Killer Porbandar, now extortionist हत्यारा पोरबंदर, अब रंगदारी मांगने वाला
અમદાવાદ
પોરબંદરમાં એક સમયે ખૂન કરવા તે સામાન્ય હતું. પોરબંદરનું નામ ગેંગોને લીધે બદનામ હતું, શેરીએ, ગલીએ ધાણીફૂટ ગોળીબાર થતા અને ગેંગવોરમાં ખૂન થતા.ગાંધી ભૂમિમાં ગુંડાઓની ખુની ગેંગ તો ખતમ થઈ પણ હવે ગુંડાઓ ખંડણીના રવાડે ચઢી ગયા છે. હવે ખૂનામરકી ઓછી થઈ છે પણ ટપોરી ગેંગ હવે ખંડણી ઉઘરાવી રહી છે. લુખ્ખાગીરીએ માઝા મુકી છે. પોલીસનો ડર રહ્યો નથી.
પોરબંદરમાં ખંડણી ગેંગ
પોરબંદરના એક સોની વેપારીને ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપીને અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયા બાદ તેના પુત્ર પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી.
પોરબંદરના વાડી પ્લોટમાં રહેતા અને સોની બજારમાં રૂપા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા 60 વર્ષના પ્રતાપ મગન પાલા સોનીનું અપહરણ થયું હતું.
18-10-2024ના રોજ પોતે તથા પુત્ર વિવેક દુકાને હતા ત્યારે તેમનો નિયમિત ગ્રાહક પાલખડા ગામનો લખમણ હાજા સાદીયા દુકાને આવ્યો હતો. વાત કરી હતી કે જયપુરની એક પાર્ટી છે.તેની પાસે હોંગકોંગનું સોનુ છે. તે સોનુ નેપાળ વાળા જયપુર પહોંચાડી જાય છે. બજાર ભાવથી 15% સસ્તું મળે છે.
લખમણ હાજા સાદીયા તથા આદિત્યાણાના વેજા ઘેલા પાંડાવદરા અને બીજા મહિરા ગામના પ્રતાપ અરશી ઓડેદરા, ગાંધીનગર નજીક મોવલી ગામ પાસે મૂળ પાલિતાણાનો ભરત મનજી લાઢીયા બીજો એક વ્યક્તિ બેઠો હતો. બધા સાથે જયપુર લઈ જવામાં આવ્યા હતા.
પાંચ લોકોએ શ્રીનાથજીથી 100 કિલોમીટર દૂર રાતના 12 વાગ્યે પાંચ જેટલા માણસો ધોકા લોખંડના પાઇપ છરી લઈને આવ્યા હતા. ફરિયાદી પ્રતાપ પાલા તથા તેની સાથે રહેલા વેજાભાઈ ઘેલાભાઈ પાંડાવદરા અને લખમણભાઇ હાજાભાઈ સાદીયા ને એક રૂમમાં પુરીને દોરડાથી બાંધી દીધા હતા.
ભરત મનજી અને પ્રતાપ ઓડેદરાએ સોની વેપારીને કહ્યું તારુ અપહરણ કર્યું છે. જલ્દીથી તારા ઘરેથી તારા દીકરા પાસે 20 લાખ રૂપિયા મંગાવી લે. નહીં મંગાવે તો તને મારીને અહીં જમીનમાં દાટી દઈશું.
પોતાના ફોનમાંથી પુત્ર વિવેકને ફોન કરીને સોનુ ખરીદયાની જાણ કરી હતી. પોરબંદરના પી.એમ. આંગડિયા મારફતે જયપુર ખાતે ભરત મનજીને રૂ. 20 લાખ મોકલાવેલા હતા.
અમદાવાદ આવતી બસમાં બેસાડી દીધા હતા.
20 લાખ રૂપિયાની ખંડણી પડાવી માર મારીને મોબાઈલ લૂંટી લેવાનો ગુનો મહિરા ગામના પ્રતાપ આરસી ઓડેદરા અને પાલીતાણાના આકોતાણી ગામના ભરત મનજી લાઠીયા સામે નોંધાવવામાં આવ્યો છે.
