જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા મુંબઈ ગાડી લઈને પહોન્ચ્યા

IPLની ૧૩મી સિઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી UAEમાં કરવામાં આવશે. આ માટી બધી ટીમો 20 ઓગસ્ટ પછી UAEમાં માટે રવાના થશે. ચેન્નઈ સુપર કિંગ્સે 15 ઓગસ્ટથી જ પોતાનો કેમ્પ ચેન્નઈમાં લગાવી દીધો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી પણ ભેગા થઈ રહ્યા છે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ખેલાડીઓ પહોંચવાની ઘણી તસવીરો શેર કરી છે. જસપ્રીત બુમરાહ બાય રોડ અમદાવાદથી મુંબઈ પહોંચ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા પણ વડોદરાથી મુંબઈ ડ્રાઇવ કરીને પહોંચ્યા હતા. આ દરમિયાન ક્રુણાલની પત્ની પંખુરી શર્મા પણ જોવા મળી હતી. પત્ની પંખુરીએ આ લોંગ ડ્રાઇવનો વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટેટ્‌સ પર લગાવ્યો હતો. બાકી ટીમોની વાત કરવામાં આવે તો ઘણા ખેલાડીઓએ IPLની તૈયારીઓ શરૂ કરી દીધી છે.