કોરોનાનો કહેર: કેનાડાના ટોરોન્ટો શહેરમાં સોમવારથી 28 દિવસ માટે લોકડાઉન જાહેર

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે અને 11,406 લોકો મોત થયા છે. જ્યારે 2 લાખ 60 હજાર 398 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ઓટારિયોના પ્રીમિયર ડૌગ ફોર્ડએ શનિવારે જાહેરાત કરી હતી કે, કોરોના સંક્રમણ વધતા ટોરોન્ટો શહેરમાં 28 દિવસ સુધી લોકડાઉન લગાવવામાં આવશે. સરકારે જીમ, સલૂન અને કસિનો બંધ કરવા તેમજ 10 લોકોના મળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. લોકડાઉન દરમિયાન શહેરમાં ઇન્ડોર ખાનગી સમારોહ પર પ્રતિબંધ રહેશે. લોકડાઉન દરમિયાન ફાર્મસી અને કરિયાણાની દુકાન અને સ્ટોર્સ 50 ટકાની ક્ષમતાથી કાર્યરત રહેશે. લોકડાઉન નિયમોના પાલન સાથે શાળાઓ ખુલ્લી રહેશે.

ટોરોન્ટોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે અને 11,406 લોકો મોત થયા છે. જ્યારે 2 લાખ 60 હજાર 398 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. લોકડાઉન દરમિયાન ફાર્મસી અને કરિયાણાના સામાનની દુકાન અને સ્ટોર્સ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. આ સિવાય લોકડાઉનના નિયમો સાથે સ્કૂલ ચાલુ રહેશે. ગ્રાહકોને રેસ્ટોરાં અને બારમાં સેવા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.