સમગ્ર વિશ્વને કટ,કોપી અને પેસ્ટની ભેટ આપનાર વૈજ્ઞાનિક લેરી ટેસ્લર Larry Tesler નું નિધન થઇ ગયું છે. તેમની શોધ વગર તમે કોમ્પ્યુટર કે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ કામ કરી શકાય છે. લેરી ટેસ્લરે કટ,કોપી અને પેસ્ટ યુઝર ઈન્ટરફેસ એટલે કે UIની શોધ કરી હતી. સ્ટીવ જૉબ્સ (Steve Jobs) જેટલા જાણીતા ન હોય પરંતુ તેમનું યોગદાન મહત્વનું છે.
ટેસ્લરનો જન્મ ન્યુયોર્કમાં થયો હતો તેમજ તે 74 વર્ષની વયે મૃત્યુ પામ્યાં છે. લેરી ટેસ્લરે સ્ટેનફોર્ડ યુનિર્વસિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. 1973માં તેઓએ Xerox Palo Alto Research Center (PARC)માં જોડાયા હતા. લેરી ટેસ્લરે PARCમાં ટીમ મોટ સાથે મળીને જીપ્સી ટેક્સ્ટ એડિટર તૈયાર કર્યું હતું. આ જીપ્સી ટેક્સ્ટ એડિટરમાં તેમણે ટેક્સ્ટને કોપી અને મુવ કરવા માટે મેડલ્સ મેથડ તૈયાર કરી હતી. અહીંથી જ કટ,કોપી અને પેસ્ટ ટર્મની શોધ થઇ. PARC કંપનીમાં લૈરી કામ કરતા હતા તેણે જ શરૂઆતના ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસ અને માઉસ નેવિગેશનને ક્રેડિટ જાય છે.
લેરી ટેસ્લરે પોતાનાં CVમાં લખે છે કે તેઓ મોડલેસ એડિટિંગ અને કટ,કોપી અને પેસ્ટના શરૂઆતી ઈન્વેટર છે. લેરી ટેસ્લરે એમેઝોન અને યાહૂ સાથે પણ કામ કર્યું હતું.
એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સે પણ PARCના આ રિસર્ચને એપલ પ્રોડક્ટ્સને સારી બનાવવા માટે ઉપયોગ કર્યો હતો. સ્ટીવ જૉબ્સ Xerox આવ્યા હતા તો તેમની ટીમમાં લૈરી ટેસ્લર પણ ત્યાં હાજર હતા.