અમેરિકાથી ભારત આવવા રવાના થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત જવા માટે હું ખૂબ જ ઉત્સુક છુ અને મોદીને હું વધુ પસંદ કરૂ છું પરંતુ ભારતે અમારી વાત માની નથી. મુલાકાત દરમિયાન કોઈ ઔદ્યોગિક કરાર કરવામાં આવશે નહી. મુલાકાત બાદ અમેરિકા પહોંચી આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ તા.ર૪મીએ અમદાવાદ આવી પહોંચશે.
ખાસ કરીને એરપોર્ટથી ગાંધીઆશ્રમ અને ગાંધીઆશ્રમથી મોટેરા સ્ટેડિયમ સુધી યોજાનારા રોડ શો ને લઈ હું પોતે રોમાંચિત છું આ રોડ શો દરમિયાન પ૦ લાખથી વધુ લોકો હાજર રહેવાના છે તેવી વિગતો મળી છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદમાં ખૂબ જ જારશોરથી તૈયારી ચાલી રહી છે.
વર્તમાન રાજકારણમાં વિશ્વભરના રાજકીય નેતાઓમાંથી સૌથી વધુ મોદીને તેઓ પસંદ કરે છે અને ટુંક સમયમાં જ તેમની સાથે થનારી મુલાકાત ખૂબ જ રોમાંચિત રહેશે. દિલ્હીમાં અમેરિકાના વ્યાપારી પ્રતિનિધિ મંડળો સાથે ભારતના વેપારી પ્રતિનિધિ મંડળો સાથે બેઠકો યોજાવાની છે અને આ બેઠકોમાં ભારતમાં મુડી રોકાણ માટે અમેરિકી પ્રતિનિધિ મંડળો મહત્વપૂર્ણ ચર્ચા કરશે.
ભારત સાથે ઔદ્યોગિક કરારો કરવા માટે અમેરિકી પ્રતિનિધિ મંડળો ખૂબ જ ઉત્સુક છે પરંતુ આ મુલાકાત દરમિયાન કોઈ જ કરાર થવાના નથી. ડોનાલ્ડ ટ્રમ્પના આ મહત્વપૂર્ણ નિવેદનના પગલે હવે ભારતીય ઉદ્યોગપતિઓ પણ તેમની રણનીતિ બદલે તેવી સંપૂર્ણ શકયતા છે. વાના છે જેના પગલે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટ્રમ્પને આવકારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.ર૩મીએ સાંજે અમદાવાદ આવી પહોંચે તેવી સંપૂર્ણ શકયતા છે.