Gujarat government left 50 thousand farmers in trouble गुजरात सरकार ने 50 हज़ार किसानों को संकट में छोड़ा
કાકરાપાર નહેર એકાએક બંધ કરીને કિંમતી પાક સામે જોખમ ઉભું કરી દેતાં દેખાવો
દિલીપ પટેલ
12-13 સપ્ટેમ્બર 2025
સુરત સિંચાઈ વર્તુળનાં અધિક્ષક ઈજનેર દ્રારા કાકરાપાર જમણાંકાંઠા વિભાગની નહેરોમાં 1 ડિસેમ્બર 2025થી 28 ફેબ્રુઆરી 2026ના 90 દિવસ સુધી સિંચાઈનાં પાણી વહેવડાવવાનું બંધ ક૨વાના તઘલખી નિર્ણય સામે વિરોધ થઈ રહ્યો છે. કાંકરાપાળ જમણાં કાંઠાની નહેરોની મરામત અને નવીનીકરણ માટે નહેર બંધ કરાશે.
સિંચાઈનું પાણી બંધ થવાથી શેરડી, ડાંગર, શાકભાજી, કપાસ પકવતા ખેડૂતો તેમજ પશુપાલકોને મોટુ નુકસાન જવાનું છે. નુકસાનની અસરોનો વિગતવાર અભ્યાસ કરી અહેવાલ બનાવવો ખૂબ જ જરૂરી છે. જે થયો નથી.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ગામા પાસે 88 ચોરસ કિલોમીટરમાં પડતાં વિસ્તારનું પાણી એકઠું કરવા માટે તાપી નદી પર 1954માં જવાહર લાલ નહેરની કોંગ્રેસ સરકાર વખતે સિંચાઈ માટેનો 15.48 મીટર ઉંચો અને 633 મીટર લાંબો બંધ રૂ. 24 કરોડમાં બન્યો હતો.
886 ગામોના ખેડૂતોને સિંચાઈ પુરી પાડે છે.
ખેડૂતોના ખેતમાં પાણી પહોંચાડવા માટે તાપીની બન્ને બાજુના કાંઠે 64 કિલોમીટર બે નહેરો બની છે. જમણે અને ડાબે કાંઠે મળીને 4 લાખ 50 હજાર હેક્ટરમાં સિંચાઈ થાય છે. જેમાં ખેતી માટે જમણી નહેરથી 1 લાખ 20 હજાર હેક્ટર અને ડાબે કાંઠે 1 લાખ 45 હજાર હેક્ટરમાં સિંચાઈ થાય છે.
જમણે કાંઠે અંદાજે 50 હજાર ખેડૂતોનો પાક ખતરામાં આવી ગયો છે.
સ્ટ્રકચરોની મજબૂતાઈ નકકી કરવા માટેની તપાસ કરવામાં આવી છે કે કેમ ? સ્ટ્રકચરોની મરામત માટે કઈ એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેની જાહેરાત થઈ નથી.
લાખો ખેડૂતોની આજીવીકા ઉપર અસર કરતી અને આર્થીક નુકસાન કરે એવી બાબતે સિંચાઈ વિભાગ દ્રારા ઉડાણ પૂર્વકના અભ્યાસ કર્યા સિવાય નિર્ણય કરવામાં આવેલો છે. એવું પ્રસ્થાપિત થાય છે.
જેથી કાકરાપાળ જમણાં કાંઠા વિભાગની નહેરો બંધ કરવાનો નિર્ણય રદ કરવામાં આવે.
રાષ્ટ્ર વ્યાપી આંદોલન
ખેડૂતોના ખભે બંદૂક મૂકીને ઉદ્યોગો ને પાણી આપવાનું કારસ્તાન છે. જો દિન 15માં પાણી બંધ કરવાનો નિર્યણ રદ કરવામાં આવશે નહીં તો 10 હજાર ખેડૂતો દ્વારા રેલી કાઢી સિંચાઈ વિભાગનો ઘેરાવ કરવામાં આવશે. રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવશે. 28 સપ્ટેમ્બર 2025ના રોજ કામરેજના ગાયપગલા ખાતે 10 હજાર ખેડૂતોની બેઠક મળશે. જેમાં દેશના ખેડૂત નેતાઓ હાજરી આપશે.
ખેડુત સમાજ ગુજરાત દ્વારા ખેડુતો તેમજ પશુપાલકો અને સહકારી આગેવાનોની બેઠક ઓલપાડમાં મળી હતી. મોટી સંખ્યામાં ઓલપાડ, કામરેજ, માંગરોળ, ચોર્યાસી, મહુવા, હાંસોટ સહિતના તાલુકાના ખેડૂતો હતા.
ખેડૂતોની રેલી કાઢી ઓલપાડ પ્રાંત અને નાયબ કલેક્ટરને બે આવેદનપત્ર આપવામાં આવેલા હતા.
સુગર ફેકટરીઓનાં પ્રમુખો તેમજ કપાસ તેમજ ડાંગર વેચાણ કરતી સહકારી મંડળીના પ્રમુખો સાથે રાજય કક્ષાનાં સિંચાઈ મંત્રી સાથે જહાંગીરપુરા સ્થિત પુરૂષોત્તમ ફાર્મસ કો. ઓ. જીનીંગ એને પ્રેસીંગ સોસાયટીની કચેરીમાં રાખવામાં આવેલી હતી.
