Even if Kadodara police is made smart, when will the looting stop, start complaint online
સુરત 19 જૂલાઈ 2021
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ‘કડોદરા GIDC એસોસિએશન’ના સહયોગથી એક કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન’ ખુલ્લું મૂકાયું છે. કડોદરા પોલીસ સ્ટેશન સ્માર્ટ અને સુવિધાજનક બન્યું છે. નવનિર્મિત કડોદરા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જરૂરિયાત મુજબની કુલ 15 ઓફિસો તથા પ્રથમ માળ ઉપર 5 મોટા હોલની સુવિધા છે. જેમાં કોન્ફરન્સ હોલ, ટ્રેનીંગ હોલ, પેન્ટ્રીની સુવિધા, પોલીસ સ્ટાફ માટે આરામ હોલ તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કે જેમાં એક ડિજીટલ વોલ બનાવવામાં આવશે. આ વોલથી સુરત જિલ્લાના મુખ્ય માર્ગો અને મુખ્ય નગરોને ક્લોઝલી મોનિટર કરી શકાશે. જેનાથી ટ્રાફિક નિયમન અને ગુનાઓ ઉપર અંકુશ મેળવવાની કામગીરી ખુબ સરળ થશે. અહીં પોલીસને સ્માર્ટ બનાવવાની જાહેરાત સરકારે કરી છે.
રૂપિયા 33 કરોડના વ્યવહારો કરતી કડોદરા નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકો પર ભાજપની જીતેલું છે. ત્યારબાદ અહીં આ નવું પોલીસ મથક બન્યું છે. ખરેખર તો અહીં નવા મકાન અને સ્માર્ટ પોલીસની સાથે નાગરિકોને ફાયદો થાય એવી ઓન લાઈન પોલિસ સેવાઓ શરૂ કરવાની જરૂર હોવાનું સુરતના લોકો માને છે. જેથી તુટી ગયેલી કાયદો અને વ્યવસ્થા સંભાળી શકાય.
કડોદરા પોલીસ કેવી છે
જૂલાઈ 2021માં વરેલીથી ગુમ થયેલ બે બાળકીને કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી.
પીઆઈ સસ્પેન્ડ
2 જૂન 2021માં અંત્રોલીથી રૂા. 24 લાખનો 18 હજાર બોટલ દારૂ પકડાતાં કડોદરા પીઆઈ સસ્પેન્ડ થયો હતો. સુરતના કડોદરા પોલીસ મથકના PI આનંદ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, અંત્રોલી ગામ નજીકથી રૂ. 24 લાખનો દારૂનો જથ્થો ઝડપાતા કાર્યવાહી કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી, પલસાણાના બુટલેગર સોહન પટેલે મહારાષ્ટ્રથી દારૂ મંગાવ્યો હતો. પોલીસ ખાતું પોતે જ ભ્રષ્ટાચાર અને શિસ્તનો ભંગ કરતું નજરે પડે તો પણ લાલ આંખ કરવામાં આવી રહી છે. વિદેશી દારૂ કાર્ટીંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા. કેયૂર રોહિત ભંડારી (રહે. બારડોલી), બદરી જાટ ઉર્ફ બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો કાંતિલાલ પટેલ (રહે ચલથાણ), મનીષ મારવાડી (રહે જોળવા)ને મોટા પ્રમાણમાં ગેરકાયદે જથ્થો વેચાણ અર્થે પૂરો પાડી દારૂની હેરફેરી જુદા જુદા વાહનોમાં કરવામાં આવી રહી છે. બે મહિનાથી નવાપુરના નવાપુરના પિન્ટુ ગડરી તથા તેના ભાઈ વિશ્વાસ ગડરી ગુજરાતમાં દારૂ આપતો હતો. સીધી વાત છે કે ભરણું ન ભરતાં આ પલગાં લેવાયા હોઈ શકે છે. એક બુટલેગર પકડાય ગયો, અને બાકીના આઠ બુટલેગરો અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. ટ્રક તથા છ લકઝયુરીયસ ગાડીમાં દારુનુ કટીંગ પકડી પાડ્યું હતું.
