ડિસેમ્બર સુધીના વર્તમાન નાણાકીય વર્ષમાં મધ્યઝોનમાં 130 કરોડ, ઉત્તર ઝોનમાં 98 કરોડ, દક્ષિણ ઝોનમાં 100 કરોડ, પૂર્વમાં રૂ. 123 કરોડ, પશ્ચિમમાં 190 કરોડ, ઉ.પ.માં રૂ. 222 કરોડ અને દ.પ.માં રૂ. 170 કરોડની આવક થઈ હતી.

નાણાંકીય વર્ષમાં 31 ડીસેમ્બર 2023 સુધી મિલકત વેરા પેટે રૂ. 1127 કરોડની આવક થઈ હતી. પૂર્ણ થયેલ નાણાંકિય વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન રૂ. 828 કરોડની આવક થઈ હતી. રૂ. 299 કરોડનો આવકમાં વધારો થયો હતો. એક જ વર્ષમાં 36 ટકાનો વધારો થયો હતો. એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના દરમિયાન મિલકત વેરા પેટે રૂ. 689 કરોડની આવક થઈ હતી.

વ્યવસાય વેરો

એક વર્ષમાં અમદાવાદના લોકોની આવકમાં 3.85 ટકાનો વધારો થયો હતો. જે મોંઘવારીની સામે ઘણો ઓછી આવક વધી છે.

2022-23માં પ્રોફેશનલ ટેક્ષ – વ્યવસાય વેરો રૂ.217 કરોડનો વસુલ કરાયો હતો. વર્તમાન નાણાકિય વર્ષમાં 31 ડીસેમ્બર સુધી રૂ. 162 કરોડની આવક થઈ હતી. પાછલા નાણાકીય વર્ષમાં આજ સમયગાળા દરમિયાન રૂ. 156 કરોડની આવક થઈ હતી. 3.85 ટકાનો વધારો થયો હતો.

વાહન વધારે ખરીદાયા

જયારે વ્હીકલ ટેક્ષની આવકમાં ગત વર્ષની સરખામણીએ 16.30 ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો. જે બતાવે છે કે લોકો મેટ્રો રેલ, બીઆરટીએસ, એએમટીએસ મુસાફરોને પોતાની તરફ લાવવામાં નિષ્ફળ છે. પોતાના વાહનો વધારે ખરીદ કરે છે. લોકોની આવક ઓછી થઈ છતાં વાહનો વધારે ખરીદ થયા છે તેનો બિજો અર્થ એ નિકળે છે કે, ગરીબોની આવક વધી નથી પણ શ્રીમંતોની આવક વધતાં તેઓ વાહનો ખરીદી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં આવકનો સૌથી મોટો આધાર ટેક્ષ વિભાગ રહયો છે. 2023-24ના અંદાજપત્રમાં 1082 કરોડનાં વધારા સાથે રુપિયા 9482 કરોડ છે. પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટના દરમાં દર વર્ષે સૂચવેલ 5 ટકાના વધારાનાં બદલે દર વર્ષે 2 ટકાના વધારાનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.રહેણાંક મિલકતોમાં 20 રૂપિયા તેમજ બિન રહેણાક મિલકતોમાં 34 રૂપિયા ચોરસ મિટર દીઠ વેરો લેવામાં આવે છે. વેરો નહીં ભરનાર મિલકત પર કલેક્ટર બોજો નોંધણી કરશે. વેરો નહીં ભરનાર મિલકત પર કલેક્ટર બોજો નોંધણી કરશે.

વેરા

પાણી કર – સામાન્ય કરના 30-45%

કન્ઝર્વન્સી ટેક્સ – સામાન્ય કરના 30-45%

વપરાશ ચાર્જ – રી. રહેણાંક એકમો માટે દરરોજ 1; રૂ. વ્યાપારી એકમો માટે પ્રતિ દિવસ 2

શિક્ષણ વેરો – સામાન્ય કરના 10%

અમદાવાદમાં વર્ષે 1 લાખ 12 હજાર બાળકોનો જન્મ થાય છે.

સરકારી રેકોર્ડ પ્રમાણે ગુજરાતમાં 2021-22માં 14,32,569 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી, જ્યારે 2022-23માં 16,75,648 નવી મિલકતોની નોંધણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 1 લાખ 51 હજાર નવી મિલકત હોવાનો અંદાજ છે.

સત્તાવાર માહિતી અનુસાર, 2022માં રાજ્યમાં નોંધાયેલી મિલકતોની સંખ્યા 15,97,188 હતી, જે અગાઉના વર્ષમાં નોંધાયેલી 14,29,607 મિલકતો કરતાં 11% વધુ છે. સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાંથી સરકારની આવક પણ 2021માં રૂ. 7,337.9 કરોડથી વધીને 2022માં 19%ના વધારા સાથે રૂ. 8,769 કરોડ થવાની ધારણા છે.

રાજ્યએ 2020ની સરખામણીએ 2022 માં મિલકતની નોંધણીમાં 57% અને સ્ટેમ્પ ડ્યુટીથી ઈ-આવકમાં 94% વધારો નોંધ્યો હતો. અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલ મિલકતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં 2020માં 1.73 લાખ મિલકતોની નોંધણી થઈ હતી, જે વધીને 2021માં 2.63 લાખ અને 2022માં 2.96 લાખ થઈ હતી.

સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાંથી આવક વધી. 2020માં રૂ.1,331 કરોડથી 2021માં રૂ. 2,310 કરોડ નોંધાઈ છે. જયારે 2022માં અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી સરકારની આવક રૂ. 2,963 કરોડ હતી.