કચ્છના ભચાઉમાં અધિક જિલ્‍લા ન્‍યાયાધીશની અદાલત ઊભી કરવા મંજુરી

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં અધિક જિલ્‍લા ન્‍યાયાધીશની અદાલત માટે જુદા જુદા સંવર્ગની જગ્‍યાઓ માટેના મહેકમની મંજુરી રાજય સરકાર ઘ્‍વારા આપવામાં આવી છે. આ કોર્ટ તા.૨૯/૨/૨૦૨૦થી કાર્યરત થઇ ગઇ છે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્‍ય જિલ્‍લા મથક સુધી જવું પડતું હતુ જેના કારણે તેના કિંમતી સમય અને નાણાનો વ્‍યય થતો હતો. જયારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્‍લા ન્‍યાયાધીશ કોર્ટની રચના થવાના કારણે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ બિન ખર્ચાળ અને ઝડપી ન્‍યાય મળી રહેશે.