કેશોદ ભાજપના નેતાએ IPSની બદલી માટે નાણાં લીધા

Keshod BJP leader took money for IPS transfer केशोद भाजपा नेता ने आईपीएस तबादले के लिए पैसे लिए
30-8-2025
ભાજપ નેતાઓ બદલી બઢતી કરાવવા માટે દુકાનો ખોલી બેસી ગયા છે. જૂનાગઢ કેશોદ તાલુકા કક્ષાના ઉગતા નેતાએ જૂનાગઢમાં એક IPSના પોસ્ટિંગ માટે ઉચ્ચ કક્ષાએ લોબિંગ કરાવવા અમુક ધારાસભ્ય અને અન્ય આગેવાનો પાસેથી ભલામણપત્ર લઈ સરકારમાં રજૂઆત કરી હતી. ઉચ્ચ કક્ષાએથી લેટર આપનાર આગેવાનો-ધારાસભ્યને ખખડાવવામાં આવ્યા હતા. અધિકારીએ ભાજપના નેતાને તતડાવી આપેલા પૈસા પરત આપવા કહ્વું પડ્યું હતું.

ઉગતો નેતા અન્ય આગેવાન પાસે ભલામણપત્ર લેવા ગયો ત્યારે એક આગેવાને અધિકારી સાથે વાત કરાવવા આગ્રહ રાખતા વાત કરાવવામાં આવી હતી. આ ભલામણપત્રના બદલામાં ભવિષ્યમાં પોતાને જે રાજકીય હુસાતુસી ચાલે છે તેનું ભવિષ્યમાં ધ્યાન રાખવા અને રાજકીય હરીફનો દાવ લેવા અંગેની ભલામણ કરી દીધી હતી. રાજકીય કિન્નાખોરી દાખવવા અત્યારથી ગોઠવણનો પ્રયાસ કર્યો હતો.

રાજયના મોટાભાગના પોલીસ અધિક્ષકની બદલીઓ થઈ હતી. કેશોદના તાલુકા કક્ષાના ભાજપના ઉગતા નેતાએ એક સિનિયર આઈપીએસ અધિકારીની જૂનાગઢ બદલી કરવા માટે સ્થાનિક નેતાઓનું લોબિંગ કરાવી આપવા કહી અધિકારી પાસેથી મોટી રકમ લીધી હતી.

ભલામણ માટેના પત્ર સરકારમાં પહોંચતા ઉચ્ચ કક્ષાએથી જેણે લેટર આપ્યો હતો તેને એમ કહીને ખખડાવવામાં આવ્યા હતા કે, ‘સિનિયર અધિકારીની બદલી કરવાની તો અમારી પણ તેવડ નથી, એ તો કેન્દ્રીય મંત્રી નક્કી કરે છે અને તમે એની બદલી માટેના લેટર આપ્યા છે.’ આ બાબત સરકારની છે અને સરકાર તેનું કામ કરશે તેથી આવી બાબતમાં ન પડવું.