33 Lakh People in Gujarat Without a Life Partner, Only 50% Receive a Pension गुजरात में 33 लाख लोग जीवन साथी के बिना, 50% को पेंशन
મહિને રૂ. 30 હજારના બદલે અપાય છે 1250 માત્ર
ગુજરાતમાં 25 લાખમાંથી 16 લાખ વિધવાને પેન્શન
12/03/2025
આ માહિતી દર્શાવે છે કે ગુજરાતમાં વિધવા મહિલાઓ અને વિધુર પુરુષોની સંખ્યા વર્ષો દ્વારા કેવી રીતે વધી છે અને સરકાર દ્વારા આપવામાં આવતી પેન્શન સહાય કેટલી ઓછી છે.
મુખ્ય મુદ્દાઓ:
-
વિધવા અને વિધુરોની સંખ્યા:
- 2011: 26.53 લાખ
- 2025: અંદાજિત 33 લાખ
- વિધવા: 25 લાખ
- વિધુર: 8 લાખ
-
સરકારી પેન્શન:
- માત્ર 16.50 લાખ વિધવા મહિલાઓને પેન્શન મળે છે.
- મહિને રૂ. 1,250 સહાય આપવામાં આવે છે.
- પેન્શન માટે રૂ. 30,000 દર મહિને જરૂરી છે, પણ સરકાર દ્વારા માત્ર 2475 કરોડ ખર્ચ થાય છે.
-
વિભિન્ન રાજ્યોની તુલના:
- અન્ય રાજ્યોમાં 300 થી 2,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે.
- કેટલાક રાજ્યોમાં આરોગ્ય, શિક્ષણ, આવાસ અને શિષ્યવૃત્તિની સુવિધા મળે છે.
-
વિધવા મહિલાઓ માટેની અન્ય યોજનાઓ:
- 35 સખી વન સ્ટોપ કેન્દ્રો કાર્યરત
- ગરીબી રેખા નીચેની 18+ વિધવા માટે રૂ. 700/મહિને સહાય
- 7 નવા વર્કિંગ વિમેન્સ હોસ્ટેલનું નિર્માણ
નિષ્કર્ષ:
રાજ્યમાં વિધવા મહિલાઓ માટેની પેન્શન રકમ ખૂબ ઓછી છે અને વધારાની માંગણી છતાં સરકાર ખાસ સુધારા કરતી નથી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં આર્થિક સહાય ઓછી છે.
ઉંડાણનો અહેવાલ
2011ની વસતી ગણતરી પ્રમાણે 20 લાખ વિધવા મહિલાઓ હતા. જે 2025માં વધીને 25 લાખ વિધવા મહિલાઓ હોવાનો અંદાજ છે. 2011માં 6 લાખ 37 હજાર પુરૂષો વિધુર હતા. જે આજે 8 લાખ હોવાનો અંદાજ છે. આમ કુલ 26.53 લાખ લોકો જીવન સાથી વગરના હતા. જે હવે 33 લાખ હોવાનો અંદાજ છે. પણ ગુજરાતની ભાજપ સરકાર 16.50 લાખ મહિલાઓને પેન્શન આપે છે.
તમામ 33 લાખ લોકોને મહિને રૂ. 30 હજારનું પેન્શન આપવું જરૂરી છે. તે હિસાબે રૂ. 1 લાખ 18 હજાર 800 કરોડ રૂપિયાની જરૂર પડે તેમ છે. પણ ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર આપે છે રૂ. 2475 કરોડ.
2020માં 5 લાખ મહિલાઓને રૂ. 500 કરોડનું પેન્શન અપાતું હતું જે 2025માં ગુજરાતની ૧૬.૪૯ લાખ વિધવા મહિલાઓને મહિને રૂ.૧,૨૫૦ની સહાય અપાય છે. વાર્ષિક રૂ. ૧૪ કરોડ બેંક ખાતામાં જમા થાય છે. તે વધારીને રૂ.5000 પેન્શન આપવા માંગ કરાઈ હતી. પણ તે માંગની સરકારે ફગાવી દીધી છે. અરવલ્લી જિલ્લાની વિધવા મહિલાઓએ પેંશન વધારાની માગણી કરી હતી. કલેક્ટરને રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું.
રાજ્યો મહિલાઓને 300 રૂપિયાથી લઈને 2,000 રૂપિયા સુધીનું પેન્શન આપે છે. ગુજરાતમાં રૂ. 2 હજાર મળવું જોઈતુ હતું તે મળતુ નથી. કેટલાક રાજ્યોમાં મહિલાઓને મફત અને સબસિડીવાળી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. વિધવા મહિલાઓના બાળકોને શિષ્યવૃત્તિ અને શિક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. કેટલાક રાજ્યો સરકારી આવાસ યોજનાઓમાં લાભાર્થી મહિલાઓને પ્રાથમિકતા આપે છે.
આશ્રય આપવા માટે રાજ્યમાં ૩૫ સખી વન સ્ટોપ કેન્દ્રો કાર્યરત છે. એક છોકરીને વિવિધ તબક્કે રૂ. ૧.૧૦ લાખની સહાય આપવામાં આવી રહી છે.
અમદાવાદમાં ૧, વડોદરામાં ૨, સુરતમાં ૨, ગાંધીનગરમાં ૧ અને રાજકોટમાં ૧ મળી કુલ ૭ વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બનશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭,૬૬૮.૦૩ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી.
ગરીબી રેખા નીચે જીવતી ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વિધવાઓને રૂ. ૭૦૦/માસ મળવાપાત્ર થશે, જ્યાં સુધી તેણી પુન:લગ્ન ન કરે અથવા તેણીનો પુત્ર ૨૧ વર્ષનો ન થાય ત્યાં સુધી તેને સહાય મળવાપાત્ર છે.