જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે નહિ થાય: સુપ્રીમ કોર્ટ

દેશની સૌથી મોટી અને ઐતિહાસિક જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.  રથયાત્રા પર રોક લગાવતા કોર્ટે એવી ટિપ્પણી કરી છે કે, જો આવા મહામારીના સમયમાં અમે રથયાત્રાની મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ પણ અમને માફ નહીં કરે.

રથયાત્રા પર રોક લગાવતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ટિપ્પણી કરી હતી કે, ‘જો અમે રથયાત્રાને મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.’ કોર્ટે કહ્યું છે કે આ મહામારીના સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા થવાની છૂટ આપી ન શકાય.

દેશની સૌથી મોટી રથાયાત્રા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે ત્યારે અમદાવાદમાં રથયાત્રા કાઢવી કે નહીં તે અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ મંદિર તરફથી રથયાત્રા કાઢવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. હાલ મંદિર તરફથી સરકારના નિર્મયની પ્રતિક્ષાની રાહ જોવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટે હવે જયારે પુરીની રથયાત્રાને મંજૂરી નથી આપી ત્યારે આ નિર્ણયને આધારે ગુજરાત સરકાર રથયાત્રા કાઢવાને મંજૂરી નહીં આપે તેવી શકયતા વધારે રહેલી છે. બુધવારે રાજયના ગૃહ રાજય પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સરકારે આ અંગે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ‘રથયાત્રાના રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન આવે છે. આ રૂટમાં 1600 દર્દીઓ છે. હાલમાં સરકારે પોલીસ અને તમામ