બીજો બનાવ
દિવાળીના તહેવાર સમયે સાયણ ગામેથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાવાની બીજા બનાવમાં રાજ્ય પોલીસ વડાએ સાયણ આઉટ પોસ્ટના પીએસઆઈ આર.એમ.સંગાડા અને ૧૪ દિવસથી ઓલપાડમાં ફરજ બજાવતા પી.આઈ. બી.બી.કોળીને તાત્કાલીક અસરથી ફરજ મોકૂફનો હુકમ કરી સુરત જિલ્લા હેડ ક્વાર્ટસ ખાતે હુકમ કર્યો છે.
સસ્પેન્ડ
4 જૂન 2021ના રોજ બારડોલીથી કડોદરા રોડ ઉપર હોરીજન હોટલની સામે આગળ ચાલતી ટ્રકની પાછળ એક કાર ભટકાઈ હતી. ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો. ફરિયાદ ન લીધી અને લાખોનો ટ્રક પી.એસ.ઓ.એ છોડી મૂક્યો હતો. આ બાબતે વિવાદ થયો હતો. જિલ્લા પોલીસવડાએ એ.એસ.આઈ મુકુંદ ચાલકેને સસ્પેન્ડ કરી દીધો હતો.
બે સસ્પેન્ડ છતાં બુટલેગરો ફરતા
કડોદરામાં એક જ વર્ષમાં બે અધિકારીઓ સસ્પેન્ડ કરી દેવાયા પણ બુટલેગરો શનિ અને શંભુ 10 જૂન 2021 સુધી પોલીસ ચોપડે વોન્ટેડ હતા. ગામમાં નજર સામે ફરતાં હતા. સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે. આજે પહેલાં કરતાં વધું દારું અહીં આવે છે.
એજન્સી, ગાંધીનગર, રાજકીય નેતાઓના મેળાપીપળાથી 20 થી 25 પેટીનું કાર્ટિંગ કરતા બુટલેગર શનિ અને શંભુ હવે ટ્રક ભરીને દારૂનું કાર્ટિંગ કરતો થઈ ગયો છે.
સુરત જિલ્લાના મહત્વના પોલીસ સ્ટેશનમાં કડોદરાની ગણતરી થાય છે. ટેબલ નીચેની આવક અને ગુનાખોરી અહીં વધી છે.
પોલીસ સ્ટેશન સ્થાનિક અધિકારી માટે અપશુકનિયાળ સાબિત થયું છે.
અહીં પરપ્રાંતિય વસ્તીને લઈ 82 વિદેશી દારૂના પીઠા ધમધમે છે. ગાંજો કે દેશી દારૂનું વેચાણ ધૂમ થાય છે. ઔધોગિક એકમોને લઈ પોલીસને એક મોટી આવક થાય છે. પરિણામ આ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ મેળવા મોટો ભાવ બોલાય છે.
અધિકારી સસ્પેન્ડ થયા અને પછી હાજર થયા પણ બુટલેગરોની ધરપકડ થઈ ન હતી. શનિ અને શભુ આજે પણ બિન્દાસ્ત ફરે છે. એની પાછળ પોલીસ જવાબદાર છે.
નિષ્ફળતા
3 જૂન 2020 કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એન.ડી.પી.એસ. ના ગુન્હામા જામીનમુક્ત આરોપીને પાસા દરખાસ્ત કરી પાસા હુકમ થયેલા એક આરોપીને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે પકડ્યો હતો. કડોદરા પોલીસ પક઼ડી શકી ન હતી.
વેવાઈ-વેવાણની પ્રેમ કથા પાંગરી
સોશિયલ મીડીયાના કારણે સુરતના ભારે ચર્ચાસ્પદ બનેલા સુરતના વેવાઇ-વેવાણ પ્રેમ પ્રકરણમાં . સુરતમાં મોડીરાત્રે વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં અને વેવાઈ કડોદરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જે આજ સુધી રહસ્યા રહ્યું છે.
