ભારતને પકોડાની જરૂર છે કે ટોયોટા કારની, અર્થવ્યવસ્થા પર લેખકના અનેક આવા સવાલ

ભારતને પકોડાની જરૂર છે કે ટોયોટાની ? આર્થિક વેબસાઇટ બ્લૂમબર્ગ પર એક લેખમાં, ભારતમાં કાર પર 50 ટકા સુધીના ટેક્સ અંગે પ્રશ્નો ઉભા કરીને આ વાત ઉઠાવવામાં આવી છે. લેખક એન્ડી મુખર્જીએ લખ્યું છે કે નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા વિશે વાત કરે છે, જ્યારે ટોયોટા કહે છે કે ડ્રગ્સ અથવા દારૂ જેવી કારની હાલત ન કરવી જોઈએ. જ્યારે ઊંચા વેરાને કારણે ટોયોટાએ ભારતમાં વિસ્તરણ ન કરવાનું કહ્યું ત્યારે સરકારે આ મુદ્દા પર ધ્યાન આપ્યું નહીં.

ભારતને પકોડાની જરૂર છે કે ટોયાટાની તે નક્કી નથી. આવા અનેક સવાલો લેખકે ઊભા કરીને મોદી સરકારની અણઆવડત ખૂલ્લી કરી છે. મોદી સરકાર માટે 6 વર્ષનું હેડલાઇન મેનેજમેન્ટ પૂરતું હોવું જોઈએ. જીડીપીના ડેટાને અચાનક તેની તરફેણમાં લઈને દેશમાં બધુ બરાબર થઈ રહ્યું છે તેવું કથન મૂકવામાં કોઈ કસર છોડી નથી. ભારતની અર્થવ્યવસ્થા સંકટથી ઘેરાયેલી રહેશે. વિપક્ષો, કામદારો, ઉદ્યોગપતિઓ અને રાજ્ય સરકારો સાથે વાતચીત થવી જોઈએ.

નોકરી ગુમાવનારા કામદારો ફરીથી કામ કરવા માગે છે. વેપારીઓએ કોરોના યુગ પહેલા રોકાણ ઘટાડ્યું હતું. માંગ વધારવા માટે કર ઘટાડવાનું અશક્ય છે. 15 વર્ષ સુધી વેરામાં હવે કોઈ ફેરફાર કરવા ન જોઈએ. તો જ વિદેશી રોકાણ આવશે. ભારતે ઊંચા ટેક્સ અને ઓછી ગ્રાહકોની માંગના ખરાબ ચક્રને તોડવું જોઈએ. જેના કારણે રોકાણ અને નોકરીઓ વધી રહી નથી. આવક વધતી નથી અને ખરીદ શક્તિ અપૂરતી છે. હાલમાં ભારતમાં કારો પર વધુ ટેક્સ લેવામાં આવી રહ્યો છે.