Out of 144 islands and 45 lampposts only 3 were developed in Gujarat, 144 द्वीपों और 45 लैम्पपोस्टों में से केवल 3 गुजरात में विकसित किए गए थे
ગાંધીનગર, 2 જૂલાઈ 2023
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારે 45 દીવાદાંડીઓ છે, 144 ટાપુઓ પર ઘણાંમાં દીવા દાંડી આવેલી છે. જેમાં 3ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે.
ઐતિહાસિક દીવાદાંડીઓને પર્યટન સ્થળો તરીકે છે. દ્વારકા, ગોપનાથ અને વેરાવળમાં ત્રણ પરિવર્તિત દીવાદાંડીઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જે આજે ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં ફેરવાઈ ગયા છે, હવે ભારતમાં 75 ઐતિહાસિક દીવાદાંડીઓને પ્રવાસન સ્થળોમાં રૂપાંતરિત કરવામાં આવશે. વળી, ભારતના નીતિ આયોગે ગુજરાતમાં 144 ટાપુ જાહેર કર્યા હતા. તેને વિકાસ કરવાની જાહેરાત નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારથી કરવામાં આવે છે. હજું એક પણ ટાપુ પ્રવાસન સ્તળ બની શક્યો નથી.
દીવા દાંડીને ગુજરાત સરકારને એનો વિકાસ કરવા માટે ચોક્કસ નીતિ બનાવવાની ભલામણની સાથે 108 કરોડની જોગવાઈ કરવાની હતી. ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બોર્ડ જીઆઈડીબીએ આ આઇલેન્ડના વિકાસ માટે રૂ.10 કરોડના ખર્ચે અભ્યાસ કર્યો હતો. રાજ્ય સરકારે 2015-16માં તેના સામાન્ય બજેટમાં જોગવાઈ કરી હતી. એ સમયે રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતાં.
સમૃદ્ધ સંસ્કૃતિ, મહત્વ અને આકર્ષણને પ્રદર્શિત કરવાનો છે. દીવાદાંડીઓ ભારતની સમૃદ્ધ અને અનન્ય ધરોહરને વિશ્વ સમક્ષ દર્શાવતું જીવંત પ્રવાસન સ્થળ બનાવશે.
ગોપની દીવા દાંડી
પ્રવાસીઓ ઉપરાંત વિદ્યાર્થીઓ, જીજ્ઞાસુઓ દીવાદાંડીના ઉપયોગ અને તેની કાર્યપધ્ધતિથી વાકેફ થાય તે માટે દ્વારકા સ્થિત 43 મીટર ઊંચાઈની દીવાદાંડી, વેરાવળની 30 મીટર અને ગોપનાથની 40 મીટર ઊંચાઈની દીવાદાંડી છે.
વિઝીટર રૂમ, માહિતી માટે કિઓસ્ક, મેરીટાઈમ અને સ્થાનિક ઈતિહાસ દર્શાવતા એલઈડી, ફાઉન્ટેન, દરિયાકાંઠે વોક-વે, લેન્ડસ્કેપિંગ, ટોઈલેટ બ્લોક અને બેસવા માટેની વ્યવસ્થા છે. પેનોરેમિક ગેલેરી છે.
2018થી જાહેરાત કરવામાં આવી હતી કે, દીવા દાંડી વિકસાવવામાં આવશે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં આવેલી 3 દીવાદાંડી નો પ્રવાસન હેતુ માટે વિકાસ કરવાનો નિર્ણય ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં દ્વારકા , વેરાવળ, અને ગોપનાથ ખાતેની દીવાદાંડી ઓનો પ્રવાસન હેતુથી વિકાસ કરવામાં આવશે. જેમાં વિઝીટર રૂમ, માહિતી માટે કિઓસ્ક બર્ડ, મેરીટાઇમ બોર્ડ નો ઈતિહાસ દર્શાવતું પ્રદર્શન લેન્ડસ્કેપ, એલીડી ફાઉન્ટેન ,અને રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ હશે. દૂરબીનથી સમુદ્ર દર્શનની વ્યવસ્થા હશે. મુલાકાતીઓના મનોરંજન કરવાના સાધનો હશે.
