ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ફરી એકવાર સંઘર્ષ થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર 29-30 ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાબતે ભારત સરકારે જણાવ્યું હતું કે દેશના વીર જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી હતી. ચીનની સાથે સતત ચાલી રહેલ વાટાઘાટોનો અસર જમીન પર દેખાઈ રહી નથી. 29-30 ઓગષ્ટની રાત્રે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખ વિસ્તારમાં હિંસક ઝપાઝપી થઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીની સૈનિકોએ મંત્રણા દરમિયાન પણ પોતાની મુવમેન્ટને આગળ વધારી હતી. પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની પ્રવુતિઓનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો.