Industries have been set up on 1334 farms in Morbi in two years मोरबी में दो वर्षों में 1334 खेतों पर उद्योग स्थापित हुए हैं
ગાંધીનગર, 9 સપ્ટેમ્બર 2025
સિરામિક, સેનેટરી, ઘડિયાળ, પેપરમીલ અને માટી ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો અહીં ખૂબ વિકાસ પામ્યા છે, મોરબી જિલ્લો ખેતી ક્ષેત્રે આગળ છે. મોરબી જિલ્લાના દાડમ સહિતના ફળ વિશ્વની બજારોમાં પણ નિકાસ થાય છે. ખેતી ક્ષેત્રે મોરબી જિલ્લાના ખેડૂતો આગળ છે.
મોરબી જિલ્લાના 23 હજાર ખેડૂતો 16 હજાર એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે ખેતીને બિનખેતીમાં ફેરવવામાં આવી રહી છે.
બિનખેતી વગરની 70 વીઘા જમીનમાં સ્ટોકયાર્ડ ઉભું કરનાર વગદાર કંપની ઓપેરા કંપની છે. આવી અનેક કંપનીઓ ખેતીની જમીન પર ઉદ્યોગ કે વેપારી ઉપયોગ કરી રહ્યાં છે.
2025માં મોરબી મહાનગરપાલિકા દ્વારા ત્રણ કોમ્પ્લેક્ષને સિલ મારી દેવામાં આવ્યા હતા. આવા અનેક વેપારી સંકુલો ખેતીની જમીન પર બનાવી દેવાયા છે.
તાલુકો
ટંકારા 125
માલિયા 93
મોરબી 520
મોરબી (શહેર) 30
વાંકાનેર 386
હળવદ 180
કુલ 1334
ગુજરાતી
English