દીવા દાંડી કેમ
વહાણો અને આગબોટોને રાત-દિવસ નાવીય સંદર્ભસ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર, તેને દીવા દાંડી કહે છે. દિવસના દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે.
વહાણો અને આગબોટોને રાત-દિવસ નાવીય સંદર્ભસ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર. દિવસના દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે. સમુદ્રના નાવિકોની માફક વિમાનના નાવિકો માટે પણ તેના સ્થળનો સંદર્ભ અને માર્ગ નક્કી કરવા માટે દીવાદાંડીઓ રાખવામાં આવે છે. જોકે ‘દીવાદાંડી’ શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે.
દીવાદાંડીઓનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. તેની રચનામાં અને પ્રકાશ મેળવવા માટેના સ્રોતોમાં વર્ષો જતાં મોટા ફેરફારો થયા છે.
ઇતિહાસ : એમ કહેવાય છે કે ફિનિશિયનો અને ઇજિપ્શિયનોએ સૌપ્રથમ દીવાદાંડીઓ બાંધેલી. જેની વિગતો મળી શકે છે તેવી સૌપ્રથમ દીવાદાંડી તે ‘પેરોઝ ઑવ્ ઍલેક્ઝાન્ડ્રિયા’. તે લગભગ ઈ. સ. પૂર્વે 280માં બાંધવામાં આવેલી. તેનું બાંધકામ પથ્થરના ચણતરથી થયેલું. તેની ઊંચાઈ 107 મી. હતી. પ્રકાશ મેળવવા તેની ટોચ પર લાકડાં બાળવામાં આવતાં હતાં. વર્ષો સુધી તે દુનિયાની સાત અજાયબીઓમાંની એક તરીકે ગણાઈ. સદીઓ સુધી તેણે દરિયાઈ પવન અને મોજાંની ઝીંક ઝીલી, પરંતુ ચૌદમી સદીના ધરતીકંપને લીધે તે ગબડી પડી.
યુરોપના દરિયાકિનારા પર રોમનોએ બાંધેલી દીવાદાંડીઓ ઇંગ્લૅન્ડમાં ડોવર કૅસલની દીવાલો પાસે અને સ્પેનમાં કોરુનામાં આજે પણ મોજૂદ છે.
વીજળી નહોતી ત્યારે દીવાદાંડીમાં મશાલ કે તેલના દીવા કરીને સિગ્નલ અપાતા. પ્રાચીન દીવાદાંડી જોવા જેવી અને અજાયબીભરી હોય છે.
સ્કોટલેન્ડના દરિયાકિનારે આવેલી બેલરોક લાઈટ હાઉસ વિશ્વની સૌથી જૂની છે. 35 મીટર ઊંચી દીવાદાંડી ઈ.સ.1807માં બાંધવામાં આવેલી અને આજે પણ ચાલુ છે. તેના જમાનામાં તે વિશ્વની સૌથી ઊંચી દીવાદાંડી હતી. બાંધકામ ક્ષેત્રમાં અજાયબી ગણાતી આ દીવાદાંડીને 1988માં આધુનિક સાધનોથી સજ્જ કરાઈ હતી. આ દીવાદાંડીની લાઈટ 56 કિલોમીટર દૂરથી પણ દેખાય છે.