ફોજદાર ન રાખો ત્યાં સ્માર્ટ કવી રીતે બને
ઓગસ્ટ 2019 સુધી સુરત જિલ્લામાં કુલ 12 પીઆઈ છે. 12 પીઆઈની જગ્યાએ માત્ર 3 પીઆઈથી કામગીરી ચાલી હતી. વહીવટી કામગીરી થઈ શકતી ન હતી. ત્રણ પોલીસ મથક કડોદરા, કામરેજ અને ઓલપાડ પીએસઆઈને ચાર્જ આપી વહીવટ ચાલી રહ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ ગુનાખોરી અને ને.હા.નં.48 અને 53 પસાર થાય છે તે ત્રણેય પોલીસ મથકમાં ઘણા મહિનાઓથી પીઆઈની નિમણૂક થઈ ન હતી. ત્યાં પોલીસ સ્માર્ટ કઈ રીતે રહી શકે. ગુનાખોરીનો આંક પણ સતત વધતો જાય છે. સુરત ગ્રામ્યના કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન પીઆઇ પીએ વળવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
જનતા રેડ
દારૂબંધી જેવી ગંભીર બાબત આજે પણ છે. મોટા હપ્તા વસુલાય છે. સુરત ભાજપના રાજ્ય નેતાના આશિર્વાદ છે. તેથી હવે જનતાએ રેડ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
બુટલેગરે રેલી કાઢી
9 જૂલાઈ 2021ના દિવસે બુટલેગર ઈશ્વર વાસફોડીયાએ સુરતમાં જેલમાંથી છૂટ્યાં બાદ કડોદરાના માથાભારે રાજકિય વ્યક્તિઓની વગ ધરાવતાં બુટલેગરે વૈભવી જેગુઆર કારમાં રેલી કાઢી હતી. કડોદરા પોલીસ ઉઘતીં રહી હતી. સુરતમાં જાણે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો તેવી આ ઘટના હતી.
સુરતના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે. કારની રેતીમાં આગળ અને પાછળ પણ ગાડીઓનો મોટો કાફલો હતો. જેનો એક વીડિયો આ બુટલેગરે સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.
સુરતમાં પલસાણ તાલુકાના વાંકાનેડા ગામના ઉપ સરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાનો આરોપ કુખ્યાત બુટલેગર આશ્વર વાંસફોકડિયા પર છે. તે ભુરા રંગની જેગુઆર કારમાં રેલી રૂપે રસ્તા પર નિકળ્યો હતો. ડીજે સાથે લોકો નાચતાં હતા. મોટા અવાજે મુંબઈના ગુંડાતત્વો પર બનેલું શુટઆઉટ એટ વડાલા ફિલ્મનું ગીત પર રેલી કાઢી હતી. ભાઈ બોલે તો.. જીને કા… ભાઈ બોલે તો પીને કા… આવા શબ્દો આ ગીતમાં હતા. તે આશ્વર વાંસફોકડિયાને પ્રમોટ કરતાં હતા.
લોકો પોલીસ તંત્રની કામગીરી પર કાળી આંગળીઓ ઉઠાવી રહ્યા છે. રેલી એખ રાજકીય નેતાની સામે તો હતી જ પણ દારબના ધંધાનો કેવો વટ છે તે પણ બતાવતી હતી. ઉપસરપંચ સામે જીતનો હરખ આ રેલીમાં વ્યક્ત થયો હતો. ગુંડાગારીની હદ સુરતમાં વટાવી ગયા હતા. રેલીમાં બુટલેગરનો રોફ અને ખોફ દેખાડવાનો પ્રયાસ હતો. સુરતમાં કાયદો કેવો પાંગળો છે તે બતાવે છે.
લક્ઝુરિયસ કારની સનરૂફમાં બહાર આવી લોકોનું અભિવાદન બુટલેગર ઈશ્વર વાસફોડીયા ઝીલતો હતો. ગામમાં લોકો જોવા બહાર નિકળી ઊભા રહી તાળીઓ પાડતાં હતા. હાથ ઊંચા કરી અભિવાદન જીલતાં હતા. પોલીસ નજર ઝુકાવતી ન હતી.
