કર્મયોગીઓને બઢતી-ઉચ્ચત્તર પગાર ધોરણ માટે આવશ્યક CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આ ફરજિયાત કોમ્પ્યુટર ટેસ્ટ ર૦૦૭ના વર્ષથી દાખલ કરવામાં આવેલી છે અને તે પાસ કરવાની હાલની સમયમર્યાદા ૩૦-૪-ર૦૧૬ હતી.
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ અન્ય કર્મચારી મંડળોએ કરેલી રજૂઆત કર્યો છે.
CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની મૂદત લંબાવવાના આ કર્મયોગી હિતકારી નિર્ણયને પરિણામે જે કર્મચારીઓ ૧૯૭પ થી ૧૯૮પ દરમ્યાન રાજ્ય સેવામાં ભરતી થયેલા છે અને હાલ નિવૃતિના આરે છે તેવા કર્મયોગીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ તેને સંલગ્ન પેન્શન લાભ પણ મળતા થશે.
રાજ્ય સરકારના કર્મયોગી-અધિકારીઓ માટે CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની મૂદત તા. ૩૧-૧ર-ર૦ર૦ સુધી લંબાવવાના કરેલા આ કલ્યાણકારી નિર્ણયથી હજારો વિવિધ વિભાગો-સંવર્ગના અનેક કર્મયોગીઓ/અધિકારીઓને લાભ થશે.