ભારતે અત્યાર સુધીમાં 2,02,02,858 COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા COVID-19ના સંચાલન માટે “સઘન રીતે પરીક્ષણ કરો, અસરકારક રીતે ટ્રેક કરો અને તાકીદે સારવાર આપો” ની મુખ્ય રણનીતિને અનુસરવામાં આવી રહી છે. આ અભિગમના અસરકારક અમલીકરણને લીધે દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો થયો છે અને લોકોને વ્યાપક COVID પરીક્ષણની સુવિધા મળી છે
છેલ્લા 24 કલાકમાં 3,81,027 નમૂનાઓની ચકાસણી સાથે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 14640 થઈ ગયા છે. હાલમાં, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો 14640 છે. દેશના ટી.પી.એમ. એ વધતા જતા પરીક્ષણ નેટવર્કને સૂચવતા સ્થિર વૃદ્ધિ દર્શાવી છે, જ્યારે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય સરેરાશ કરતા મિલિયન દીઠ વધારે પરીક્ષણ નોંધ્યું છે.
દેશમાં 1348 લેબોરેટરી સાથે દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક સતત મજબૂત થઇ રહ્યું છે; હાલમાં દેશમાં 914 સરકારી લેબોરેટરી અને 434 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે. તેની વિગતો નીચે મુજબ છે:
• રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 686 (સરકારી: 418 + ખાનગી: 268)
• TrueNat આધારિત પરીક્ષણની લેબ: 556 (સરકારી: 465 + ખાનગી: 91)
• CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 106 (સરકારી: 31 + ખાનગી: 75)