કોઈ મોટું કામ કરીને ગામમાં પ્રવેશ્યા હોય તે રીતે બુટલેગરે ગામમાં એન્ટ્રી મારી હતી. ગુજરાતમાં અસામાજિક અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર ન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો હતો. આજે પણ એવો જ માહોલ છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ થયા છે. જાહેર સ્થળ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરી ટોળા એકત્રિત કરીને કરવામાં આવ્યા હોવાવી ઘટનાઓ પણ બહાર આવી છે.
યુવતીએ અશ્લીલ હરકતો કરી, વીડિયો
4 જુન 2021માં બારડોલીના વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બને છે. પાલિકાના ભાજપના નેતા દક્ષેશ શેઠ અને પલસાણા તાલુકાના એક પીએસઆઈ સહિત બારડોલીના 2 યુવકો બીભત્સ ટેપમાં ફસાયા હતા. જેનો વીડિયો જાહેર કરાયો હતો. ભાજપના કાઉન્સિલર સામે યુવતી પહેલા પોતે નિર્વસ્ત્ર થઈ જાય છે. આ પછી કાઉન્સિલર પણ નિર્વસ્ત્ર થઈ અશ્લીલ ચેષ્ટા કરી રહ્યા છે.
સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ મથકના પીએસઆઈનો વીડિયો વાયરલ થયો છે. અધિકારીએ ફરિયાદ કરી નથી. તેમને સસ્પેન્ડ પણ કરાયા નથી.
ભાજપના નેતા અને કાઉન્સિલરનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. ભાજપે સસ્પેન્ડ કર્યા પણ પેલા પોલીસ અધિકારી સસ્પેન્ડ થયા નહીં.
વિડિયો કોલમાં ભાજપના નેતા નિર્વસ્ત્ર થઈને લલના સામે અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા. એવું જ પોલીસ અધિકારી કરી રહ્યાં હતા.
કડોદરા પોલીસ સ્ટેશનમાં એક ફૂટ પાણી ભરાય છે
વરસાદના સમયે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં એક ફૂટ પાણી ભરાય છે. ચલથાણ ગામની સીમના આવેલા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં એકફૂટ જેટલું પાણી ભરાઈ જતા પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પહેલા આ સમસ્યા તો નિવારો.
12 કિલો સોના કેસમાં સારી કામગીરી
સુરતમાં મારવાડી ગેંગ છે. જેણે સુરતના વેપારી વલભીપુર ના વતની હિંમતભાઈ કાળુભાઈ સોનાણી તેઓ ગત 18 માર્ચે 12 કિલો સોનું આપવા માટે છેતર્યા હતા. કડોદરા બારડોલી હાઈવે પર 12 કિલો સોનાના સિક્કા આપવાનું જણાવી ને મળવા માટે બોલાવ્યા અને 1.40 કરોડની ઠગાઈ કરી સોનાના નકલી સિક્કા આપી ઠગ ભાગી ગયા હતા. 3 મહિના પછી કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અમદાવાદમાંથી બે આરોપીઓને ઝડપી પાડયા હતા. ચાર આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. ફોટા ગુજરાત પોલીસ ને આપવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન પાસેથી બે આરોપી અમદાવાદમાં રહેતા હોવાની જાણ થતા રામોલ પોલીસે એ બંનેની અટકાયત કરીને કડોદરા પોલીસને જાણ કરી હતી.
અમદાવાદમાં સંજય નગર ઈન્દિરા નગર ની પાસે રહેતા રાજુલાલ રાઠોડ (મૂળ રાજસ્થાનના રહેવાસી) અને પન્ના ચતુરરાઠોડ (મૂળ જુનાવાડજ અમદાવાદ શહેરના રહેવાસી) 2 આરોપી અમદાવાદ માંથી ઝડપાઈ ગયા હતા. આ ઉપરાંત આ ગુનાના અન્ય આરોપી ખોડા રમેશ રાઠોડ, મણી મોહન રાઠોડ, જીતુ ધોળા રાઠોડ, બાલા રાજુ રાઠોડ ફરાર હતા.
