જૂન મહિનામાં દરેક લોકોએ મોદી સરકારને રૂ.1200નો વેરો ભર્યો, ગુજરાતના 10 હજાર કરોડ 

PM interacting with the Indian Community, in Cairo, Egypt on June 24, 2023.

जून महीने में सभी ने मोदी सरकार को दिया 1200 रुपये टैक्स, गुजरात के 10 हजार करोड़, Everyone gave 1200 rupees tax to Modi govt in June, 10 thousand crores of Gujarat
અમદાવાદ, 2 જુલાઈ 2023
દેશની જૂન, 2023 મહિનામાં GSTની કુલ આવક ₹1,61,497 કરોડ રહી હતી. દેશની દરેક વ્યક્તિએ એક મહિનામાં રૂ.1200નો વેરો ભર્યો હતો. જેમાંથી ગુજરાતને 1571 કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. જે ગુજરાતની પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂ.225 થાય છે. તેનો મતલબ ગુજરાતાંથી કેન્દ્ર સરકાર જે પૈસા વેરા પેટે લઈ જાય છે તેમાં પરત આપવાનું પ્રમાણ ઓછું થતું જાય છે. પણ અંદાજ છે કે, ગુજરાતમાંથી રૂ.9થી 10 હજાર કરોડ વેરા પેટે પ્રજાએ ચૂકવ્યા છે. જે વેરો પ્રજા દ્વારા સીધો નથી ચૂકવાયો પણ તેઓ જે ઘર કે વેપાર હેતુ માટે ખરીદી કરે છે તેમાં વેરા પેટે તેઓ ચૂકવી રહ્યાં છે.

ગુજરાત સરકારને જૂનમાં જીએસટી પેટે કેટલી આવક થઈ તે જાહેર કરવામાં આવ્યું નથી.
જેમાં CGST પેટે ₹31,013 કરોડ, SGST પેટે ₹38,292 કરોડ, IGST પેટે ₹80,292 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલા ₹39,035 કરોડ સહિત) અને ઉપકર પેટે ₹11,900 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલા ₹1,028 કરોડ સહિત)ની આવક થઇ છે.

સરકારે IGSTમાંથી CGST માટે ₹36,224 કરોડ અને SGST માટે ₹30269 કરોડની રકમ સરભર કરી છે. નિયમિત સેટલમેન્ટ પછી જૂન 2023 મહિનામાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST પેટે ₹67,237 કરોડ અને SGST પેટે ₹68,561 કરોડ રહી છે.

જૂન 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં થયેલી GSTની આવક કરતાં 12% વધારે છે. આ મહિના દરમિયાન, સ્થાનિક વ્યવહારોમાંથી (સેવાઓની આયાત સહિત) થયેલી આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્રોતોમાંથી થયેલી આવકની સરખામણીએ 18% વધુ છે.

GSTની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં તેનું એકત્રીકરણ રૂ. 1.60 લાખ કરોડના આંકડાને ઓળંગી ગયું હોય તેવું ચોથી વખત બન્યું છે. નાણાકીય વર્ષ 2021-22, નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે સરેરાશ માસિક કુલ GST એકત્રીકરણ અનુક્રમે રૂ. 1.10 લાખ કરોડ, રૂ. 1.51 લાખ કરોડ અને રૂ. 1.69 લાખ કરોડ નોંધાયું છે.

નીચે આપેલો આલેખ ચાલુ વર્ષ દરમિયાન કુલ માસિક GSTની આવકમાં વલણો દર્શાવે છે. કોષ્ટક-1માં જૂન 2022ની સરખામણીમાં જૂન 2023 મહિના દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરવામાં આવેલા GSTના રાજ્યવાર આંકડા બતાવવામાં આવ્યા છે અને કોષ્ટક-2માં જૂન 2023માં IGSTમાંથી રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રાપ્ત થયેલો/સરભર કરાયેલો SGSTનો ભાગ બતાવવામાં આવ્યો છે.

જૂન 2023 દરમિયાન રાજ્ય અનુસાર GSTની આવક[1]
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશજૂન’22જૂન’23વૃદ્ધિ (%)
જન્મુ અને કાશ્મીર371.83588.6858%
હિમાચલ પ્રદેશ693.14840.6121%
પંજાબ1,682.501,965.9317%
ચંદીગઢ169.7227.0634%
ઉત્તરાખંડ1,280.921,522.5519%
હરિયાણા6,713.897,988.1819%
દિલ્હી4,313.364,744.1110%
રાજસ્થાન3,385.953,892.0115%
ઉત્તરપ્રદેશ6,834.518,104.1519%
બિહાર1,232.061,437.0617%
સિક્કિમ256.37287.5112%
અરૂણાચલ પ્રદેશ58.5390.6255%
નાગાલેન્ડ33.5879.2136%
મણીપુર38.7960.3756%
મિઝોરમ25.8555.38114%
ત્રિપુરા62.9975.1519%
મેઘાલય152.59194.1427%
આસામ972.071,213.0525%
પશ્ચિમ બંગાળ4,331.415,053.8717%
ઝારખંડ2,315.142,830.2122%
ઓડિશા3,965.284,379.9810%
છત્તીસગઢ2,774.423,012.039%
મધ્યપ્રદેશ2,837.353,385.2119%
ગુજરાત9,206.5710,119.7110%
દાદરા અને નગર હેવલી અને દમણ અને દીવ349.7339.31-3%
મહારાષ્ટ્ર22,341.4026,098.7817%
કર્ણાટક8,844.8811,193.2027%
ગોવા428.63480.4312%
લક્ષદ્વીપ0.6421.863316%
કેરળ2,160.892,725.0826%
તમિલનાડુ8,027.259,600.6320%
પુડુચેરી182.46210.3815%
આંદામાન અને નિકોબારના ટાપુઓ22.3635.9861%
તેલંગાણા3,901.454,681.3920%
આંધ્રપ્રદેશ2,986.523,477.4216%
લદાખ13.2214.5710%
અન્ય પ્રદેશો205.3227.4211%
કેન્દ્રનો ક્ષેત્રાધિકાર143.42179.6225%
કુલ103317.18121433.5218%
જૂન’2023માં IGSTમાંથી SGST હિસ્સાની રકમ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરભર કરવામાં આવી
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશરકમ (રૂપિયા કરોડમાં)
જમ્મુ અને કાશ્મીર417.85
હિમાચલ પ્રદેશ222.35
પંજાબ961.45
ચંદીગઢ122.21
ઉત્તરાખંડ221.64
હરિયાણા1,153.80
દિલ્હી1,136.95
રાજસ્થાન1,554.76
ઉત્તરપ્રદેશ3,236.11
બિહાર1,491.33
સિક્કિમ39.3
અરૂણાચલ પ્રદેશ105.43
નાગાલેન્ડ61.38
મણીપુર49.88
મિઝોરમ55.95
ત્રિપુરા84.46
મેઘાલય86.75
આસામ743.95
પશ્ચિમ બંગાળ1,503.81
ઝારખંડ304.92
ઓડિશા409.84
છત્તીસગઢ366.81
મધ્યપ્રદેશ1,606.95
ગુજરાત1,571.56
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ27.97
મહારાષ્ટ્ર3,484.55
કર્ણાટક2,688.90
ગોવા162.97
લક્ષદ્વીપ4.8
કેરળ1,415.11
તમિલનાડુ1,873.31
પુડુચેરી184.21
આંદામાન અને નિકોબારના ટાપુઓ24.33
તેલંગાણા1,621.37
આંધ્રપ્રદેશ1,159.88
લદાખ28.68
અન્ય પ્રદેશો82.97
કુલ30,268.53