ભારતીય નેવીનું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ ઓનલાઇન ઓપ્શનમાંથી અલંગ શીપ બ્રેક ઇન્ડિયાના અગ્રણી ઔદ્યોગિક જૂથ દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું અને તેના અંગેના નાણાની ચૂકવણી થતાની સાથે જ સરકારના વિભાગ એમ એસટીસી દ્વારા ડિલિવરી ઓર્ડર સુપરત કરવામાં આવ્યો છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 શ્રીરામ વેસલ સ્ક્રેપ ખાતે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ઐતિહાસિક યુદ્ધ જહાજ ભાંગવા માટે આવી પહોંચશે. આ અંગે શ્રીરામ ગ્રુપના મુકેશભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે આઈએનએસ વિરાટ ઓનલાઇન ઓક્શન પ્રક્રિયામાં અમે ખરીદ્યું હતું અને તેના અંગેના નાણાની પૂર્ણ ચૂકવણી થઇ જતાં સરકારના એનએસડીસી દ્વારા ડિલિવરી ઓર્ડર આપવામાં આવે છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુંબઈથી અલગ આ જહાજને ટગ વડે ખેંચીને લાવવામાં આવશે.
18000 ટન એલબીટી ધરાવતા આઈએનએસ વિરાટ જહાજની પહોળાઇ 49 મીટર, લંબાઇ 225 મીટર છે. અને તે વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે ઐતિહાસિક યુદ્ધ જહાજ આવી પહોંચશે તેના આગમન અંગે તૈયારીઓ ચાલી રહી છે .
આઈએનએસ વિરાટ વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું અને આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક યુદ્ધ જહાજે ભારતીય નેવીમાં ત્રીસ વર્ષ સુધી સેવા બજાવી હતી.