ભારતીય અર્થવ્યવસ્થાને કોરોનાથી બહાર આવવામાં લાંબો સમય લાગશેઃ રઘુરામ રાજન

ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય ઈકોનોમી પર કોરોના સંકટની અસરને લઈને કહ્યુ છે કે તેમાથી બહાર આવવામાં ઘણો સમય લાગશેઃ તેમણે કહ્યુ હતુ કે અર્થવ્યવસ્થામાં સુધારાની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હજુ પણ ઘણુ કરવાનું બાકી છેઃ અર્થતંત્રને સંપૂર્ણ રીકવર થવામાં ઘણો લાંબો સમય લાગશેઃ કોરોનામાં નિયંત્રણ, વેકસીન મળવા, ટેસ્ટીંગનો દાયરો વધારવા અને મેડીકલ પોલીસી ઠીકઠાક કર્યા બાદ ભારતનું અર્થતંત્ર દોડવા લાગશેઃ ભારત અમેરિકાની જેમ બધી કંપનીઓને બેલઆઉટ આપી ન શકે.