હારિજ, તા.૧૨
હારિજ આઈ.ટી.આઈ પાસે ગુરુવારની મોડી રાત્રિએ આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી ઉભી રાખતા પાછળ આવી રહેલી ટ્રક ટકરાતા પાછળની ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. બહુચરાજી તાલુકાના રણેલા ગામના ડ્રાઇવર ઠાકોર કકુજી વેલાજી મહેસાણાથી અંજાર ખાતે ટ્રક વજન ભરી ગયા હતા, ગુરુવારે પરત ફરતા મોડી રાત્રિએ મહેસાણા આવી રહ્યા હતા. ત્યારે હારીજ રાધનપુર હાઇવે પર આવેલી આઈ.ટી.આઈ પાસે આગળ જઈ લાકડા ભરીને જતી ટ્રકના ચાલકે પર ટ્રક ઉભી રાખતા પાછળ આવી રહેલી ધડાકાભેર અથડાઈ પડી હતી. પાછળની ટ્રકનો મુખ્ય કાચ અને આગળનું ડ્રાઇવર કેબીન તૂટી પડતા ડ્રાઈવર ઠાકોર કકુજી વેંલાજી (ઉ.વ.49) ગામ રણેલા, તાલુકો બેચરાજીને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. જેનું પી.એમ. હારિજ રેફરલ હોસ્પિટલમાં કર્યું હતું. મૃતકના પુત્ર લક્ષ્મણજી કકુજી ઠાકોરે હારીજ પોલીસ મથકે આગળની ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.