ભારતમાં લાઇટહાઉસ મંત્રાલય કેન્દ્રસરકાર હસ્તક છે. તેના છ ક્ષેત્રીય વિભાગો છે : (1) સૌરાષ્ટ્ર-કચ્છ (મુખ્ય મથક, જામનગર); (2) તળ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક (મુખ્ય મથક, મુંબઈ); (3) કેરળ, લક્ષદ્વીપ (મુખ્ય મથક, કોચીન); (4) કેરળનો થોડો ભાગ, તમિળનાડુ, આંધ્રપ્રદેશ (મુખ્ય મથક, ચેન્નાઈ); (5) આંધ્રપ્રદેશનો થોડો ભાગ, ઓરિસા, પશ્ચિમ બંગાળ (મુખ્ય મથક, કૉલકાતા); (6) આંદામાન, નિકોબાર (મુખ્ય મથક, પૉર્ટ બ્લેર).
ભારતમાં કુલ 180 દીવાદાંડીઓ, 14 રેડિયો બેકન સ્ટેશનો, 53 ધુમ્મસ માટેનાં સિગ્નલ-સ્ટેશનો, 7 દીપ-જહાજો (લાઇટશિપ સ્ટેશનો) અને અનેક લાઇટ બોયાં (buoys) છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારે 45 દીવાદાંડીઓ, 5 રડાર બેકન સ્ટેશનો, 3 રેડિયો બેકન સ્ટેશનો અને 12 લાઇટ બોયાં છે.
હજીરાની 185 વર્ષ જૂની દીવા દાંડી
સુરતના હજીરા સ્થિત દીવાદાંડીનો ઇતિહાસ છે. સુંદર દીવાદાંડી 25 મીટરની ઊચાઇ અને 185 વર્ષ જૂની આ દીવાદાંડી ઘણી ઐતિહાસિક ચઢાવ ઉતાર ની સાક્ષી છે. 21 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લાઇટહાઉસ દિવસ હોય છે. 17મી શતાબ્દીમાં બ્રિટિશરો ડચ, પોર્ટુગીઝ લોકોને વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો હતો. તે સમયે લશ્કરની દ્રષ્ટિએ પણ આ સ્થાન એક મહત્વનુ હતું.
તે સમયના બ્રિટિશ અધિકારી મી.વુક્સની કબર આવેલી છે. કબરને ગુજરાતીમાં હજીરો કહેવામા આવે છે. પણ હજીરો માંથી અપભ્રંશ થઈ ગામનું નામ હજીરા થઈ ગયું. ચીફ પોસ્ટમાસ્તર જનરલ ગુજરાત સર્કલ દ્વારા ટિકીટ અને પિકચર પોસ્ટકાર્ડ બનાવાયા હતા.
ગુજરાત સરકારે રાજ્યમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ માટે ઓથોરિટી બનાવી પ્રથમ તબક્કે 7 આઇલેન્ડ ડેવલપ કરવાનો નિર્ણય માર્ચ 2021માં કર્યો હતો. માટેની કાર્યવાહી તેમજ રૂપરેખા ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) કરી રહ્યું છે.
આઇલેન્ડ વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે. જેમાં આ આઇલેન્ડ કોણ ડેવલપ કરશે, કોને કામ સોંપાશે અને કેટલા આઇલેન્ડનો વિકાસ કરાશે એનો નિર્ણય જીઆઈડીબી કરશે.
ગુજરાતના જે સ્થળોને આઈલેન્ડ તરીકે વિકસાવવાના હતા તેમાં જામનગરનો પીરોટન ટાપુ ઉપરાંત મામલિયા, મુર્ગા, બેટ શાંખોદર (બેટ દ્વારકા), સવાઈબેટ, પિરામ અને આલિયાબેટનો સમાવેશ થાય છે. જ્યારે પિરોટન ટાપુ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોંચી શકવાની બાબતે આ ટાપુ પર લીમડો, કાથી, આંબળાં, બાવળ જેવાં વૃક્ષો અને ચેરનાં વૃક્ષ સહિત પરવાળા તેમજ ટાપુ પર લાઇટ હાઉસ-દીવાદાંડી વગેરેને કારણે ટાપુના પ્રવાસનધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે. પિરોટન ટાપુનો મરીન નેશનલ પાર્કમાં સમાવેશ થાય છે.