[:gj]પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડાઈ લડવા પાંચ મંત્રો ‘સંકલ્પ, સંયમ, સકરાત્મકતા, સન્માન અને સહયોગ’ આપ્યાં[:en]PM gives the five-point mantra of ‘Sankalp, Sanyam, Sakaratmakta, Samman Sahyog’ to tackle COVID-19[:hn]प्रधानमंत्री ने कोविड-19 से निपटने के लिए ‘संकल्प, संयम, सकारात्‍मकता, सम्मान और सहयोग’ के पांच सूत्री मंत्र दिए [:]

[:gj]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રસિદ્ધ રમતવીરો સાથે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સંપૂર્ણ માનવજાત માટે અભિશાપરૂપ છે અને આ સ્થિતિની ગંભીરતાનો તાગ એ હકીકત પરથી મળી શકશે કે બીજા વિશ્વયુદ્ધ પછી ઓલિમ્પિક રમતોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે. રોગચાળાને કારણે સર્જાયેલા પડકારોને પગલે વિમ્બ્લ્ડન જેવી અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ અને ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલ) જેવી સ્થાનિક ટૂર્નામેન્ટને પણ મુલતવી રાખવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ રમતના મેદાન પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશનું ગર્વ વધારવા બદલ રમતવીરોની પ્રશંસા કરી હતી. અત્યારે તેઓ દેશનો નૈતિક જુસ્સો વધારવામાં તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો સંદેશ પ્રસારાવવા અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમજ લોકોને લોકડાઉન દરમિયાન સૂચનોનું પાલન કરવા પ્રેરિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતોમાં ક્ષમતા વધારવા માટે તાલીમમાંથી પડકારો ઝીલવા, સ્વશિસ્ત જાળવવા, સકારાત્મક અભિગમ રાખવા અને આત્મવિશ્વાસ કેળવવા જેવા મહત્ત્વપૂર્ણ પાસાં શીખવા મળે છે, જે વાયરસના પ્રસારને અટકાવવા માટે આવશ્યક છે.

પ્રધાનમંત્રીએ તેમને લોકોને તેમના સંદેશના પાંચ મુદ્દા જણાવવા કહ્યું હતું: રોગચાળા સામે લડવા ‘સંકલ્પ’, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ‘સંયમ’, પોઝિટિવિટી જાળવવા ‘સકારાત્મકતા’, આ લડામાં મોખરે રહીને લડતા તબીબો, પોલીસો વગેરે પ્રત્યે ‘સન્માન’ અને પીએમ-કેર્સ ફંડમાં રાષ્ટ્રીય સ્તરે વ્યક્તિગત સ્તરે પ્રદાન કરવા ‘સહયોગ’. તેમણે રમતવીરોને શારીરિક અને માનસિક એમ બંને પ્રકારની ફિટનેસનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકાને લોકપ્રિય બનાવવા પણ કહ્યું હતું.

રમતવીરોએ આ પડકારજનક સમયમાં પ્રધાનમંત્રીની લીડરશિપની પ્રશંસા કરી હતી. તેમણે પ્રધાનમંત્રીનો એ સુનિશ્ચિત કરવા માટે પણ આભાર માન્યો હતો કે, મોખરે રહીને આ લડાઈમાં કામ કરતાં હેલ્થકેર વર્કર્સ અને પોલીસ કર્મચારીઓને સન્માન મળે, જેઓ તેમની નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યાં છે. તેમણે શિસ્ત, માનસિક ક્ષમતાના મહત્ત્વ, ફિટનેસ જાળવવા માટેની વ્યવસ્થા અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પગલાં લેવા વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત આ રોગચાળા સામેની લડાઈમાં વિજેતા થાય એ જરૂરી છે અને આ લડાઈમાં રમતવીરોની સક્રિય ભાગીદારીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ ચર્ચામાં 40થી વધારે ટોચના રમતવીરો સામેલ થયા હતા, જેમાં ભારતરત્ન સચિન તેંડુલકર, બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, મહિલા હોકી ટીમનાં કેપ્ટન રાની રામપાલ, બેડમિન્ટના પ્રસિદ્ધ ખેલાડી પી. વી. સિંધુ, કબડ્ડીના ખેલાડી અને હિમાચલ પ્રદેશની પોલીસમાં ડીએસપી શ્રી અજય ઠાકુર, દોડવીર હિમા દાસ, પેરાએથ્લેટ હાઈ જમ્પર શ્રી શરદ કુમાર, ટેનિસના ટોચના ખેલાડીઓ શ્રીમતી અંકિતા રૈના, ભૂતપૂર્વ ઉત્કૃષ્ટ ક્રિકેટર યુવરાજ સિંહ અને પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા. આ ચર્ચા દરમિયાન કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.[:en]Sportspersons have brought glory to the nation, now they have an important role to play in boosting morale of the nation and spreading positivity: PM