નહેર બંધ કરવા અંગેનો નિર્ણય સિંચાઈ સલાહકાર સમિતીમાં ચર્ચા થયા બાદ જાહેર કરવાનો હતો. નહેર બંધ કરતાં પહેલા એક વર્ષ પહેલા જાહેરાત કરી ખેડૂતોને વ્યક્તિગત જાણ કરવી જરુરી હોય છે. તેથી ખેડૂતો પોતાનાં ખેતરમાં વાવણી અંગેનાં આગોતરા આયોજન કરી શકે.
આવી કોઈપણ આગોતરી જાણ કર્યા સિવાય 1 ડિસેમ્બર 2025થી 90 દિવસ માટે નહેર બંધ કરવાથી ખેડૂતોનાં ખેતરના ખરીફ, રવી, તેમજ ઉનાળુ પાકોને નુકશાન થનાર છે. ખેડૂતોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકશાની થવાની શકયતાઓ છે.
આદિવાસી વિસ્તારના પૈસા માંથી ખર્ચ કરવાનો છે.
નહેરો તૂટવાથી કેટલા દિવસ નહેર બંધ કરી તેનો જવાબ મળી શકેલો નથી. વર્ષ 2ઔ13-14માં આ નહેરોની મરામત પેટે રૂા. 250 કરોડનો ખર્ચ કરવામા આવેલો હતો.
70 વર્ષે ન તૂટી, 10 વર્ણાં નહેર તૂટી
કાકરાપાર બંધની પાણીનો સંગ્રહ 1820 મીલીયન ઘનફૂટ છે. તેની નહેરો 70 વર્ષે ન તૂટી, નવી બની તે 10 વર્ષમાં ભંગાર બની ગઈ હતી. 8 વર્ષ પહેલાં માંડવીતાલુકાના તથા ઝંખવાવ રોડ નજીક આવેલા અંધાત્રી ગામમાં જમણા કાંઠા નહેરનું ધોવાણ થઈ ગયું હતું.
જમણા કાંઠા કાકરાપાર નહેરનું 10 વર્ષ પહેલા 2015માં સિમેન્ટ કોંકરીટથી બાંધવામાં આવી હતી.
નહેનું સમારકામ અને નવીનીકરણ ચાલતું હતું ત્યારે ખેડૂતોએ ભાજપની સરકારને ફરિયાદ કરી હતી કે, ઊતરતી કક્ષાનો સામાન વાપરીને ખરાબ કામ થઈ રહ્યું છે. માટીથી નહેરુના સમયમાં 1954માં 70 વર્ષ બનેલી નહેરો સલામત છે. ત્યારે ભાજપના સમયમાં બનેલી સિમેન્ટની નહેરો 10 વર્ષમાં તૂટી ગઈ હતી.
હવે રૂ. 250 કરોડમાં સિંમેન્ટની નહેર બનશે તેની હાલત પણ એવી જ થશે.
નહેર ખરાબ બનાવવામાં આવી હોવાની ફરિયાદો છતાં નહેર ખાતાને સ્થિતિ અંગે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. માંડવી તાલુકાના અંધાત્રી ગામે કાકરાપાર જમણાકાંઠા કેનાલમાં થયેલુ ભંગાણ ફરી ખેડૂતોને હાલાકી સર્જી શકે તેમ હતું.
2024માં દાવો
કાકરાપાર નહેરથી દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાના 1034 ગામો સુધી હવે સિંચાઇનું પાણી પહોંચતું હોવાનો દાવો સરકારનો છે.
પાણી પુરવઠા રાજ્ય પ્રધાન મુકેશ પટેલે 2024માં વિધાનસભામાં જણાવ્યું હતું કે, કાકરાપાર મુખ્ય નહેરથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના 1034 ગામોમાં 2 લાખ 65 હજાર 259 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થાય છે. ડાબા કાંઠા મુખ્ય નહેરની લંબાઈ કિલોમીટર અને વહનશક્તિ 3850 ક્યુસેક છે. જમણા કાંઠા મુખ્ય નહેરની લંબાઈ 64 કિલોમીટર અને વહનશક્તિ 3500 ક્યુસેક છે.
કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરની મૂળ વહનક્ષમતા 2480 ક્યુસેક હતી. તેમાં 1020 ક્યુસેકનો વધારો કરાયો હોવાનો દાવો કરાયો હતો. જેમાં રૂ. 386 કરોડનો ખર્ચ કરાયો હતો. વહનક્ષમતા વધવાથી સુરત અને ભરૂચ જિલ્લાના 8 તાલુકાના 313 ગામોના અંદાજે 1 લાખ 19 હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈ વધારાની મળી હતી.
ખેડૂત સમાજ ગુજરાતનાં પ્રમુખ જયેશભાઇ પટેલ,સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક, ભરૂચનાં સહકારી અને ખેડૂત આગેવાન સંદીપભાઇ માંગરોલા, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઇ પટેલ, ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી મહેંદ્રસિંહ કરમણીયા, કામરેજ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ બળવંતભાઇ પટેલ, ખેડૂત આગેવાન વલ્લભભાઇ પટેલ, માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ દિનેશસિંહ,ચોર્યાસી તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ કલ્પેશભાઇ પટેલ, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ કેતનભાઈ દેસાઈ,એડવોકેટ રાજુભાઈ પરમાર હાજર હતા.