ખેડૂત પાસેથી ખંડણી
પોરબંદરના નાગકા ગામે ખેડૂત પાસેથી 27 ઓક્ટોબર 2024માં રૂ. 15 લાખની ખંડણી માંગી હતી. રૂપિયા નહી આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
ખેડૂતે ખેતર વેચ્યું હોવાની વાત એક શખ્સને માલુમ પડતા આ શખ્સે ખેડૂતને ઘરે જઈને જેમ ફાવે તેમ ગાળો બોલીને રૂ. 15 લાખની ખંડણી માંગી હતી.
ફટાણાનો ખંડણીખોર
પોરબંદર નજીકના ફટાણા ગામના નામચીન શખ્સ મહેશ રામા બથવાર દ્વારા પોરબંદરમાં ખંડણી માંગીને આતંક મચાવી દીધો હતો. પોરબંદરના એરપોર્ટ સામે સીતારામ નગરમાં રહે છે. શ્રી પાર્સલ પોઇન્ટ નામની પંજાબી અને ચાઇનીસ ખાણીપીણીની દુકાન ચલાવતા 58 વર્ષના વિનોદરાય તુલસીદાસ મોઢા પાસેથી 13-09-2024ના રોજ ખંડણી માંગી હતી. પત્ની પર પથ્થર મારો કર્યો હતો. દુકાન ચાલુ રાખવી હોય તો દર મહિને રૂ. 6 હજારનો હપ્તો આપવો પડશે.
20 કરોડની ખંડણી
બગવદર પોલીસમાં વીજપોલ કપાતા અટકાવવા માટે પરબત રામ મોઢવાડિયાએ રૂ. 20 કરોડની ખંડણી માંગી હતી. કે પી એનર્જી વિન્ડ ફાર્મ કંપનીના ઉર્જા વહન માટેના વિજલાઇન પોલને નુકસાન ન પહોંચે તે માટે પૈસાની માંગણી કરી હતી. આ કંપની 7 ગામમાં વિંડ મીલ થી 30 કેવી વીજળી પેદા કરે છે. ખંડણીખોર પરબતના પિતા રામ લાખાભાઈ મોઢવાડિયા (ઉ.50)નામના આધેડે ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી હતી.
વેપારી મહામંડળની ખંડણી
દિનેશ માંડવીયાએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારીયા ગેરકાયદેસર બન્યા હોવાનું કહીને બ્લેકમેઈલ કરવા માટે રૂપિયા 15 લાખ ખંડણી માંગી હતી. આરોપી ચેમ્બર ઓફ કોમર્સમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો.
પ્રમુખ સામે અનેક કેસ કર્યા હતા. કેસ પરત ખેંચવા પૈસા માંગતો હતો.
જામનગરમાં રહેતા વકીલ કપિલ ગોકણીએ દિનેશ મંડવીયા વતી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારીયાને ફોન કર્યો હતો. તમામ વહીવટ પતાવવા અને કેસ પાછો ખેંચી લેવા માટે 20 લાખની માંગ કરી હતી.
દારુમાં ખંડણી
પોરબંદરમાં જૂન 2023માં પાસામાંથી છુટેલા બૂટલેગર સાગર ઉર્ફે ડબલુ મુળજી દ્વારા દારૂનાં ધંધાર્થીઓને ધમકાવીને ખંડણી માંગી હતી. ‘તમારે દારૂનો ધંધો કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે, નહીંતર મારી નાખીશ’ એવી ધમકી આપીને આતંક મચાવ્યો હતો. ખારવાવાડામાં રહેતો નામચીન પાસાનો આરોપી બુટલેગર સાગર ઉર્ફે ડબલુ મુળજી મોતીવરસ, નીતા જલેબીનો દીકરાએ ખંડણી માંગીને કહ્યું કે હું ખારવાવાડનો ડોન છું. પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા 42 વર્ષના અરૂણા રમેશ જંગીનો પતિ અગાઉ દેશી દારૂનો ધંધો કરતા હતા તેથી ખંડણી માંગી હતી.