Praising the leadership of PM, sportspersons pledge to spread the message of positivity and social distancing

Delhi, 03 APR 2020
Prime Minister Shri Narendra Modi today interacted with eminent sportspersons via video conference.

Prime Minister said that COVID-19 is an adversary of the entire humanity and the gravity of the situation can be ascertained from the fact that for the first time since World War II, the Olympics has been postponed. Several other prominent international sporting events like Wimbledon and domestic sporting events like Indian Premier League for cricket have been shifted as well due to the challenges created by the pandemic.

Prime Minister praised the sportspersons for bringing glory to the nation through stellar performances on the field. Now they have a very important role to play in boosting the morale of the nation as well as spreading the message of social distancing along with asking people to continuously follow advisories given during lockdown. He underlined that the traits learnt in sports training viz the ability to face challenges, self-discipline, positivity and self-belief are the essential tools to combat the spread of the virus.

Prime Minister asked them to include the following five points in their message to people: ‘sankalp’ to fight the pandemic, ‘sanyam’ to follow social distancing, ‘sakaratmakta’ to maintain positivity, ‘samman’ to respect the frontline soldiers in this battle including the medical fraternity, the police personnel etc and ‘sahyog’ at personal level as well as at national level through contribution to PM-CARES fund. He also asked them to highlight the importance of both physical and mental fitness and also popularize guidelines released by AYUSH Ministry.

The sportspersons praised the leadership of the Prime Minister in this challenging time. They also thanked him for ensuring that the frontline health care workers and police personnel involved in this battle get the respect they truly deserve for their selfless service. They talked about the importance of discipline, mental strength, following a fitness regimen and taking steps to boost immunity.

Prime Minister mentioned that it is imperative India emerges victorious in this battle against the pandemic and expressed confidence in pro-active participation by the sportspersons in this battle.

More than 40 top sportspersons from across disciplines including Bharat Ratna Shri Sachin Tendulkar, BCCI President Shri Sourav Ganguly, Women’s Hockey team captain Ms. Rani Rampal, ace badminton player Ms. PV Sindhu, Kabaddi player and DSP in Himanchal Pradesh Police Shri Ajay Thakur, sprinter Ms Hima Das, para athlete high jumper Shri Sharad Kumar, top tennis player Ms. Ankita Raina, eminent cricketer Shri Yuvraj Singh and Men’s cricket team captain Shri Virat Kohli participated in the video conference. Union Minister for Youth Affairs and Sports and other senior officials of the Ministry also participated in the interaction.[:hn]

प्रधानमंत्री ने कहा कि ‘कोविड-19’ पूरी मानवता का दुश्‍मन है और वर्तमान स्थिति की गंभीरता का पता इस तथ्य से लगाया जा सकता है कि द्वितीय विश्व युद्ध के बाद पहली बार ओलंपिक गेम्‍स को स्थगित किया गया है। इस महामारी से उत्‍पन्‍न विकट चुनौतियों के कारण विम्बलडन जैसे कई अन्य प्रमुख अंतर्राष्ट्रीय खेल आयोजनों और क्रिकेट से संबंधित इंडियन प्रीमियर लीग जैसे घरेलू खेल आयोजनों के पूर्व निर्धारित समय में परिवर्तन करने पर विवश होना पड़ा है।

