1.33 કરોડ ઘનમીટર માટીથી લાખો હેક્ટર જમીન કઈ રીતે નવસાધ્ય થઈ ?

ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વરસાદી પાણીના સંચયથી કુદરતી પાણીના સ્ત્રોત ઊંચા લાવવા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂં થયું છે.
ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં ૧૪૦૩ કામો પૂર્ણ થયા છે તેમજ ૫૬૭૬ કાર્યો પ્રગતિમાં છે.
તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ, નદીઓના કાંપની સફાઇ જેવા કામોમાં અત્યાર સુધીમાં ૨૬૫૩૫ જે.સી.બી અને ૧ લાખ પ હજાર જેટલા ટ્રેકટર ડમ્પરના ઉપયોગથી સમગ્રતયા ૧,૩ર,૦૮૯ યાંત્રિક સાધનો દ્વારા માટી-કાંપ કાઢવામાં આવ્યા છે. માટી ખેડૂતોને તેમના ખેતરમાં પાથરવા અને પાક ઉપયોગમાં લેવા વિનામૂલ્યે આપી દેવામાં આવે છે.
રપમી મે સુધીમાં ૧૮,ર૪,૪૪૧ માનવદિન રોજગારી મળી છે. ૧ કરોડ ૩૩ લાખ ૯૪ હજાર ૯૩૬ ઘનમીટર જળસંગ્રહ થઇ શકે તેટલાં કામો રાજ્યભરમાં સંપન્ન થાય છે.
જિલ્લાઓમાં જળસંપત્તિ, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, વન પર્યાવરણ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે કામગીરી કરાઇ હતી.
છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં ૧૨,૨૭૯ તળાવો ઊંડા કરાયા છે. તે જ રીતે ૫,૭૭૫ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તેમાં નવો જળસંગ્રહ થયો અને સંપૂર્ણ ભરાઇ જતાં ૨૩,૫૫૩ લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે.
ખોદાણના લીધે નીકળેલ માટી પણ ખેડૂતોને ખેતરમાં પાથરવા માટે આપવામાં આવી હતી જેના પરિણામે લાખો હેક્ટર જમીન પણ નવસાધ્ય થઇ છે.
પાછલા બે અભિયાન દરમ્યાન મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી ૩૦,૪૧૬ કામો પૂર્ણ કરી દેવાયા અને ૩૫,૯૬૦ કિ.મી. નહેરોની સાફસફાઇ, ૩૩૨૧ કિ.મી. કાંસની સફાઇ કરવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યભરમાં ૧૦૦ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ હતી.
સરકાર અને જનભાગીદારીનો હિસ્સો પ૦ : પ૦ હતો તે હવે ૬૦ : ૪૦ કરીને વ્યાપક જનભાગીદારી જોડી છે.