Kia Carnival કંપનીની MPV કાર ધુમ મચાવે છે

સાઉથ કોરિયાની કંપની કિઆ મોટર્સે ઇન્ડિયન ભારતમાં તેનું બીજું પ્રોડક્ટ Kia Carnival લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે.

Kia Carnival કંપનીની MPV કાર છે, જેને 2020 ઓટો એક્સોમાં લોન્ચ કરવામાં આવશે. જોકે લોન્ચ થતાં પહેલાં જ આ કારનું લગભગ 1410 બુકિંગ મળી ચુક્યું છે, એટલે કે આગામી સમયમાં પણ આ કારનું વધુ વેચાણ થઈ શકે છે. ખાસ બાબત એ છે કે, આ કારનું બુકિંગ માત્ર એક લાખ રૂપિયામાં 21 જાન્યુઆરીથી શરૂ કરાયું છે. કિયા કાર્નિવલને ભારતમાં સાત, આઠ અને નવ સીટર વિકલ્પની સાથે કુલ ત્રણ ટ્રિપ Premium, Prestige and Limousineમાં લોન્ચ કરવામાં આવશે. જોકે લોન્ચ થયા પહેલા તેની કિંમત વિશે કંઇ પણ કહેવું મુશ્કેલ છે, નિષ્ણાતો માને છે કે તેની કિંમત 25થી 30 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

Kia Carnival લુક અને સાઈઝ

Kia Carnivalમાં બીજી લાઈન માટે પાવર સ્લાઈડિંગ દરવાજા આપવામાં આવ્યા છે, જેના કારણે તે મિની વેન જેવી દેખાય છે. તેના ફ્રન્ટમાં કિઆની સિગ્નેચર ગ્રિલ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં વેચાયેલી કાર્નિવલનો લુક ઘણો જ શાનદાર અને પ્રીમિયમ છે. પણ ભારતીય બજારમાં લોન્ચ થનારી કાર્નિવલની ડિઝાઈનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. સાઈઝની વાત કરીએ તો, કાર્નિવલની લંબાઈ 5,115 mm છે, પહોળાઈ 1,985 mm, ઉંચાઈ 1,740 mm અને વ્હીલબેસ 3,060 mm છે.

ઈનોવાની તુલનામાં તે MPV 420mm વધારે લાંબી અને 150 mm વધારે પહોળી છે. ઈનોવાની ઊંચાઈ કાર્નિવલ કરતા 55 mm વધારે છે, જ્યારે કાર્નિવલનું વ્હીલબેસ 310 mm વધારે છે. પાવરફુલ એન્જિન ભારતીય માર્કેટમાં કાર્નિવલમાં BS6 કમ્પ્લાયંટ 2.2 લીટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન હશે. આ એન્જિન 202hpનો પાવર અને 441Nm ટોર્ક જનરેટ કરે છે.

ઉપરાંત 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન આપવામાં આવી શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં કાર્નિવલ 3.3 લીટર V6 પેટ્રોલ એન્જિનની સાથે પણ આવે છે. આ એન્જિન 270hp પાવર અને 318Nm ટોર્ક જનરેટ કરે છે. જોકે, ભારતમાં લોન્ચ થનારી કાર્નિવલમાં આ એન્જિન મળવાની સંભાવના ઓછી છે.

ઇન્ટિરિયર કિઆ કાર્નિવલ થોડી મોટી હશે. તેના કારણે કેબિનની અંદર પણ વધુ સ્પેસ મળશે, જેમાં 10.1 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કેપ્ટન સીટ્સ સાથે લેગ રેસ્ટ જેવાં ફીચર્સ પણ આપવામાં આવશે. આ સિવાય, કારમાં UVO કનેક્ટિવિટીનો ઓપ્શન પણ આપવામાં આવશે. અત્યારે આ કારને કમ્પ્લીટ નોક ડાઉન રૂટ દ્વારા ભારતમાં લાવવામાં આવશે. તેને કંપની આંધ્ર પ્રદેશના અનંતપુર સ્થિત પ્લાન્ટમાં અસેમ્બલ કરશે.