प्रधानमंत्री ने खेल के मैदान पर शानदार प्रदर्शन कर राष्ट्र को गौरवान्वित करने के लिए खिलाड़ियों की प्रशंसा की। अब उन्‍हें राष्ट्र का मनोबल बढ़ाने और सकारात्मकता का माहौल बनाए रखने में अत्‍यंत महत्वपूर्ण भूमिका निभानी है। इसके साथ ही खिलाड़ियों को लोगों से लॉकडाउन के दौरान जारी की जाने वाली एडवाइजरी का निरंतर पालन करने के लिए कहना है। प्रधानमंत्री ने यह बात रेखांकित की कि खेल प्रशिक्षण के दौरान सीखी जाने वाली विशिष्‍ट बातें जैसे कि चुनौतियों का डटकर सामना करने की क्षमता, स्‍व-अनुशासन, सकारात्मकता और आत्मविश्वास इस वायरस के फैलाव का मुकाबला करने की दृष्टि से भी अत्‍यंत आवश्यक तरीके हैं।

प्रधानमंत्री ने खिलाड़ियों से लोगों को दिए जाने वाले अपने संदेश में इन पांच बिंदुओं को शामिल करने को कहा है: महामारी से लड़ने के लिए ‘संकल्प’, सामाजिक दूरी बनाए रखने का पालन करने के लिए ‘संयम’, सकारात्मक माहौल निरंतर बनाए रखने के लिए ‘सकारात्मकता’, इस लड़ाई में सबसे आगे रहने वाली चिकित्सा बिरादरी एवं पुलिस कर्मियों जैसे योद्धाओं का आदर करने के लिए ‘सम्मान’  और ‘पीएम-केयर्स फंड’ में योगदान के जरिए निजी स्तर के साथ-साथ राष्ट्रीय स्तर पर भी ‘सहयोग’। प्रधानमंत्री ने खिलाड़ियों से शारीरिक एवं मानसिक स्वास्थ्य दोनों के महत्व पर प्रकाश डालने के साथ-साथ आयुष मंत्रालय द्वारा जारी दिशा-निर्देशों को लोकप्रिय बनाने के लिए भी कहा।

खिलाड़ियों ने इस अत्‍यंत चुनौतीपूर्ण समय में प्रधानमंत्री के नेतृत्व की सराहना की। खिलाड़ियों ने यह सुनिश्चित करने के लिए भी प्रधानमंत्री का धन्यवाद किया कि वे इस लड़ाई में सबसे आगे रहकर नि:स्वार्थ सेवा करने वाले स्वास्थ्य कर्मियों और पुलिस कर्मियों को सम्मान दिलाने के लिए तत्‍पर हैं जिसके पात्र वे वास्‍तव में हैं। उन्होंने अनुशासन एवं मानसिक शक्ति के विशेष महत्‍व, फिटनेस बनाए रखने और रोग-प्रतिरोधक क्षमता को बढ़ावा देने के लिए आवश्‍यक कदम उठाने की भी चर्चा की।

प्रधानमंत्री ने इस बात का उल्लेख किया कि यह अत्‍यंत आवश्‍यक है कि भारत महामारी के खिलाफ इस लड़ाई में विजयी बनकर उभरे। प्रधानमंत्री ने विश्वास व्यक्त किया कि इस लड़ाई में समस्‍त खिलाड़ी अत्‍यंत सक्रियतापूर्वक भाग लेंगे।

विभिन्‍न खेलों से जुड़े 40 से भी अधिक शीर्ष खिलाड़ियों ने इस वीडियो कॉन्फ्रेंस में भाग लिया जिनमें भारत रत्न श्री सचिन तेंदुलकर, बीसीसीआई के अध्यक्ष श्री सौरव गांगुली, महिला हॉकी टीम की कप्तान सुश्री रानी रामपाल, मशहूर बैडमिंटन खिलाड़ी सुश्री पीवी सिंधु, कबड्डी खिलाड़ी एवं हिमाचल प्रदेश पुलिस विभाग में डीएसपी श्री अजय ठाकुर, तेज धावक सुश्री हिमा दास, पैरा एथलीट हाई जम्पर श्री शरद कुमार, शीर्ष टेनिस खिलाड़ी सुश्री अंकिता रैना, धुरंधर क्रिकेटर श्री युवराज सिंह और पुरुष क्रिकेट टीम के कप्तान श्री विराट कोहली शामिल हैं। केंद्रीय युवा कार्य एवं खेल मंत्री और मंत्रालय के अन्य वरिष्ठ अधिकारियों ने भी इस संवाद में भाग लिया।

[:]