હપ્તા માંગતા લુખ્ખાઓ
ગુનેગારો બેફામ બની રહયાં હોવાથી લોકોમાં ભય જોવા મળી રહયો છે. 7 માર્ચ 2020માં કડોદરા વિસ્તારમાં વેપારીઓને ડરાવી ધમકાવી હપ્તા માંગવામા આવે છે. આવા લુખ્ખાઓનો વિડીયો જાહેર કરાયો હતો. દુકાનમાં તલવાર સાથે ઘુસી આવેલાં લુખ્ખા તત્વો વેપારીને ડરાવી ધમકાવી રહયાં છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઇ રહયો છે.
આ તો કરો
ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનને સીસીટીવી સાથે જોડીને તેને ગૃહ વિભાગની વેબસાઈ સાથે લાઈવ જોડી દેવા માટે કામ કરવું તે સાચી વહીવટી બાબત છે. આ લાઈવ કેમેરે ગુજરાતના કોઈ પણ નાગરિક જોઈ શકે. પોલીસ સામેની ફરિયાદો ઓન લાઈન નોંધવા માટે દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હોવા છતાં નોંધવામાં આવતાં નથી, તે નોંધવાનું શરૂ કરાવો. કોઈ પણ નાગરિક પોલીસ સ્ટેશનમાં ગયા વગર પોતાની ફરિયાદ ઓન લાઈન ગૃહ વિભાગના કંટ્રોલ રૂમને આપી શકે એવી જોગવાઈ કરો.
સીસીટીવી લગાવો
દેશભરમાં છાશવારે પોલીસગીરી છાપરે ચઢતી રહે છે. સામાન્ય માણસ માટે પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢવા સુખદ અનુભવ હોતો નથી. પોલીસકર્મીઓ મનફાવે તેમ વર્તે છે. દરેક ગતિવિધિ પર સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે.
દેશની સર્વોચ્ચ અદાલતે પોલીસની ગેરવર્તણુંક પર લગામ મૂકતા દેશના તમામ પોલીસ સ્ટેશનને સીસીટીવીની નજર હેઠળ આવરી લેવા કહ્યું છે. ગુજરાત સહિત દરેક રાજ્યો પાસેથી સીસીટીવી અંગે માહિતી મંગાવી હતી.
પોલીસ સ્ટેશનની અંદર કેમેરા મૂકવા તે નાગરીકોના બંધારણિય અધિકાર છે. એવું કહ્યું છે. વળી પોલીસ અધિકારી સમક્ષ નોંધાવવામાં આવતા નિવેદનનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ કરાવનું કહ્યું છે. તે માટે એટર્ની જનરલ પાસે મદદ માગી હતી. 2018માં એક ચુકાદાને ટાંકી સુપ્રીમ કોર્ટની જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર સરકાર પાસે આ મામલે વિસ્તૃત સોગંદનામુ માગ્યુ હતુ. નાગરિકોને પોલીસ સ્ટેશનમાં કથિત ગેરકાયદે કસ્ટડીમાં રાખી ટોર્ચર કરવામાં આવે છે.
સારી કામગીરી
વાંકાનેડા ગામે હળપતિ વાસમાં આવેલા એક ગોડાઉનમાં દારૂ ઉતારતી વખતે પોલીસ દરોડામાં ભાગી જનાર આરોપી રામેશસિંગ જોગરાજસિંગ રાજપુરોહિત વરેલી ગામે બે વર્ષ પછી જોવા મળેલો હતો. કડોદરા પોલીસે ત્કાલિક તપાસ કરી આરોપીને વરેલી ગામની સાંઈ દર્શન સોસાયટીનાં નાકેથી ઝડપી લીધો હતો.
આરોપી ભાગી ગયો
26 ઓક્ટોબર 2016માં કડોદરા જીઆઇડીસી પોલીસ મથકેથી ચોરીના આરોપીને મેડિકલ ચેકઅપ કરવા ગયા ત્યારે પોલીસ જાપ્તામાંથી આરોપી નાસી છૂટયો હતો. ચલથાણ ગામે મોબાઇલની દુકાન તોડી કિરણ ઉર્ફે કૃણાલ ખસવી દેવીપૂજક (ઉં.વ. ૨૩, રહે. નાના વરાછા, સરથાણા જકાતનાકા, પુલની નીચ, મૂળ, અમદાવાદ)એ ચોરી કરી હતી.