દારુની ખંડણી
કસ્તુરબા ગાંધી રોડ પર રહેતા અનિલ પરસોતમ વઢીયા પાસેથી બુટલેગર સાગર મુળજી મોતીવરસ અને તેના સાગરીતોએ તું દારૂનો ધંધો કરે છે તેથી તારે દર મહિને મને પચાસ હજાર રૂપિયા આપવા પડશે, નહીં તો તને અને તારા પરિવારના સભ્યોને મારી નાખીશું’ એમ કહીને ધમકી આપી હોવાની પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.
છેલાણા ગેંગની ખંડણી
પોરબંદર જિલ્લાના ઓડદર ગામે છેલાણા ગેંગના ગેંગ લીડર રમેશ છેલાણા અને તેના નવ સાગરીતો સામે ગુજસીટોક કાયદો લાગુ કરાયો છે. ગેંગના લીડર સહિત દસ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક લાગુ કરાયો હતો. ગેંગના સભ્યો સામે 2થી 18 ગુન્હા છે. ખંડણી અને ખૂન, ખૂનની કોશિશ, બખેડો ગુના છે.
ગેંગના લીડર રમેશ છેલાણા સામે નવ ગુના નોંધાયા છે.
ગેંગમાં કાના રાણા છેલાણા, રમેશ ભીખાભાઇ છેલાણા, કાના રાણાભાઇ છેલાણા, રામા ઉર્ફે આલા બધાભાઇ છેલાણા, ભાવેશ ઉર્ફે ભાયા બધાભાઇ છેલાણા રહે. તમામ ઓડદર ગામ રબારી કેડા મોમાઇ માતાના મઢ પાસે રહે છે. ઓડદરની છેલાણા ગેંગના સભ્યોએ કરોડો રૂપિયાની મિલ્કત બનાવી છે.
કાના રાણાની ખંડણી
2020માં ઓડદર ગામના રહેવાસી આરોપી કાના રાણા છેલાણા સામે પોરબંદરમાં ખંડણી, ખૂનની કોશીષ, દારૂબંધી જેવા ગુના આચરનારને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલમાં છે.
પંજાબથી પકડાયો
પોરબંદરમાં ખંડણીના ગુનામાં ફરાર પ્રફુલ ભગવાનળ દતાણી પંજાબના અંબાલા ગામેથી ઝડપાયો હતો. પાસા હેઠળ કાર્યવાહી કરી હતી અને તેને સુરતની મધ્યસ્થ જેલમાં રખાયો હતો. પ્રફુલ સામે નવ જેટલા ગુન્હા નોંધાયેલ છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનને રૂપીયા 40 લાખની ખંડણી માંગી, ધમકી આપ્યાનો ગુન્હો તેમજ વેપારી સચિન પરમારને ગેરકાયદેસર બાંધકામ બાબતે ડરાવી રૂપિયા પંદર લાખની માંગણી તેમજ બિલ્ડર યુસુફ પુંજાણી પાસેથી રૂપિયા 10 લાખ અને કારની માંગણી હતી. નાસતા ફરતા પ્રફુલ દત્તાણીની પત્નીએ પોલીસ પર દમન કરવાના આક્ષેપ કર્યા હતા.
કાંધલ જાડેજા
પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીના છે.
પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર સરમણ મુંજાના પુત્ર એવા 50 વર્ષિય કાંધલ જાડેજા પોરબંદરના બોખીરા ખાતેના જ્યુબેલીમાં આવેલા શ્રવણ બંગલામાં રહે છે.
16 લાખ રૂપિયા આવકવેરો ભરે છે.
કાંધલ જાડેજા સામે હથિયાર ધારો, ગુનાખોરીના ષડયંત્ર,
2017માં એક ડઝન કરતાં વધુ લોકો જોડે ધમાલ કરી હતી. જેમાં રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખને ઓડેદરા પોલીસ સ્ટેશનમાં જ ઢીબી નાખવાનો આરોપ હતો. 2017ની ચૂંટણી વખતની એફીડેવીટ મુજબ તેમની સામે 15 કેસ નોંધાયા હતા જેમાંથી 10 કેસ પોરબંદરમાં, 3 રાજકોટ અને 2 અમદાવાદમાં નોંધાયા હતા. ખંડણી, રાયોટિંગ, કસ્ટડીમાંથી ફરાર થવા જેવા ઘણા ગુના નોંધાયેલા છે.