કોચિન બંદરના વલ્લારપદમ ટર્મિનલને દક્ષિણ એશિયાના અગ્રણી ટ્રાન્સ-શિપમેન્ટ હબ વિકસાવાશે

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવીયાએ ભારતના પ્રથમ ટ્રાન્સ-શિપમેન્ટ હબ – કેરળના કોચિન બંદરના વલ્લારપદમ ટર્મિનલના વિકાસની સમીક્ષા કરી, કોચિન બંદરના વલ્લારપદમ ટર્મિનલને દક્ષિણ ભારત માટે સૌથી પ્રિય ગેટવે અને દક્ષિણ એશિયાના અગ્રણી ટ્રાન્સ-શિપમેન્ટ હબ તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ છે.

કોચીન બંદરના વલ્લારપદમ ટર્મિનલની વિકાસ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. ડી.પી.વર્લ્ડ દ્વારા સંચાલિત ભારતના પ્રથમ ટ્રાન્સ-શિપમેન્ટ બંદર તરીકે તેની કલ્પના કરવામાં આવી છે.

અધિકારીઓને વિવિધ પડકારોનો સામનો કરવા અને ભારતના ટ્રાન્સ-શિપમેન્ટ હબ અને દક્ષિણ એશિયાના પ્રણેતા કેન્દ્રના દ્રષ્ટિકોણને વાસ્તવિક બનાવવા માટે નિર્દેશ આપ્યા હતા.  માંડવીયાએ જણાવ્યું હતું કે “ભારતીય બંદર પર ભારતીય કાર્ગો ટ્રાન્સશિપ સુનિશ્ચિત કરવા અમે ભારતીય બંદર પર ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા વિકસાવી રહ્યા છીએ. વલ્લારપદમ ટર્મિનલના વિવિધ પ્રશ્નોનું સમાધાન લાવવું એ જહાજ મંત્રાલયની ટોચની અગ્રતા છે.”

ટ્રાન્સ-શિપમેન્ટ હબ એ બંદરનું એક ટર્મિનલ છે જે કન્ટેનર સંભાળે છે, તેનો અસ્થાયી રૂપે સંગ્રહ કરે છે અને આગળના ગંતવ્ય માટે તેને અન્ય જહાજોમાં સ્થાનાંતરિત કરે છે. કોચી ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સ-શિપમેન્ટ ટર્મિનલ (આઇસીટીટી), જે સ્થાનિક રીતે વલ્લારપદમ ટર્મિનલ તરીકે ઓળખાય છે, તે ભારતીય દરિયાકિનારે વ્યૂહાત્મક રીતે સ્થિત છે. તે સફળતાપૂર્વક બધા માપદંડોને પરિપૂર્ણ કરે છે જે તેને ટ્રાન્સ-શિપમેન્ટ હબ તરીકે વિકસાવવા માટે જરૂરી છે. જેમાં સામેલ છે:

આંતરરાષ્ટ્રીય દરિયાઇ માર્ગોની નિકટતાને ધ્યાનમાં રાખીને તે ભારતીય બંદરગાહ માટે શ્રેષ્ઠ સ્થાન છે;
તે બધા ભારતીય ફીડર બંદરોથી ઓછામાં ઓછા સરેરાશ દરિયાઈ અંતર પર સ્થિત છે;
તેમાં કનેક્ટિવિટી આપવામાં આવે છે જેમાં મુન્દ્રાથી કોલકાતા સુધીના ભારતના પશ્ચિમ અને પૂર્વ તટ પરના તમામ બંદરો પર બહુવિધ સાપ્તાહિક ફીડર કનેક્શન્સ છે;
તે ભારતના મુખ્ય અંતરિયાળ વિસ્તારના બજારોની નજીક છે;
તેમાં મોટા જહાજોનું સંચાલન કરવા માટેનું માળખું અને જરૂરિયાત મુજબ તેને વધારવાની ક્ષમતા છે.